England vs India 2nd T20I: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું સપનું પૂરું થઈ ગયું છે. ઇંગ્લેન્ડ સામેની બીજી T20 માં તેમને તક મળી ગઈ છે. તેઓ ભારત માટે ડેબ્યૂ કરનારા સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી બીજી T20 માં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીત્યો, અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલા બોલિંગ કરશે. બંને ટીમોની પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ થયા છે.

Continues below advertisement

 

Continues below advertisement

વૈભવ સૂર્યવંશીને સંજુ સેમસનની જગ્યાએ તક મળી છે. સેમસને ભારતને 2026 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું, પરંતુ વિદેશી ધરતી પર તે સતત ફ્લોપ થઈ રહ્યો હતો. વળી પૂરી દુનિયાના ક્રિકેટ ફેન્સ અને પૂર્વ ક્રિકેટરો વૈભવ સૂર્યવંશીને તક આપવાની ભલામણ કરી રહ્યા હતા.

ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં, ભારતે સંજુ સેમસનને બહાર કરીને વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી છે. સેમસન તેની પાછલી ત્રણ T20 ઇનિંગ્સમાં ફક્ત 6 રન બનાવી શક્યો હતો. વૈભવ સૂર્યવંશી હવે સચિન તેંડુલકરના 37 વર્ષ જૂના રેકોર્ડને તોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ભારતીય બની ગયો છે.

સચિને 1989માં 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેનાથી વિપરીત, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ભારત માટે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે; તે ઈંગ્લેન્ડ સામેની બીજી T20 માટે પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે.

IPL માં બતાવેલા ફોર્મનું મળ્યું ઈનામવૈભવ સૂર્યવંશીને IPL 2026 સારા બદલ આજે આ પુરસ્કાર મળ્યો છે. વૈભવે તાજેતરની IPL સિઝનમાં 776 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેણે 72 છગ્ગા ફટકાર્યા હતા - જે એક જ IPL સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ છગ્ગા છે. તેણે માત્ર 12 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ ઇન્ડિયા A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં 175 રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. હવે, ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરીને, તેણે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો...IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી

ભારતની પ્લેઇંગ ઇલેવન:

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હર્ષિત રાણા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ અને વરુણ ચક્રવર્તી.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન - ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, આદિલ રાશીદ, જોફ્રા આર્ચર અને જોશ ટંગ.