કેપ્ટન કોહલી કરી શકે છે ત્રણ મોટા ફેરફારો....
શાહબાઝ નદીમની જગ્યાએ કુલદીપ યાદવ....
રિપોર્ટ પ્રમાણે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવને મોકો આપવામાં આવી શકે છે. પ્રથમ ટેસ્ટમાં ટીમમાં શાહબાઝ નદીમને રમાડવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય પરફોર્મન્સના અભાવે હવે તેની છુટ્ટી નક્કી મનાયછે, શાહબાઝની જગ્યાએ કુલદીપને જગ્યા મળી શકે છે.
અજિંક્યે રહાણેની જગ્યાએ કેએલ રાહુલ....
રિપોર્ટ એવા પણ છે કે બીજી ટેસ્ટમાં મીડિલ ઓર્ડર બેટ્સમેન અને ઉપકેપ્ટન રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. રહાણેની જગ્યાએ લોકેશ રાહુલને જગ્યા મળી શકે છે. લોકેશ રાહુલ છેલ્લા કેટલાય સમયથી ટેસ્ટ ટીમમાંથી બહાર છે.
રોહિત શર્માના સ્થાને મયંક અગ્રવાલ....
વિસ્ફોટક ઓપનર રોહિત શર્માનુ બીજી ટેસ્ટમાંથી પત્તુ કપાઇ શકે છે. ઓપનિંગમાં નિષ્ફળ રહ્યાં બાદ તેની જગ્યાએ હવે મયંક અગ્રવાલને મોકો આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઘરેલુ મેદાન પર ઓપનર મયંક અગ્રવાલ સારી શરૂઆત અપાવવામાં અનેકવાર સફળ રહ્યો છે. જ્યારે રોહિત ઓપનિંગમા સતત નિષ્ફળ જઇ રહ્યો છે.
(પ્રતિકાત્મક તસવીર)