IND vs ENG, U19 Women's WC Final : ભારતીય મહિલા ટીમે ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમને હરાવી ખિતાબ પર કર્યો કબજો
IND vs ENG, U19 Women's WC Final: આજે ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઇ રહી છે.
ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને હરાવીને ઈતિહાસ રચી દિધો છે. ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હાર આપી છે. બન્ને ટીમો દક્ષિણ આફ્રિકાના મેદાનમાં ચેમ્પીયન બનવા માટે આમને સામને હતી. આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની આ પહેલી સિઝન છે અને શેફાલી વર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ખિતાબ જીતીને ઇતિહાસ રચી દિધો છે.
ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો છે. શ્વેતા શેહરાવત 5 રન બનાવી આઉટ થઈ છે. ભારતીય ટીમે 3.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 20 રન બનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે. કેપ્ટન શેેફાલી વર્મા 15 રન બનાવી આઉટ થઈ છે. શ્વેતા અને સોમ્યા હાલ રમતમાં છે. ટીમ ઈન્ડિયાએ 16 રન બનાવી લીધા છે.
ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતવા માટે માત્ર 69 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની આખી ટીમ 17.1 ઓવરમાં 68 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી રેયાન મેકડોનાલ્ડ ગેએ સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. તે જ સમયે, સોફિયા સ્મેલ અને એલેક્સ સ્ટેનહાઉસના બેટમાંથી 11-11 રન આવ્યા. ભારત તરફથી ટી. સાધુ, પાર્શ્વી ચોપરા અને અર્ચના દેવીએ બે-બે વિકેટ લીધી હતી. જ્યારે મન્નત કશ્યપ, સોનમ યાદવ અને શેફાલી વર્માએ પણ એક-એક વિકેટ લીધી હતી.
અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપમાં 16.2 ઓવર પુરી થઇ ચૂકી છે. અત્યારે ઇંગ્લેન્ડ મહિલા ટીમનો સ્કૉર 16.2 ઓવર બાદ 8 વિકેટના નુકશાને 68 રન છે.
અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપમાં 14 ઓવર પુરી થઇ ચૂકી છે. અત્યારે ઇંગ્લેન્ડ મહિલા ટીમનો સ્કૉર 14 ઓવર બાદ 7 વિકેટના નુકશાને 53 રન છે.
અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપમાં 10 ઓવર પુરી થઇ ચૂકી છે. અત્યારે ઇંગ્લેન્ડ મહિલા ટીમનો સ્કૉર 10 ઓવર બાદ 5 વિકેટના નુકશાને 39 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર રયાના મેકડૉનાલ્ડ ગે 17 રન અને એલેક્સી સ્ટૉનહાઉસ શૂન્ય રને રમી રહી છે.
ટીમ ઇન્ડિયાને પાંચમી સફળતા મળી છે, ફાઇનલ મેચમાં ઇંગ્લિશ મહિલા ટીમ ધરાશાયી થઇને અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ છે. ભારતીય બૉલર પાર્શ્વી ચોપડાએ ચેરિસ પાવેલીને માત્ર 2 રનના અંગત સ્કૉર પર આઉટ કરી છે.
ગ્રેસ શ્રીવાન્સ - 4 રન (અર્ચના દેવી)
લિબર્ટી હીપ - 0 રન (ટીટાસ સાધુ)
નિઆમ હૉલેન્ડ - 10 રન (અર્ચના દેવી)
સેરેન સ્મેલ - 3 રન (ટીટાસ સાધુ)
ભારતીય મહિલા બૉલરો સામે ઇંગ્લિશ મહિલા ટીમ ધરાશાયી થઇ ગઇ છે. શરૂઆતની 4 મહત્વની વિકેટો માત્ર 22 રનમાં જ ગુમાવી દીધી છે.
પાંચ ઓવરના અંતે ઇંગ્લિશ મહિલા ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 17 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર રયાના મેકડૉનાલ્ડ ગે શૂન્ય અને સેરેન સ્મેલ 2 રન બનાવીને રમી રહી છે.
ટીમ ઇન્ડિયાને અંડર 19 વર્લ્ડકપ ફાઇનલમાં પ્રથમ સફળતા પ્રથમ ઓવરમાં જ મળી ગઇ છે. ભારતીય મહિલા બૉલર ટીટાસ સાધુએ ઇંગ્લિશ ઓપનર બેટ્સમેન લિબર્ટી હીપને માત્ર 2 બૉલમાં શૂન્ય રને કેચ આઉટ કરીને પેવેલિયન મોકલી દીધી. 3 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 1 વિકેટના નુકશાને 10 રન પર પહોંચ્યો છે.
શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત, સૌમ્યા તિવારી, ગૉન્ગાડી ત્રિષા, ઋચા ઘોષ (વિકેટકીપર), ઋષિતા બાસુ, ટીટાસ સાધુ, મન્નત કશ્યપ, અર્ચના દેવી, પાર્શવી ચોપડા, સોનમ યાદવ.
ગ્રાસ શ્વીવાન્સ (કેપ્ટન), લિબર્ટી હીપ, નિઆમ ફીઓના હૉલેન્ડ, સેરેન સ્મેલ (વિકેટકીપર), રાયના મેકડોનાલ્ડ ગે,ચેરિસ પાવેલી, એલેક્સા સ્ટૉનહાઉસ, સૉફિયા સ્મેલ, જોસી ગ્રૉવ્જ, એલિટ એન્ડરસન, હન્ના બેકર.
અંડર 19 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ શરૂ થઇ ચૂકી છે, ભારતીય કેપ્ટન શેફાલી વર્માએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, જ્યારે ઇંગ્લિશ ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે.
ઓલિમ્પિક ગૉલ્ડ મેડાલિસ્ટ, જેવલિન થ્રૉઅર નીરજ ચોપડાએ ટીમ ઇન્ડિયાની મુલાકાત કરી, અંડર 19 વર્લ્ડકપ ફાઇનલ પહેલા ભારતીય મહિલા ખેલાડીઓને જીતનો મંત્ર આપ્યો.
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટમાં ચેમ્પીયન બનવા માટે જોરદાર ટક્કર થવાની છે. આજ અંડર 19 મહિલા વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચમાં ભારતીય મહિલા અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો આમને સામને ટકરાશે. ખાસ વાત છે કે, આ અંડર 19 મહિલા વર્લ્ડકપની પહેલી સિઝન છે અને તે સાઉથ આફ્રિકામાં રમાઇ રહી છે. એકબાજુ ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી છે, તો બીજીબાજુ ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં આવી છે. આજે બન્ને ટીમો વચ્ચે અંડર 19 મહિલા ટી20 ક્રિકેટમાં ચેમ્પીયન બનાવાની તક છે.
શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત, સૌમ્યા તિવારી, ઋચા ઘોષ (વિકેટકીપર), ગોન્ગડી ત્રિષા, હરિષિતા બસુ, ટિટાસ સાધુ, મન્નત કશ્યપ, અર્ચના દેવી, પાર્શવી ચોપડા, સોનમ યાદવ.
ગ્રેસ સ્નીવાન્સ (કેપ્ટન), લીબર્ટી હીપ, નિઆમ હૉલેન્ડ, સેરેન સ્મેલ (વિકેટકીપર), રાયના મેકડોનાલ્ડ-ગે, કેરિસ પાવલે, એલેક્સા સ્ટૉનહાઉસ, સોફિયા સ્મેલ, જોસી ગ્રૉવ્સ, એલી એન્ડરસન, હનાહ બેકર.
અંડર 19 ભારતીય મહિલા ટીમની કેપ્ટન શેફાલી વર્મા 28 જાન્યુઆરીએ જ 19 વર્ષી થઇ છે. ઋચા ઘોષ અને તે સીનિયર ટીમ માટે રમી ચૂકી છે. રવિવારની ફાઇનલ મેચમાં રમવા માટે ઉતરતાની સાથે જ શેફાલી એક અનોખો રેકોર્ડ બનાવી લેશે. તે અંડર 19 વૂમન્સ વર્લ્ડકપ, ટી20 વર્લ્ડકપ અને કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલ રમનારી પહેલી મહિલા ખેલાડી બની જશે. 2020ના ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેને 2 રન બનાવ્યા હતા, વળી, 2022ની કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં તે ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ જ 11 રન બનાવી શકી હતી. તેને ભારત માટે 2022માં મહિલા વનડે વર્લ્ડકપ પણ રમ્યો હતો. ત્યારે ટીમ ફાઇનલમાં ન હતી પહોંચી શકી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ તમે સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની ચેનલો (Star Sports Network) પરથી લાઇવ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ફાઇનલ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ફેનકોડ એપ પરથી જોઇ શકો છો.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રવિવારે, 29 જાન્યુઆરી, 2023એ, સાઉથ આફ્રિકાના પૉચેફસ્ટૂમ સ્થિતે સેનવેસ પાર્ક (Senwes Park, Potchefstroom)માં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 5 વાગીને 15 મિનીટે શરૂ થશે.
ICC અંડર-19 T20 વર્લ્ડકપની આ પ્રથમ સિઝનમાં 18 વર્ષની ભારતીય બેટ્સમેન શ્વેતા સેહરાવતે ધૂમ મચાવી છે. તેણે ટૂર્નામેન્ટમાં 6 મેચ રમી જેમાં તેણે સૌથી વધુ 292 રન બનાવ્યા. શ્વેતા ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર છે. બીજા નંબર પર કેપ્ટન શેફાલી છે જેણે 6 મેચમાં 157 રન બનાવ્યા છે. શેફાલી પણ સિનિયર ટીમની મહત્વની સભ્ય છે. બોલિંગમાં લેગ સ્પિનર પાર્શ્વી ચોપડાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 5 મેચમાં 9 વિકેટ ઝડપી છે. પાર્શ્વી સેમીફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. તેણે 20 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. શ્વેતાએ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં 45 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની મહિલા અંડર-19 ટીમે 99 રન બનાવ્યા હતા. ટીમ માટે એલેક્સ સ્ટોનહાઉસે 25 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. કેપ્ટન ગ્રેસ સ્ક્રિવેન્સે 20 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મેગી ક્લાર્ક, ઇલા વાયવાર્ડ અને સિએના ગિંગરે 3-3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 19મી ઓવરમાં 96 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ મેદાન પર ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઇનલ રમી હતી, જેમાં તેણે 8 વિકેટે જીત મેળવી હતી. પરંતુ ભારતીય ટીમ માટે ફાઈનલમાં ઈંગ્લેન્ડને ટક્કર આપવી સરળ નહીં હોય. ઈંગ્લેન્ડની ટીમ આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. તેણે ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, આયરલેન્ડ, રવાન્ડા, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેને હરાવ્યા છે. જ્યારે ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સેમીફાઈનલ સહિત 6 મેચ રમી છે, જેમાં તેણે 5માં જીત મેળવી છે. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ (સેમીફાઈનલ), શ્રીલંકા, સ્કોટલેન્ડ, UAE અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે.
આજે રવિવારે એટલે કે 29 જાન્યુઆરીએ ભારતીય અંડર-19 મહિલા ટીમ શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ઇતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે. આજની મેચ સેનવેસ સ્પૉર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સાઉથ આફ્રિકાના મેદાનમાં રમાશે. આ વખતે દક્ષિણ આફ્રિકામાં ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડકપ યોજાઇ રહ્યો છે. ભારત તેની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. આ ટાઈટલ મેચ રવિવારે (29 જાન્યુઆરી) ભારતીય સમય અનુસાર સાંજે 5:15 વાગ્યાથી પોચેફસ્ટ્રુમના સેનવેસ પાર્કમાં રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અંડર 19 વૂમન્સ વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે. ટી20 ફૉર્મેટમાં આ ટૂર્નામેન્ટની આ પહેલી સિઝન રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયા જ્યાં એકબાજુ ન્યૂઝીલેન્ડને સેમિ ફાઇનલમાં હરાવીને આવી છે, તો બીજીબાજુ ઇંગ્લેન્ડની મહિલા ટીમ પણ ઓસ્ટ્રેલિયાને માત આપીને ફાઇનલમાં પહોંચી છે. બન્ને ટીમો આજે આફ્રિકાના ગ્રાઉન્ડ પર પહેલીવાર ચેમ્પીયન બનવા માટે ટકરાશે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs ENG, U19 Women's WC Final: આજે ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઇ રહી છે. બન્ને ટીમો દક્ષિણ આફ્રિકાના મેદાનમાં ચેમ્પીયન બનવા માટે આમને સામને છે. આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની આ પહેલી સિઝન છે અને શેફાલી વર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ખિતાબ જીતીને ઇતિહાસ રચવા પ્રયાસ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -