India vs New Zealand: ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે આવતીકાલે (25 નવેમ્બર) થી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. અહીં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે 9 મેચ રમી ચૂકી છે, જેમાં તેને માત્ર ત્રણમાં જ જીત મળી છે. એટલે કે ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડનો હાથ થોડો ઉપર રહ્યો છે.
જો કે, ઓવરઓલ ODI રેકોર્ડમાં, ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 110 વખત ટકરાયા છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 55 મેચ જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડે 49 મેચ જીતી છે. એક મેચ ટાઈ અને 5 મેચ અનિર્ણિત છે.
પિચ રિપોર્ટ: ઈડન પાર્ક એક રગ્બી વેન્યૂ છે. આવી સ્થિતિમાં, અહીં સ્ટ્રેટ બાઉન્ડ્રી ખૂબ નાની છે. એટલે કે અહીં બોલરો ફુલ લેન્થના બદલે બોલને શોર્ટ અને વાઈડ રાખશે. અહીં સૌથી વધુ સ્કોર 340 રન છે, જ્યારે સૌથી ઓછો સ્કોર 73 રન છે. સ્પિનરો અહીં વધુ કડક બોલિંગ કરી રહ્યા છે. આ મેદાન પર સ્પિનરોનો ઈકોનોમી રેટ 4.79 અને ફાસ્ટ બોલરોનો ઈકોનોમી રેટ 5.03 છે. પહેલા અને પછી બેટિંગ કરતી ટીમ માટે પિચનું વર્તન સમાન રહ્યું છે.
હવામાન પેટર્ન: શુક્રવારે અહીં વાદળછાયું વાતાવરણ રહેશે. પવન પણ ફૂંકાશે. એટલે કે બોલરોને થોડી મદદ મળશે. તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. અહીં વરસાદની કોઈ શક્યતા નથી.
ટીમ ઈન્ડિયા સંભવિત પ્લેઈંગ-11: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
ન્યુઝીલેન્ડના સંભવિત પ્લેઈંગ-11: ફિન એલન, ડેવન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.
ભારતીય ટીમ આવતીકાલથી ઓકલેન્ડ ઇડન પાર્કમાં પ્રથમ વનડે મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ વખતે રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કમાન અનુભવી ખેલાડી શિખર ધવન સંભાળી રહ્યો છે. આ પહેલી ટી20 સીરીઝની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાએ કરી હતી.
વૉશિંગટન સુંદર અને સંજૂ સેમસન વચ્ચે ફસાયો પેચ
પહેલી વનડે મેચમાં શિખર ધવન માટે પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવી મોટી મુશ્કેલી બની ગઇ છે. વૉશિંગટન સુંદર અને સંજૂ સેમસનમાંથી કોઇ એકને મોકો મળી શકે છે. કારણ કે ટીમની પાસે શાર્દૂલ ઠાકુર અને દીપક ચાહર છે, જે બેટિંગ કરી શકે છે, આ ઉપરાંત અર્શદીપ સિંહની સાથે સાથે ઉમેરાન મલિકને મોકો મળી શકે છે, સ્પીનર તરીકે યુજવેન્દ્ર ચહલને મોકો મળી શકે છે.