India vs England  2nd ODI Lord's London: ભારત-ઈંગ્લેન્ડની ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી મેચ આવતીકાલે ગુરુવારે લંડનના લોર્ડ્સમાં (Lords) રમાશે. આ મેચ પહેલા ભારતે પ્રથમ મેચમાં 10 વિકેટથી મોટી જીત નોંધાવી હતી. હવે ટીમ ઈન્ડિયા સિરીઝ પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો લંડનના હવામાનની વાત કરીએ તો ગુરુવારે વરસાદ થવાની કોઈ શક્યતા નથી. 


પિચમાં ઉછાળ જોવા મળશેઃ
ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ વનડેમાં ખરાબ રીતે હારી ગઈ હતી. આ પછી તે બીજી મેચમાં જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લંડનમાં આછો તડકો જોવા મળશે. દિવસ દરમિયાન તાપમાન 20 થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આ મેચ ડે-નાઈટ હશે, જેથી ખેલાડીઓને સૂર્યપ્રકાશના કારણે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. જો પીચની વાત કરીએ તો લોર્ડ્સની પિચમાં ઉછાળ જોવા મળશે. તેનાથી બોલરોની સાથે સાથે બેટ્સમેનોને પણ મદદ મળી શકે છે.


ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે ઈંગ્લેન્ડને 110 રનમાં આઉટ કરી દીધું હતું. આ પછી રોહિત શર્મા અને શિખર ધવને જોરદાર બેટિંગ કરીને જીત અપાવી હતી. રોહિતે અણનમ 76 રન બનાવ્યા હતા. જ્યારે જસપ્રિત બુમરાહે ખતરનાક બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 3 વિકેટ પોતાના નામે કરી હતી.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી/શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.


આ પણ વાંચોઃ


Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિને દેશ છોડીને ભાગવામાં ભારતે મદદ કરી ? જાણો શું કરી સ્પષ્ટતા


Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત