IND vs NZ: હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે રમાઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 349 રન બનાવ્યા હતા. ઓપનર શુબમન ગિલે 208 રનની ઈનિંગ રમી હતી. તેણે 149 બોલની ઈનિંગમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગા માર્યા હતા.


ગિલ સિવાય અન્ય બેટ્સમેનો નિષ્ફળ


ગિલ સિવાય ભારતના અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. કોઈ બેટ્સમેને 35 રનને પાર થઈ શક્યું નહોતું. રોહિત શર્માં 38 બોલમાં 34 રન, વિરાટ કોહલી 10 બોલમાં 8 રન, ઈશાન કિશન 14 બોલમાં 5 રન અને સૂર્યકુમાર યાદવ 26 બોલમાં 31 રન, હાર્દિક પંડ્યા 38 બોલમાં 28 રન બનાવી આઉટ થયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી શિપ્લેએ 74 રનમાં 2, ડેરિલ મિચેલે 30 રનમાં 2, લોકી ફર્ગ્યુસને 77 રનમાં 1, ટિકનરે 69 રનમાં 1 અને સેન્ટરને 56 રનમાં 1 વિકેટ લીધી હતી.


બ્રસવેલે છેક સુધી ભારતીયોના શ્વાસ કર્યા અદ્ધર


ભારતે મેચ જીતવા આપેલા 350ના ટાર્ગેટનો પીછો કરતી વખતે ન્યુઝીલેન્ડની ટીમ 49.2 ઓવરમાં 337 રન બનાવી ઓલઆઉટ થતાં ભારતનો 12 રને રોમાંચક વિજય થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી બ્રેસલવેલે 78 બોલમાં 140 રન અને સેન્ટરનરે 45 બોલમાં 57 રન બનાવ્યા હતા. બંનેએ સાતમી વિકેટ માટે 162 રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ કરી હતી. ભારત તરથી મોહમ્મદ સિરાજે 46 રનમાં 4 વિકેટ, શમીએ 69 રનમાં 1 વિકેટ, હાર્દિક પંડ્યાએ 70 રનમાં 1 વિકેટ, કુલદીપ યાદવે 43 રનમાં 2 વિકેટ તથા શાર્દુલ ઠાકુરે 54 રનમાં બે વિકેટ લીધી હતી.


જાણો કોઈ છે માઈકલ બ્રેસવેલ



  • માઈકલ બ્રેસવેલનો જન્મ 14 ફેબ્રુઆરી, 1991ના રોજ થયો છે. તે 31 વર્ષીય માઈકલ બ્રેસવેલને આઈપીએલ 2023ની મીની ઓકશનમાં કોઈએ ખરીદ્યો નહોતો. તેની બેસ પ્રાઇસ એક કરોડ રૂપિયા હતી.

  • પૂર્વ ટેસ્ટ ક્રિકેટર બ્રેંડન તથા જોન બ્રેસવેલનો ભત્રીજો છે. ઉપરાંત કોમેડિયન મેલાની બ્રેસવેલને પિતરાઈ ભાઈ છે. ડગ બ્રેસવેલ પણ ક્રિકેટર છે અને તે વન ડે સીરિઝમાં પણ ન્યુઝીલેન્ડની ટીમનો હિસ્સો છે. 

  • માઇકલ બ્રેસવેલે 5 વર્ષની વયે જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ખાસ વાત એ છે કે તેણે કરિયરની શરૂઆત એડમ ગિલક્રિસ્ટની જેમ ઓર્ડરના વિકેટકિપર બેટ્સમેન તરીકે હતી પરંતુ બાદમાં તેણે વિકેટકિપિંગ છોડીને ઓફ સ્પિન પર ધ્યાન કેન્દ્રીત કર્યુ અને બેટિંગ ઓલરાઉન્ડર બન્યો.

  • માઇકલ બ્રેસવેલે માર્ચ 2022માં નેધરલેન્ડ સામે ન્યુઝીલેન્ડની ટીમમાં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. બે મહિના બાદ તે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં પસંદ કરાયો હતો.

  • માઇકલ બ્રેસવેલે અત્યાર સુધીમાં 4 ટેસ્ટ, 17 વન ડે અને 13 ટી20 ઈન્ટરનેશન રમ્યો છે.