નવી દિલ્હીઃ મુંબઇના પ્રતિભાશાળી બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂનો ઇન્તજાર લગભગ ખતમ થવા જઇ રહ્યો છે. સમચાર એજન્સી પીટીઆઇ અનુસાર, સૂર્યકુમાર યાદવને ઇંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં મોકો મળી શકે છે, કેમકે ટી20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવનુ પરફોર્મન્સ એકદમ ખતરનાક અને કમાલનુ રહ્યું છે.


સૂર્યકુમાર યાદવ વર્ષ 2020માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ ટી20 ટીમમાં પસંદગીનો દાવેદાર હતો, પરંતુ તેને નજરઅંદાજ કરાયો હતો. પણ હવે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી20 સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં આવવાની પુરેપુરી સંભાવના છે. સૂર્યકુમાર યાદવને અજમાવીને પસંદગીકારો ટી20 વર્લ્ડકપ પહેલા 20 ખેલાડીઓનુ કૉર ગૃપ બનાવવા માંગે છે.

બીસીસીઆઇના એક સુત્રને પીટીઆઇને કહ્યું- કેએલ રાહુલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે, ઋષભ પંત પણ ફોર્મમાં છે. આવામાં સંજૂ સેમસનની જગ્યાએ સૂર્યકુમાર યાદવને મોકો મળી શકે છે.

ખાસ વાત છે કે છેલ્લા કેટલાય સમયથી સૂર્યકુમાર યાદવ આઇપીએલમાં ધમાકેદાર બેટિંગ કરીને લોકોનુ ધ્યાન ખેંચી રહ્યો છે. તેને આઇપીએલ 2020માં 16 મેચો રમી હતી, જેમાં 40ની એવરેજથી તેને 480 રન બનાવ્યા હતા. આ દરમિયાન ચારે ફિફ્ટી પણ ફટકારી હતી.

(પ્રતિકાત્મક તસવીર)