IND vs HK T20I Score Live: હોંગકોંગની ખરાબ શરૂઆત, ગુમાવી બે વિકેટ

એશિયા કપ 2022માં આજે ફરી એકવાર ભારતીય ટીમની મેચ છે, પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા હોંગકોંગને હરાવવા માટે મેદાનમાં ઉતરશે

gujarati.abplive.com Last Updated: 31 Aug 2022 11:04 PM
ટીમ ઇન્ડિયાનો 40 રનથી વિજય

ભારતે હોંગકોંગને 40 રને હરાવીને સુપર-4 માટે ક્વોલિફાય કર્યું છે. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હોંગકોંગની ટીમ પાંચ વિકેટે 152 રન જ બનાવી શકી હતી. હોંગકોંગ તરફથી બાબર હયાતે 41 અને કિનચિત શાહે 30 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતને બીજી સફળતા મળી

ભારતને બીજી સફળતા મળી છે. કેપ્ટન નિઝાકત ખાન રવિન્દ્ર જાડેજાના શાનદાર થ્રો પર રનઆઉટ થયો હતો. નિઝાકતે માત્ર 10 રનનું યોગદાન આપ્યું હતું. હોંગકોંગનો સ્કોર 6 ઓવર બાદ બે વિકેટે 51 રન છે. ઇનિંગની બીજી ઓવરમાં અર્શદીપ સિંહે યાસિમ મોર્તઝાને આઉટ કર્યો હતો. 

સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગ

દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ  હોંગકોંગને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગના કારણે ભારતીય ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. સૂર્યકુમારે 26 બોલમાં અણનમ 68 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 ફોર અને 6 સિક્સ ફટકારી હતી. પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી. કોહલીએ  ટી20 ઈન્ટરનેશનલમાં તેની 31મી ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ 44 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા.

કેએલ રાહુલ આઉટ

કેએલ રાહુલ 39 બોલમાં 36 રન બનાવી આઉટ થયો હતો. 

ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે

ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા આઉટ થયો છે. રોહિતને આયુષ શુક્લાએ એજાઝ ખાનના હાથે કેચ કરાવ્યો હતો. રોહિતે 13 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 21 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 14 અને કોહલી એક રન બનાવી રમી રહ્યા છે. 

ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ

બ્રેકગ્રાઉન્ડ

IND vs HK Asia Cup T20 Live Streaming: એશિયા કપ 2022માં આજે ફરી એકવાર ભારતીય ટીમની મેચ છે, પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા હોંગકોંગને હરાવવા માટે મેદાનમાં ઉતરશે, આજની જીત સાથે રોહિતની ટીમ એશિયા કપ 2022ની સુપર 4માં પ્રવેશવા પ્રયાસ કરશે. આમ તો હોંગકોંગની ટીમ ભારતીય ટીમ કરતા ઘણી કમજોર છે, પરંતુ મોટો ઉલટફેર પણ થઇ શકે છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.