England vs India 2nd ODI, Team India Playing 11: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 14 જુલાઈ, ગુરુવારે લોર્ડ્સમાં બીજી વનડે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5.30 વાગ્યે શરૂ થશે. પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. આવી સ્થિતિમાં રોહિત શર્મા એન્ડ કંપની બીજી વનડેમાં યજમાન ટીમને હરાવીને શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
કોહલી કરી શકે છે વાપસીઃ
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઈજાના કારણે પ્રથમ વનડેમાં રમ્યો ન હતો. જો કે, તેની ઈજા અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન નથી આવ્યું. આ સ્થિતિમાં, માનવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલીને બીજી વનડેમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. મહત્વનું છે કે, વિરાટ કોહલી તેના પરફોર્મન્સ માટે હજી પણ સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે જો આવતીકાલે ક્રિકેટ ફેન્સનું ધ્યાન વિરાટ પર રહેશે.
કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. જોકે, શ્રેયસને બેટિંગ કરવાની તક મળી ન હતી, કારણ કે રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ વિકેટ ગુમાવ્યા વગર 114 રન બનાવીને ભારતને જીત અપાવી હતી.
તમને જણાવી દઈએ કે ભારતે પહેલી વનડે મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં માત્ર 110 રન બનાવી શકી હતી. ત્યાર બાદ ભારતના કેપ્ટન રોહિત શર્માએ માત્ર 58 બોલમાં 76 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમ ઇન્ડિયાને આસાનીથી જીત અપાવી હતી. આ પહેલાં બોલિંગમાં બુમરાહે 6 અને શમીએ 3 વિકેટ ઝડપી હતી.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી/શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.