ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યા અને ઈશાંત શર્માની ટીમમાં વાપસી થઈ છે. ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલને સ્થાન મળ્યું છે.

ચેતન શર્માની અધ્યક્ષતામાં આજે મળેલી પસંદગી સમિતિની વર્ચ્યુઅલ બેઠક બાદ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાશે. ઓસ્ટ્રેલિયાના ગાબામાં જીત અપાવનાર ટીમના 9 ખેલાડીઓની આ ટીમમાં પસંદગી કરાઈ છે. મેચ દરમિયાન ઘાયલ નવદીપ સૈનીને સ્થાન મળ્યું નથી. હાર્દિક પંડ્યાની 29 મહીના બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. હાર્દિકે છેલ્લી ટેસ્ટ ઓગસ્ટ 2018માં ઈંગ્લેન્ડમાં રમી હતી.



પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે, રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા,ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.