નોટિંઘમઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો પ્રારંભ થશે. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે તેમની ટીમ ટેસ્ટ સીરિઝ જીતવા પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. વિરાટે કહ્યું, ઈંગ્લેન્ડમાં જીતવું અન્ય જીતથી વધારે મહત્વનું છે. આ માટે અથાગ પ્રયત્નોની સાથે ઉત્કૃષ્ટતા હાંસલ કરવા ભાર આપવો પડશે.
ભારતીય ટીમના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકના એક સવાર પર કોહલીએ કહ્યું, પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં અમારે દરરોજ અતાગ પ્રયત્નની સાથે ઉત્કૃષ્ટતા હાંસલ કરવા ધ્યાન આપવું પડશે. અમારે ખુદને સાબિત કરવા આકરી મહેનત કરવી પડશે અને દરેક હાલતનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ટેસ્ટ મેચમાં દરેક દિવસ મુશ્કેલ હોય છે.
તેણે આગળ કહ્યું, માનસિક રીતે અમારે મજબૂત રહેવું પડશે. મારા માટે વ્યક્તિગત રીકતે અહીંયા ટેસ્ટ મેચ કે ટેસ્ટ સીરિઝ જીતથી વધારે કંઈ નથી. અમે મેદાનમાં હરિફાઈ કરવા ઉતરે છીએ. અમે દરેક મેચ જીતવા માંગીએ છીએ, જે મારા માટે મહત્વનું છે. તેણે એમ પણ કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમ માટે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીત મોટી વાત હશે. અમે પહેલા પણ આમ કર્યુ છે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય પ્રમાણે ટેસ્ટ 3.30 કલાકે શરૂ થશે. બપોરે 3 કલાકે ટોસ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે.
આવી હોઈ શકે છે પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટઃ 4 થી 8 ઓગસ્ટ, ટ્રેંટ બ્રિજ, નોટિંઘમ
બીજી ટેસ્ટઃ 12 થી 16 ઓગસ્ટ, લોર્ડ્સ, લંડન
ત્રીજી ટેસ્ટઃ 25 થી 29 ઓગસ્ટ, હેડિંગ્લી, લીડ્સ
ચોથી ટેસ્ટઃ 2 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર, કેનિંગ્સ્ટન, ઓવલ
પાંચમી ટેસ્ટઃ 10 થી 14 સપ્ટેમ્બર, ઓલ્ડ ટ્રેફર્ડ, માંચેસ્ટર