એન્ડરસને એક જ ઓવરમાં પલ્ટી બાજી
ભારતીય ટીમ 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતી હતી ત્યારે એન્ડરસને શુભમન ગિલ (50 રન) અને અજિંક્ય રહાણે (0 રન)ની વિકેટ ઝડપીને બાજી પલ્ટી હતી. આ સિવાય પંતને પણ પેવેલિયન મોકલ્યો હતો. જેના કારણે ભારતની મેચ ડ્રો કરવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. ભારતે ટૂંક ગાળામાં ચાર વિકેટ ગુમાવતાં સ્કોર 92 રન પર 2 વિકેટથી 117 રન પર 6 વિકેટ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં જેક લીચે 76 રનમાં 4, એન્ડરસને 17 રનમાં 3 વિકેટ લીધી હતી. આર્ચર, બેસ અને સ્ટોક્સને 1-1 સફળતા મળી હતી.
શાનદાર ફોર્મમાં હોવા છતાં નહીં રમે?
આ દરમિયાન ઈંગ્લેન્ડના કોચ સિલ્વરવુડે કહ્યુ, શાનદાર ફોર્મમાં હોવા છતાં તેને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે. તેને બહાર રાખવો મુશ્કેલ છે. અમે વિનિગ કોમ્બિનેશનમાં બદલાવ નથી કરવા માંગતા. જ્યાં સુધી તે ફિટ છે, મજબૂત છે અને સ્વસ્થ છે ત્યાં સુધી રમી શકે છે. પરંતુ રોટેશન પોલિસી આગળ અમે કંઇ કરી શકીએ તેમ નથી. બે મેચ વચ્ચે બોલર્સને ફ્રેશ રાખવા રોટેશન સારો વિકલ્પ છે.
એન્ડરસને મેળવી મોટી સિદ્ધી
ભારત સામે ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં જેમ્સ એન્ડરસનને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. 30 વર્ષની વય બાદ એન્ડરસન સૌથી વધુ વિકેટ લેવામાં વિશ્વના તમામ બોલરોને પાછળ રાખી દીધા હતા. 38 વર્ષનો એન્ડરસન છેલ્લા આઠ વર્ષમાં 346 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેણે આ મામલે વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર કર્ટની વોલ્શને પાછળ છોડી રાખી દીધો હતો. વોલ્શે 30 વર્ષની વય પછી કુલ 341 વિકેટ લીધી હતી.
Vastu Tips: જો તમે ઘરમાં આ જગ્યાએ લગાવો છો પૂર્વજોનો ફોટો તો થઈ જાવ સાવધાન, નહીંતર.....
જાપાનમાં કોરોના રસીના લાખો ડોઝ બરબાદ જશે, જાણો કઈ વસ્તુ ન મળતા થશે નુકસાન