નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી વનડે સીરીઝની શરૂઆત થવાની છે. ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લિશ ટીમે ભારતીય ટીમ સામે પહેલા ટેસ્ટ સીરીઝ અને બાદમાં ટી20 સીરીઝ રમી હતી. જોકે, ઇંગ્લેન્ડની ટીમને ટીમ ઇન્ડિયાએ બન્ને સીરીઝોમાં માત આપીને પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.
ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ પર 3-1થી જીત મેળવી હતી. જ્યારે પાંચ ટી20 સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને 3-2થી માત આપીને સીરીઝ પર કબજો જમાવ્યો હતો. હવે આવતીકાલથી એટલે કે 23 માર્ચથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની છે. જાણો ક્યાં ને કેટલા વાગે થશે વનડે મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ......
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે સીરીઝનો કાર્યક્રમ.......
પ્રથમ વનડે, 23 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે
બીજી વનડે, 26 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે
ત્રીજી વનડે, 28 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે
લાઇવ ટેલિકાસ્ટ....
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સીરીઝની મેચ, તમે સ્ટાર સ્પૉર્ટ્સ હિન્દી HD/SD પરથી જોઇ શકશો. આ ઉપરાંત દૂરદર્શન પર પણ અવેલેબલ થશે. આ મેચ તમે Disney+ Hotstar પરથી પણ નિહાળી શકશો. જો તમે જિઓ યૂઝર હોય તો આ વનડે તમે JIO TV પરથી પણ જોઇ શકશો.
ભારતીય વનડે ટીમ-
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, શાર્દૂલ ઠાકુર.
ઇંગ્લેન્ડ વનડે ટીમ-
ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જૉનાથન બેયરર્સ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરણ, ટૉમ કરણ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટૉન, ડેવિડ મલાન, આદિલ રશિદ, જેસન રૉય, બેન સ્ટૉક્સ, રીસી ટૉપલે, માર્ક વૂડ.