ભારતીય ટીમ 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતી હતી ત્યારે એન્ડરસને શુભમન ગિલ (50 રન) અને અજિંક્ય રહાણે (0 રન)ની વિકેટ ઝડપીને બાજી પલ્ટી હતી. આ સિવાય પંતને પણ પેવેલિયન મોકલ્યો હતો. જેના કારણે ભારતની મેચ ડ્રો કરવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. ભારતે ટૂંકા ગાળામાં ચાર વિકેટ ગુમાવતાં સ્કોર 92 રન પર 2 વિકેટથી 117 રન પર 6 વિકેટ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં જેક લીચે 76 રનમાં 4, એન્ડરસને 17 રનમાં 3 વિકેટ લીધી હતી. આર્ચર, બેસ અને સ્ટોક્સને 1-1 સફળતા મળી હતી.
આ મેચ દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી ગુસ્સો પર કાબુ રાખી શક્યો નહોતો અને ઓન ફિલ્ડ એમ્પાયર નીતીન મેનને ઈંગ્લેન્ડના બેટ્સમેનની ફરિયાદ કરતો નજરે પડ્યો હતો.
પ્રથમ ટેસ્ટમાં ઈગ્લેન્ડની બીજી ઈનિંગ દરમિયાન જોફ્રા આર્ચર રન લેવા પીચની વચ્ચે દોડતો હતો. જેને લઈ કોહલી નારાજ થયો અને ગુસ્સામાં એમ્પાય નીતીન મેનને કહ્યું, “ઓય મેનન, સીધો રન પણ વચ્ચે દોડી રહ્યો છે યાર, આ શું છે.” સ્ટંપ માઇક પર તેની આ વાત રેકોર્ડ થઈ ગઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.