ભારત વિરૂદ્ધ રમાનારી આગામી વનડે સરિઝ માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 14 સભ્યોની ટીમની રવિવારે જાહેરાત કરી દીધી છે. સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આ સીરીઝમાં નહીં રમે. આર્ચર કોણીની ઇજાને કારણેતે લંડન પરત ફરશે અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપશે.


જણાવીએ કે, આર્ચર ભારત વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં કોણીની ઇજાને કારણે રમી શક્યો ન હતો. બાદમાં તેને થોડી રાહત થઈ તો તેણે ટી20 સીરીઝમાં ભાગ લીધો હતો. જોકે ચોથી ટી20 મેચ બાદ તેણે કહ્યું હતું કે તે ઇજાને લઈને વધારે જોખમ લેવા નથી માગતો.


આર્ચર આઈપીએલમાં રાજસ્તાન રોયયલ્સની ટીમનો મહત્ત્વનો ભાગ છે. જોકે આર્ચર આ ઈજાને કારણે આઈપીએલની શરૂઆતની મેચમાં નહીં રમી શકે. જણાવીએ કે, આઈપીએલ 2020માં જોફ્રા આર્ચર્રને પોતાના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો.


ક્યારથી છે આઈપીએલ?


નોંધનીય છે કે, આઈપીએલની 14મી સીઝનની શરૂઆત 09 એપ્રિલના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સામેની મેચથી થશે. જ્યારે રાજસ્તાન રોયલ્સ લીગમાં પોતાની મેચની શરૂઆત 12 એપ્રિલથી પંજાબ કિંગ્સ વિરૂદ્ધની મેચથી કરશે. જ્યારે ટી20માં સામેલ થયેલ જેક બોલ, ક્રિસ જોર્ડન અને ડેવિડ મલાન વનડેમાં પણ જોડાશે. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે 23, 26, 28 માર્ચના રોજ વનડે મેચ રમાશે.


વનડે સીરિઝ માટે ઇંગ્લેન્ડની ટીમ- ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કુરેન, ટોમ કુરેન, લિયામ લિવિંગસ્ટોન, મેટ પાર્કિસન્સ, આદિલ રશીદ, જેસન રોયલ, બેન સ્ટોકસ, રીસ ટોપલે, માર્ક વુડ.


ગુજરાતના આ જિલ્લામાં 21 દિવસમાં એક્ટિવસ કેસની સંખ્યા 80% વધી