Ind vs NZ 1st T20 Match Live: ન્યૂઝિલેન્ડ સામે પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટે વિજય, સૂર્યકુમાર યાદવના 62 રન

Ind vs NZ 1st T20 International, Jaipur: રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની આ ટીમમાં બે સ્પિનરો અને ત્રણ ઝડપી  બોલરોને સ્થાન અપાયું છે.  

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 17 Nov 2021 10:43 PM
ભારતે 1-0ની લીડ મેળવી

ન્યૂઝિલેન્ડે માર્ટીન ગુપ્ટીલના 70 અને માર્ક ચેપમેનના 63 રનની મદદથી છ વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ સૂર્યકુમાર યાદવના 62 રન અને રોહિત શર્માના 48 રનની મદદથી પાંચ વિકેટ ગુમાવી 166 રન કરી મેચ જીતી લીધી હતી. ઋષભ પંતે 17 બોલમાં અણનમ 17 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.

ભારતનો વિજય

જયપુરઃ ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. 19મી ઓવરના ચોથા બોલ પર ઋષભ પંતે ચોગ્ગો મારીને ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો. એક સમયે ટીમ ઇન્ડિયા સરળતાથી મેચ જીતી જશે તેવું લાગતું હતું પરંતુ ન્યૂઝિલેન્ડના બોલરોએ શાનદાર દેખાવ કરી મેચને રોમાંચક તબક્કામાં લાવી દીધી હતી. ભારત તરફથી રોહિત શર્મા 48 અને સૂર્યકુમાર યાદવ 62 રન બનાવી ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

રોહિત શર્મા આઉટ

ટીમ ઇન્ડિયાને બીજો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા 48 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઇન્ડિયા બે વિકેટના નુકસાન પર 109 રન બનાવી લીધા છે. સૂર્ય કુમાર યાદવ 40 રન બનાવી રમતમાં છે.

ભારતે ગુમાવી પ્રથમ વિકેટ

ટીમ ઇન્ડિયાએ પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે. લોકેશ રાહુલ 15 રન પર મિશેલ સેન્ટનરનો શિકાર બન્યો હતો.

ગુપ્ટીલના 70 રન

પ્રથમ ટી-20 મેચમાં ન્યૂઝિલેન્ડે ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝિલેન્ડ તરફથી સૌથી વધુ માર્ટીન ગુપ્ટિલે 70 રન ફટકાર્યા છે. તે સિવાય ચેપમેને 63 રનની આક્રમક ઇનિંગ રમી હતી.


ટિમ સિફર્ટે 12. રચિન રવિન્દ્રએ સાત રન બનાવ્યા હતા. મિશેલ સેન્ટનર ચાર બનાવી અણનમ રહ્યો હતો. ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ ખાતુ ખોલ્યા વિના આઉટ થયા હતા. ભારત તરફથી ભૂવનેશ્વર કુમાર અને આર.અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી. તે સિવાય મોહમ્મદ સિરાજ અને દીપક ચહકે એક-એક વિકેટ ઝડપી હતી.

અશ્વિને ઝડપી બે વિકેટ

આર.અશ્વિને ટીમ ઇન્ડિયાને બે સફળતા અપાવી હતી. અશ્વિને ચેપમેનને 63 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. ત્યારબાદ અશ્વિને ફિલિપ્સને શૂન્ય રન પર પેવેલિયન ભેગો કર્યો હતો. ન્યૂઝિલેન્ડે ત્રણ વિકેટ ગુમાવી 110 રન બનાવી લીધા છે.

વેંકટેશ ઐય્યરે કર્યું ડેબ્યુ

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્મા ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ તરફથી વેંકટેશ ઐય્યરે ડેબ્યૂ કર્યું હતું.

પિચ રિપોર્ટ

જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં અત્યાર સુધી એકપણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ નથી. જોકે, આ મેદાન પર આઇપીએલની કેટલીય મેચો રમાઇ છે. આ પિચ પર હાઇ સ્કૉરિંગ મેચ જોવા મળી શકે છે. આ મેદાન પર પહેલા બૉલિંગ કરનારી ટીમને ફાયદો થવાની પુરેપુરી સંભાવના છે. પિચ રિપોર્ટ પરથી માની શકાય કે સવાઇ માનસિહ સ્ટેડિયમમાં પહેલી ટી20 મેચમાં જે ટીમ ટૉસ જીતશે તે પહેલા બેટિંગ કરવાનુ પસંદ કરશે, કેમ કે પહેલા બેટિંગ માટે ખુબ અનુકુળ લાગી રહી છે, જ્યારે બીજા ફેક્ટરની વાત કરીએ તો આ મેચમાં એક મોટી હાઇ સ્કૉરિંગ મેચ બનવાની પુરેપુરી શક્યતા છે, એટલે કે આજે મેચમાં રનોના ઢગલા થઇ શકે છે. 

બ્રેકગ્રાઉન્ડ

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ રમાશે, સાંજે 7 વાગે બન્ને ટીમો જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. બન્ને ટીમોની ખાસિયત તેમના કેપ્ટનો છે, કેમ કે બન્ને ટીમમાં જુના કેપ્ટનો નથી રહ્યાં, ન્યૂઝીલેન્ડની કમાન ટિમ સાઉથીના હાથમાં છે તો ભારતની કમાન રોહિત શર્માના હાથમાં છે. પરંતુ આ બધાની વચ્ચે એક રિપોર્ટ મળી રહ્યાં છે કે ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં કેટલાક નવા ખેલાડીઓને મોકો આપવામાના મૂડમાં છે. આ લિસ્ટમાં બે ખેલાડીઓ સૌથી ઉપર છે, એક વેંકેટેશ અય્યર અને બીજો હર્ષલ પટેલ છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.