IND vs NZ, 1st Test, Day 4 Stumps: ચોથા દિવસની રમત પૂર્ણ, ભારતને અંતિમ દિવસે 9 વિકેટની જરૂર

IND vs NZ 1st Test Kanpur: ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઈનિંગની 49ની લીડ બાદ બીજા દાવમાં 1 વિકેટ ગુમાવી 14 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા 9 અને મયંક અગ્રવાલ 4 રને રમતમાં હતા.

gujarati.abplive.com Last Updated: 28 Nov 2021 04:35 PM
ચોથા દિવસની રમત પૂર્ણ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી ચોથા દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડે 1 વિકેટના નુકસાન પર 4 રન બનાવ્યા છે. અશ્વિને યંગને 2 રને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. લાથમ 2 અને નાઈટ વોચમેન સોંમેરવિલે 0 રને રમતમાં છે. અંતિમ દિવસે ભારતને મેચ જીતવા 9 વિકેટની જરૂર છે. જ્યારે ન્યૂઝીલેન્ડે મેચ જીતવા 280 રનની જરૂર છે. 





ન્યૂઝીલેન્ડને જીતવા 284 રનનો ટાર્ગેટ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારતે 7 વિકેટના નુકસાન પર 234 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. પ્રથમ ઈનિંગની 49 રનની લીડ મળીને ન્યૂઝીલેન્ડને જીતવા 284 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે સર્વાધિક 65 રન બનાવ્યા હતા. સાહા 61 અને અક્ષર પટેલ 28 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. અશ્વિને 32 રન અને પૂજારાએ 22 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથી અને જેમિસને 3-3 વિકેટ લીધી હતી.

80 ઓવર પૂરી

80 ઓવરના અંતે ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 225 રન છે. કુલ લીડ 274 રન પર પહોંચી છે. સાહા 54 અને અક્ષર પટેલ 27 રને રમતમાં છે,. 2007 બાદ પ્રથમ વખત ભારતે છ્ઠી, સાતમી અને આઠમી વિકેટ માટે 50 કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરી છે.





કુલ લીડ 250 રનને પાર

72.1 ઓવરના અંતે ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 202 રન છે. આ સાથે ભારતની કુલ લીડ 251 રન પર પહોંચી છે. સાહા 43 અને અક્ષર પટેલ 14 રને રમતમાં છે.

અય્યરની ઈનિંગનો અંત

ટી બ્રેક પહેલા અય્યર 65 રન બનાવી આઉટ થયો હતો. ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 167 રન છે. કુલ લીડ 216 રન પર પહોંચી છે. સાહા 22 રને રમતમાં છે.





અય્યરને રેકોર્ડ

શ્રેયસ અય્યર ટેસ્ટ ડેબ્યૂ પ્રવેશ વખતે સદી અને અડધી સદી મારનાર ત્રીજો ભારતીય ક્રિકેટર બન્યો હતો. 1933-34માં દિલાવર હુસૈને કોલકાતામાં ઈંગ્લેન્ડ સામે 59 અને 57 રન બનાવ્યા હતા. જે બાદ 1970-71માં સુનીલ ગાવસ્કરે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 65 અને 67 નોટ આઉટ રનની ઈનિંગ રમી હતી. 2021-22માં ન્યૂઝીલેન્ડ સામે કાનપુરમાં અય્યરે પ્રથમ ઈનિંગમાં 105 રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં 55 રને રમી રહ્યો છે.

150 રનને પાર ટીમ ઈન્ડિયા

ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 151 રન છે. આ સાથે ભારતની કુલ લીડ 200 રન પર પહોંચી ગઈ છે. શ્રેયસ અય્યર 50 અને સાહા 21 રને  રમતમાં છે.

લંચ સુધીમાં ગુમાવી ચાર વિકેટ

ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે બીજી ઈનિંગમાં લંચ સમચે 5 વિકેટ ગુમાવીને 84 રન બનાવી લીધા છે. આજના સત્રમાં ભારતે 4 મહત્વની વિકેટ ગુમાવી હતી. ભારતની કુલ લીડ 133 રન પર પહોંચી છે. અય્યર 18 અને અશ્વિન 20 રને રમતમાં છે.





ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી

ટીમ સાઉથીએ એક જ ઓવરમાં મયંક અગ્રવાલ અને જાડેજાને આઉટ કરતાં ભારતે 51 રન પર 5 વિકેટ ગુમાવી દીધી છે. હાલ શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિન રમતમાં છે.

કુલ લીડ 100 રન

ભારતની કુલ લીડ 100 પર પહોંચી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 51 રન છે. મયંક અગ્રવાલ 17 અને શ્રેયસ અય્યર 6 રને રમતમાં છે. વાઇસ કેપ્ટન પૂજારા અને કેપ્ટન રહાણે પેવેલિયન પરત ફર્યા છે.

પૂજારા આઉટ

ભારતે બીજી વિકેટ ગુમાવી દીધી છે. પૂજારા 22 રન બનાવી જેમિસનની ઓવરમાં આઉટ થયો હતો. ભારતની કુલ લીડ 81 રન પર પહોંચી છે.

ત્રીજા દિવસે ભારતને મળી 49 રનની લીડ, ન્યૂઝીલેન્ડ 296 રનમાં ઓલઆઉટ, અક્ષર પટેલની 5 વિકેટ

ત્રીજા દિવસની રમતના અંતે ભારતે 1 વિકેટ ગુમાવી 14 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા 9 અને મયંક અગ્રવાલ 4 રને રમતમાં હતા. ગિલ 1 રન બનાવી જેમિસનની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ સાથે જેમિસને ટેસ્ટમાં 50મી વિકેટ ઝડપી હતી. તે ન્યૂઝીલેન્ડ તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બન્યો હતો. જેમિસને 9મી ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. તેની પહેલા શેન બોન્ડે 12 ટેસ્ટમાં 50 વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ રન બનાવી ઓલઆઉટ થતાં ભારતને 49 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે 95 રન અને વિલ યંગે 89 રન બનાવ્યા હતા. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 151 રનની પાર્ટનરશિર કરી હતી. તે સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યા નહોતા. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 2 જાડેજા, અશ્વિન અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી.

બીજા દિવસે ન્યૂઝીલેન્ડનો દબદબો

ન્યૂઝીલેન્ડનાં યંગ (૭૫ રન, ૧૮૦ બોલ, ૧૨  ચોગ્ગા) અને લાથમે (૫૦ રન, ૧૬૫ બોલ, ચાર ચોગ્ગા) પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે  ૧૨૯ રનની અણનમ ઓપનિંગ ભાગીદારી કરી હતી. ભારત ગઈકાલના ૪ વિકેટે ૨૫૮ રનથી આગળ રમતા ધાર્યા પ્રમાણેનો મોટો સ્કોર મોટો સ્કોર બનાવે તેમ લાગતું હતું પણ પ્રથમ ઇનિંગમાં ૩૪૫ રને ઓલ આઉટ થયું હતું. એટલેકે  બીજા દિવસે ભારતે વધુ ૮૭ રન જ ઉમેરી છ વિકેટ ગુમાવી હતી. ભારત માટે શ્રેયસ ઐયરે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમતા સદી ફટકારી  હતી.

પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવાર બે ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થયો છે. કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 4 વિકેટના નુકસાન પર 258 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 50 અને ડેબ્યૂમેન શ્રેયસ અય્યર 75 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેમિસને 3 અને સાઉથીએ 1 વિકેટ લીધી હતી.

બ્રેકગ્રાઉન્ડ

IND vs NZ, 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરના ગ્રીનપાર્કમાં રમાતી પ્રથમ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ભારતની નજર મોટી લીડ પર રહેશે.


ભારતની ટીમ


ભારત મેચમાં ત્રણ સ્પીનર્સ સાથે ઉતર્યું છે. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ


ન્યૂઝીલેન્ડની ટીમ


ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચિન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમેરવિલે

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.