IND vs NZ 2nd ODI Score: બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો આઠ વિકેટે વિજય, ન્યૂઝીલેન્ડ સામે જીતી સીરિઝ

IND vs NZ 2nd ODI Score Live: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે રમાઇ રહી છે, આજે રાયપુરના ગ્રાઉન્ડ પર બન્ને ટીમો, એક સીરીઝ જીતવા તો બીજી સીરીઝ બચાવવા પ્રયાસ કરશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Jan 2023 06:29 PM
બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો વિજય

ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. કેપ્ટન રોહિત શર્માની 51 રનની ઇનિંગ અને શુભમન ગિલના અણનમ 40 રનની મદદથી ભારતે આ આસાન વિજય નોંધાવ્યો હતો. 3 મેચની સીરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ થઈ ગઈ છે અને સીરીઝ જીતી લીધી છે.

રોહિત-ગીલ ક્રિઝ પર, 10 ઓવર પુરી

10 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર વિના વિકેટે 52 રન પર પહોંચી ગયો છે. અત્યારે કેપ્ટન રોહિત શર્મા 40 બૉલમાં 40 રન બનાવીને રમી રહ્યો છે, આ દરમિયાન તેને 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે ગીલે 20 બૉલમાં 14 રન બનાવી લીધા છે, ગીલ પણ 2 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે.

ટીમ ઇન્ડિયાના 50 રન પુરા

ભારતીય ટીમના 50 રન પુરા થઇ ચૂક્યા છે. 9.4 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 51 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર રોહિત શર્મા 37 રન અને 14 રન બનાવીને રમી રહ્યાં છે.

ભારતની બેટિંગ શરૂ

109 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની બેટિંગ શરૂ થઇ ચૂકી છે, કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ ક્રિઝ પર છે, 5 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર વિના વિકેટે 24 રન પર પહોંચ્યો છે. અત્યારે રોહિત 18 અને ગીલ 6 રન બનાવીને રમી રહ્યાં છે.

કીવી ટીમ માત્ર 108 રનમાં ઓલઆઉટ

ટૉમ લાથમના નેતૃત્વ વાળી કીવી ટીમે ભારતીય બૉલરો સામે ધૂંટણી બેસી ગઇ હતી. શરૂઆતમાં જ માત્ર 9 રનમાં ત્રણ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. બાદમાં એક પછી એક વિકેટો પડવાનો સિલસિલો યથાવત રહ્યો અને કોઇપણ બેટ્સમેન ડબલ ફિગરને ન હતો પહોંચી શક્યો. ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર 3 બેટ્મસેનો જ ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા, જેમાં ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા, આ સિવાય માઇકલ બ્રાસવેલ 22 રન અને મિશેલ સેન્ટનર 27 રન બનાવી શક્યા હતા. ઓવરઓલ ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરની વનડેમાં માત્ર 34.3 ઓવરોનો સામનો કર્યો અને 108 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. 

ભારતીય બૉલરોનો તરખાટ

ભારતીય બૉલરોની વાત કરીએ તો, મેચમાં ટીમ ઇન્ડિયાના બૉલરોએ ફરી એકવાર તરખાટ મચાવતી બૉલિંગ કરી હતી. ભારત તરફથી સૌથી વધુ મોહમ્મદ શમીએ 3 વિકેટો ઝડપી હતી, શમી 6 ઓવરમાં 1 મેડન સાથે 18 રન આપીને 3 વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 6 ઓવરમાં 3 મેડન સાથે 16 રન આપીને 2 વિકેટો ઝડપી હતી, જ્યારે વૉશિંગટન સુંદરે 3 ઓવરમાં 1 મેડન સાથે 7 રન આપીને 2 વિકેટો પોતાના નામે કરી હતી. ટીમ ઇન્ડિયામાં આ ઉપરાંત સિરાજ, શાર્દૂલ અને કુલદીપને 1-1 વિકેટો મળી હતી.

ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા આપ્યો 109 રનોનો ટાર્ગેટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રમાઇ રહેલી બીજી વનડેમાં કીવી ટીમનો જોરદાર ધબડકો જોવા મળ્યો છે. કીવી ટીમ બીજી વનડેમાં નિર્ધારિત 50 ઓવર પુરી ના શકી અને માત્ર 34.3 ઓવરોમાં 108 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં ભારતીય બૉલરોનો તરખાટ જોવા મળ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટો ઝડપી હતી.

ગ્લેન ફિલિપ્સ આઉટ

કીવી ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે, ક્રિઝ પર એક છેડે ટકીને રમી રહેલો ગ્લેન ફિલિપ્સ આઉટ થઇ ગયો છે. વૉશિંગટન સુંદરે ફિલિપ્સને 36 રનના (52) અંગત સ્કૉર પર સૂર્યકુમાર યાદવના હાથમાં ઝીલાવી દીધો છે. 32 ઓવરના અંતે કીવી ટીમનો સ્કૉર 8 વિકેટના નુકશાને 103 રન પર પહોંચ્યો છે.

ફાસ્ટ બૉલરોનો તરખાટ દેખાયો

રાયપુરની પીચ પર ફાસ્ટ બૉલરોનો તરખાટ જોવા મળ્યો છે, ભારત તરફથી ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ અત્યાર સુધી કુલ 6 ઓવરના સ્પેલમાં 1 મેડલ સાથે 18 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી છે, તો બીજા નંબર પર હાર્દિક પંડ્યા છે, હાર્દિકે 6 ઓવરમાં 3 મેડન અને 16 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકૂરને 1-1 વિકેટો મળી છે.

ન્યૂઝીલેન્ડનો સ્કૉર 100 રનને પાર

કીવી ટીમનો સ્કૉર 100 રનને પાર થઇ ચૂક્યો છે. 30.1 ઓવરના અંતે કીવી ટીમનો સ્કૉર 7 વિકેટના નુકશાને 103 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર ગ્લેન ફિલિપ્સ 36 રન અને હેનરી શિપ્લી 0 રન બનાવીને રમી રહ્યાં છે. 

ન્યૂઝીલેન્ડના 50 રન પુરા

19 ઓવર બાદ કીવી ટીમના 50 રન પુરા થઇ ગયા છે, કીવી ટીમે અત્યારે 6 વિકેટના નુકશાને 56 રન બનાવી લીધા છે, અત્યારે ક્રિઝ પર ગ્લેન ફિલિપ્સ 17 રન અને મિશેલ સેન્ટનર 0 રન બનાવીને રમી રહ્યાં છે.

ભારતને છઠ્ઠી સફળતા, બ્રાસવેલ આઉટ

ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ કીવી ટીમના ધાતક બેટ્સમેન માઇકલ બ્રાસવેલને આઉટ કરી દીધો છે. શમીએ બ્રાસવેલને 22 રનના (30) અંગત સ્કૉર પર ઇશાન કિશનના હાથમાં ઝીલાવી દીધો છે. 

15 ઓવર બાદ ન્યૂઝીલેન્ડ

15 ઓવરના અંતે કીવી ટીમનો સ્કૉર 5 વિકેટના નુકશાને 33 રન પર પહોંચ્યો છે, અત્યારે ક્રિઝ પર ગ્લેન ફિલિપ્સ અને બ્રાસવેલ રમી રહ્યા છે. ગ્લેન ફિલિપ્સે 12 રન (15) અને માઇકલ બ્રાસવેલ 5 રન (14) બનાવ્યાછે.

11 ઓવર બાદ કીવી ટીમ

11 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ ટીમનો ટૉપ ઓર્ડર ધરાશાયી થઇને પેવેલિયન ભેગો થઇ ગયો છે. શરૂઆતનાં પાંચ મહત્વના બેટ્સમેનો સિંગલ ડિજીટમાં જ આઉટ થઇ ગયા છે. અત્યારે 11 ઓવર બાદ કીવીનો સ્કૉર 5 વિકેટના નુકશાને 15 રન પર પહોંચ્યો છે, ક્રિઝ પર બ્રેસવેલ અને ફિલિપ્સ બન્ને શૂન્ય રન બનાવીને રમી રહ્યા છે.

અડધી ટીમે પેવેલિયન ભેગી

ફિન એલન - 0 રન (મોહમ્મદ શમી) 
ડેવૉન કૉન્વે - 7 રન (હાર્દિક પંડ્યા)
હેનરી નિકોલસ - 2 રન (મોહમ્મદ સિરાજ)
ડેરિલ મિશેલ - 1 રન (મોહમ્મદ શમી)
ટૉમ લાથમ - 1 રન (શાર્દૂલ ઠાકુર)

15 રનમાં અડધી ટીમે પેવેલિયન ભેગી

ભારતીય બૉલરોએ રાયપુરના મેદાન પર તરખાટ મચાવી દીધો છે, નંબર વન વનડે ટીમની અડધી ટીમ માત્ર 15 રનમાં આઉટ થઇને પેવેલિયન ભેગી થઇ ચૂકી છે. 

કીવી ટીમનો ધબડકો 

ન્યૂઝીલેન્ડ ટીમનો બીજી વનડેમાં એક પછી એક વિકેટો પડવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે, 10 રનની અંદર 3 વિકેટો ગુમાવી દીધી છે, મોહમ્મદ શમીએ ડેરિલ મિશેલને 1 રન (3)માં આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો છે. કીવી ટીમ અત્યારે 6.1 ઓવરમાં 9 રનના સ્કૉર પર 3 વિકેટો ગુમાવી ચૂકી છે.

ભારતને બીજી સફળતા

મોહમ્મદ સિરાજે ભારતીય ટીમને બીજી સફળતા અપાવી છે, સિરાજે હેનરી નિકૉલસને 2 રને (20) શુભમન ગીલના હાથમાં ઝીલાવી દીધો છે. 6 ઓવરના અંતે કીવી ટીમનો સ્કૉર 2 વિકેટના નુકશાને 9 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર ડેવૉન કૉન્વે 2 રન અને ડેરિલ મિશેલ 1 રન બનાવીને રમી રહ્યા છે. 

ભારતને પ્રથમ સફળતા

ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી છે, ટીમ ઇન્ડિયાને પહેલી જ ઓવરમાં ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ વિકેટ અપાવી છે, શમીએ કીવી ઓપનર ફિન એલનને શૂન્ય રને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઇશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન

ફિન એલન, ડેવૉન કૉન્વે, હેનરી નિકોલસ, ડેરિલ મિશેલ, ટૉમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપ્લી, લૂકી ફર્ગ્યૂસન, બ્લેયર ટિકનેર.

ભારતે ટૉસ જીત્યો, કરશે બૉલિંગ

રાયપુર વનડેમાં ભારતીય ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, બન્ને ટીમોમાં આજે કોઇ ફેરફાર નથી કરવામા આવ્યો, બન્ને ટીમો પ્રથમ વનડેની પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી છે. 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેડ ટૂ હેડ આંકડા

ભારત અને ન્યૂઝીલેન્ડ ટીમની વનડે ફૉર્મેટમાં હાર જીત અને મેચોની વાત કરીએ તો, બન્ને ટીમો વનડેમાં અત્યારે સુધી 114 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ 56 મેચો જીતી છે, જ્યારે કીવી ટીમને 50 મેચોમાં જીત હાંસલ થઇ છે. જોકે, બન્ને ટીમો વચ્ચેની 7 મેચોનુ પરિણામ આવી શક્યુ નથી, અને એક મેચ ટાઇ રહી છે.


ભારતે ઘરઆંગણે 27 મેચો જ્યારે ન્યૂઝીલેન્ડે પણ પોતાના ઘરેલુ મેદાન પર 26 વનડે મેચોમાં જીત મેળવી છે. ટીમ ઇન્ડિયાએ આ દરમિયાન ઘરની બહાર 14 વનડે પોતના નામે કરી છે. ન્યૂટ્રલ વેન્યૂ પર ભારતને 15 વનડેમાં જીત માંળી છે, તો વળી કીવી ટીમના ખાતામાં 16 જીત નોંધાયેલી છે. 


 

રાયપુર જીતવા ટીમ ઇન્ડિયા તૈયાર

રાયપુર વનડે જીતવા માટે ટીમ ઇન્ડિયાએ તૈયારીઓ પુરી કરી લીધી છે. બીસીસીઆઇએ ગ્રાઉન્ડની એક તસવીર શેર કરી છે...... 


 





જાણો કેવું રહેશે આજે રાયપુરનું હવામાન -

રાયપુરના હવામાનની વાત કરીએ તો, હવામાન વિભાગ અનુસાર, આજે એટલે કે 21 જાન્યુઆરી 2023ના દિવસે રાયપુરમાં ઠંડી રહેશે. અહીં દિવસમાં તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાનુ અનુમાન છે. રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો નોંધાશે અને પારો ઘટીને 19 ડિગ્રીની અંદર જઇ શકે છે.


જોકે, આજે રાયપુરના વાતાવરણને લઇને કહેવાશે કે આજે અહીં વરસાદની સંભાવના નહીંવત છે, એટલે કે વરસાદી વિઘ્ન નહીં રહે. આનાથી આશા રાખી શકાય કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે પુરેપુરી રીતે રમાશે. 

કેવો છે રાયપુરની પીચનો મિજાજ - 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી વનડે મેચ રાયુપરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ગ્રાઉન્ડ પરની પીચની વાત કરીએ તો અહીંની પીચ બેટિંગ અને બેટ્સમેનો માટે ખુબ સારી છે. અહીંની પીચ ટી20 મેચો જેવી હશે, અહીં એવરેજ 170 રન બન્યા હતા. પરંતુ વનડે માટે અહીં પીચ આજની મેચ બાદ ખબર પડશે. માનવામાં આવી રહ્યું છે કે, અહીંની પીચ ટી20ની જેમ મોટા સ્કૉર માટે અનુકુળ રહેશે.


પીચના મિજાજને લઇને કહીએ તો, અહીં જેમ જેમ રમત આગળ વધશે, તેમ તેમ પીચ ધીમી થઇ શકે છે. જેનો અર્થ એ છે કે, અહીં ફાસ્ટ બૉલરોની અપેક્ષા કરતાં સ્પીનર્સ કારગર સાબિત થઇ શકે છે. સ્પીનર બૉલર મેચ દરમિયાન ધીમા અને કટર જેવા બૉલનો ઉપયોગ કરીને હાવી બની શકે છે. ટૉસની વાત કરીએ તો અહીં ટૉસ જીતનારી ટીમ રણનીતિ અનુસાર પહેલા બેટિંગ કરવા માંગશે, પહેલા બેટિંગ કરીને મોટો સ્કૉર કરી દેશે અને બાદમાં બેટિંગ કરનારી ટીમ પર સ્પીનર્સ દ્વારા દબાણ બનાવી શકે છે.

ભારતીય વનડે ફૂલ સ્ક્વૉડ - 

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શ્રીકર ભરત (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાહબાજ અહેમદ, શુભમન ગીલ,, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક, વૉશિંગટન સુંદર, સૂર્યકુમાર યાદવ.

ન્યૂઝીલેન્ડની વનડે ફૂલ સ્ક્વૉડ -

ટૉમ લાથમ (કેપ્ટન), ફિન એલન, ડગ બ્રાસવેલ, માઇકલ બ્રાસવેલ, માર્ક ચેપમેન, ડેવૉન કૉન્વે (વિકેટકીપર), જેકૉબ ટફી, લૉકૂ ફર્ગ્યૂસન, એડમ મિલ્ને, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ, ગ્લેન ફિલિપ્સ (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, હેનરી શિપ્લે, ઇશ સોઢી.

કઇ ચેનલ પર જોઇ શકાશે બીજી વનડે મેચનું લાઇવ પ્રસારણ ?

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી બીજી વનડે મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત ડીડી સ્પૉર્ટ્સ પર પણ મેચનુ લાઇવ પ્રસારણ જોઇ શકાશે. જે યૂઝર્સની પાસે હૉટસ્ટારનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ માણી શકશે. આ ઉપરાંત મેચનું પળેપળનુ અપડેટ તમે https://gujarati.abplive.com/ પરથી પણ જોઇ શકો છો.

ક્યારે રમાશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ ?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ 20 જાન્યુઆરીએ રમાશે. ભારત-ન્યૂઝીલેન્ડની વચ્ચે બીજી વનડે મેચ છત્તીસગઢના રાયપુર ખાતે આવલા શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી વનડે મેચ ભારતીય સમયાનુસાર, બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, મેચના અડધા કલાક પહેલા એટલે કે 1 વાગે ટૉસ થશે.

ભારતીય ટીમ પહેલાથી બનાવી ચૂકી છે લીડ

કીવી ટીમ સામે રમાઇ રહેલી ત્રણ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ પહેલી વનડે મેચ જીતીને સીરીઝ પર 1-0થી પહેલાથી લીડ બનાવી ચૂકી છે. રોહિત શર્મા આજે સીરીઝ કબજે કરવાના પ્રયાસે મેદાનમાં ઉતરશે. હૈદરાબાદ વનડેમાં ભારતીય ટીમે કીવી ટીમે 12 રનોથી હાર આપી હતી. 

બીજી વન-ડે અગાઉ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો

હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં સ્લો ઓવર રેટ બદલ ટીમ ઇન્ડિયાને આઇસીસીએ દંડ ફટકાર્યો હતો. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 12 રને જીત મેળવી હતી. આ મેચમાં સ્લો ઓવર રેટના કારણે ભારતીય ટીમ પર આ દંડ ફટકારવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચમાં ભારતે ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. આ બાબતને ધ્યાનમાં લેતા મેચ રેફરી જવાગલ શ્રીનાથે ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ ફટકાર્યો હતો. 

ઉમરાન મલિકની વાપસી નક્કી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે પહેલા સમાચાર છે કે, ટીમમાં એક ફેરફાર થઇ શકે છે. રિપોર્ટ છે કે, આજની બીજી વનડેમાં રોહિત શર્મા યુવા ફાસ્ટ બૉલ ઉમરાન મલિકને મોકો આપી શકે છે. આજની મેચમાં શાર્દૂલ ઠાકુરનુ ટીમમાંથી બહાર રહેવુ લગભગ નક્કી છે જ્યારે ઉમરાન મલિકને મોકો આપવામાં આવી શકે છે. આજની પ્લેઇંગ ઇલેવનમાં ફરીથી ઉમરાનની વાપસી થઇ શકે છે.  

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન -

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, ઉમરાન મલિક, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 

ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (C & WK), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલે, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર 

કીવી ટીમ ભારતીય જમીન પર ક્યારેય નથી જીતી શકી વનડે સીરીઝ

ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય કીવી ટીમ ભારતમાં વનડે સીરીઝી જીતી નથી શકી. ન્યૂઝીલેન્ડને ભારતની ધરતી પર પહેલી વનડે સીરીઝ જીતવાનો ઇન્તજાર છે, કીવી ટીમ અત્યાર સુધી ભારતીય જમીન પર 6 વાર દ્વીપક્ષીય સીરીઝ રમી ચૂકી છે, પરંતુ એકવાર પણ જીત હાંસલ નથી થઇ શકી, દર વખતે હાર જ મળી છે.  ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની વાત કરીએ તો કીવી ટીમ વર્ષ 1988-89 માં પહેલીવાર ભારતમાં વનડે સીરીઝ રમવા આવી હતી, છેલ્લા 34 વર્ષમાં ન્યૂઝીલેન્ડ ટીમ 6 વાર ભારતની ટૂર કરી ચૂકી છે પરંતુ જીત નથી મળી, કીવી ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2003-04 માં રહ્યું. ત્યારે કીવી ટીમ ત્રિકોણીય સીરીઝની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં ટીવીએસ કપનો ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ન્યૂઝીલેન્ડ ટીમ ઇતિહાસ બદલવા માંગશે. 

નંબર વન ટીમ માટે 'કરો યા મરો' મેચ

ન્યૂઝીલેન્ડની ટીમ અત્યારે આઇસીસી વનડે રેન્કિંગમાં નંબર વન ટીમ છે, અને ટીમ અત્યારે ફૂલ ફૉર્મમાં પણ છે, પરંતુ ત્રણ મેચોની વનડે સીરીઝમાં પ્રથમ મેચ હાર્યા બાદ નંબર વન ટીમ માટે આજની રાયપુર વનડે કરો યા મરો મેચ બની ગઇ છે. આજની મેચ કીવી ટીમને સીરીઝ બચાવવા જીતવી ખુબ જરૂરી છે. તો વળી, સામે ભારતીયી ટીમ પહેલી મેચ જીતીને સીરીઝ પર 1-0થી લીડ બનાવી ચૂકી છે. જોકે, ખાસ વાત છે કે, આ વખતે કીવી ટીમમાં રેગ્યુલર કેપ્ટન કેન વિલિયમસન નથી પરંતુ ટીમની આગેવાની અનુભવી ક્રિકેટર ટૉમ લાથમ કરી રહ્યો છે. આજેની મેચ 21 જાન્યુઆરી 2023, બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, જોકે, ટૉસ અડધો કલાક પહેલા થશે. કીવી ટીમ અત્યારે આઇસીસીના વનડે ફોર્મેટમાં નંબર વન છે, આ પહેલા કીવી ટીમે પાકિસ્તાનને તેમના ઘરઆંગણે વનડે સીરીઝમાં હરાવ્યુ હતુ, અને તો વળી, ભારતીય ટીમ પણ આ પહેલા શ્રીલંકાને વનડે સીરીઝમાં વ્હાઇટ વૉશ કરી ચૂક્યુ છે. 

રાયપુરમાં પહેલીવાર વનડે મેચોનું આયોજન

આજેની મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે, અહીં પહેલીવાર કોઇ વનડે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ પહેલા અહીં ટી20 મેચો રમાઇ ચૂકી છે, પરંતુ માટે પહેલીવાર ભારત અને ન્યૂઝીલેન્ડ આમને સામને ટકરાશે. 

રાયપુરમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝની બીજી વનડે મેચ રમાઇ રહી છે, કીવી ટીમ અત્યારે ભારતના પ્રવાસે છે અને અહીં ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે, સીરીઝની પ્રથમ વનડે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં રોહિત એન્ડ કંપનીએ કીવી ટીમને અંતિમ ઓવરમાં 12 રનોથી હાર આપીને સીરીઝ પર 1-0થી લીડ બનાવી લીધી હતી. આજે બન્ને ટીમો ફરી એકવાર વનડે ક્રિકેટમાં આમને સામને થવાની છે. 

બ્રેકગ્રાઉન્ડ

IND vs NZ 2nd ODI Score Live: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે રમાઇ રહી છે, આજે રાયપુરના ગ્રાઉન્ડ પર બન્ને ટીમો, એક સીરીઝ જીતવા તો બીજી સીરીઝ બચાવવા પ્રયાસ કરશે. ત્રણ મેચોની સીરીઝમાં ટીમ ઇન્ડિયા પહેલાથી 1-0થી લીડ બનાવી ચૂકી છે. જ્યારે સામે કીવી ટીમ અત્યારે આઇસીસી રેન્કિંગમાં નંબર વન ટીમ છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.