Ravichandran Ashwin Team India: ભારતના સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનનું કહેવું છે કે, જો કોઈ બેટ્સમેન 'સ્વીચ હીટ' (રિવર્સ સ્વીપ) મારવાના પ્રયાસમાં ચૂકી જાય તો બોલ લેગ સાઇડની બહાર અથડાય તો પણ તેને લેગ બિફોર ગણવો જોઈએ. 'સ્વીચ હિટ'માં, જમણા હાથનો બેટ્સમેન અચાનક ડાબા હાથનો બેટ્સમેન બનીનો શોટ રમે છે અને ડાબા હાથનો બેટ્સમેન અચાનક જમણા હાથનો બેટ્સમેન બનીને શોટ ફટકારે છે.


વર્તમાન નિયમો અનુસાર, જો બોલ લેગ-સ્ટમ્પની બહાર ટપ્પો ખાય છે, તો વિકેટ સાથે અથડાવાની તમામ શક્યતાઓ હોવા છતાં બેટ્સમેનને લેગ બિફોર (LBW) આઉટ આપી શકાય નહીં. બેટ્સમેન માટે આ એક 'બ્લાઈન્ડ સ્પોટ' માનવામાં આવે છે, જ્યાં બોલ જોવામાં સમસ્યા હોય છે. અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "મારો પ્રશ્ન એ નથી કે તે રિવર્સ સ્વીપ રમી શકે છે કે નહીં અથવા શું તે બોલને લેગ-સ્ટમ્પની બહાર ટપ્પો ખવરાવવો છે કે નહીં, પરંતુ મારી વાત લેગ બિફોર પર છે. તે અયોગ્ય છે કે, સ્વીચ હીટ મારતી વખતે તેને લેગ-બિફોર (LBW) આપવામાં આવતું નથી."


ટેસ્ટ ક્રિકેટમાં 442 વિકેટ ઝડપનાર અશ્વિને કહ્યું, “બેટ્સમેનોને 'સ્વીચ હીટ' રમવા દો પરંતુ જો તેઓ ચૂકી જાય તો અમને લેગ-બિફોર (LBW)ની તક આપો. જો બેટ્સમેન પલટી ગયો હોય, તો તમે કેવી રીતે કહી શકો કે તે લેગ બિફોર નથી? જો રમતના તમામ ફોર્મેટમાં આઉટ આપવનું શરૂ થાય તો બોલિંગ અને બેટિંગ વચ્ચે થોડી સમાનતા સ્થાપિત કરા શકાશે.


અશ્વિન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં સમાપ્ત થયેલ પાંચમી ટેસ્ટનો ઉલ્લેખ કરી રહ્યો હતો જ્યાં યજમાન ટીમે જો રૂટ અને જોની બેરસ્ટોની અણનમ સદીની મદદથી 378 રનના લક્ષ્યનો પીછો કરીને પાંચ મેચની શ્રેણી 2-2થી બરાબર કરી હતી. અશ્વિને કહ્યું, "તે મેચમાં જો રૂટે લગભગ 10 શોટ રમ્યા જ્યાં તે સંપૂર્ણ રીતે પલટી ગયો હતો અને રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે 9 વખત બોલને ચૂકી ગયો હતો અને બોલ પેડને લાગ્યો હતો."