IND vs NZ 2nd T20 LIVE: ટીમ ઇન્ડિયાની 65 રનોથી શાનદાર જીત, સીરીઝ પર મેળવી લીડ
IND vs NZ 2nd T20 LIVE Updates: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી20 મેચ બે ઓવલમાં રમાઇ રહી છે, પ્રથમ વેલિંગટન ટી20 વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી,
ભારતીય ટીમે બીજી ટી20માં 65 રનોથી શાનદાર જીત મેળવી છે, સ્નીપરોએ તરખાટ મચાવતા દીપક હુડ્ડાએ 4 વિકટો અને ચહલે બે વિકેટો ઝડપી હતી. કીવી ટીમ 18.5 ઓવર રમીને માત્ર 126 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે ભારતીય ટીમે સીરીઝ પર 1-0થી લીડ બનાવી લીધી છે.
ન્યૂઝીલેન્ડને ટીમને ત્રીજી ઝટકો લાગ્યો છે, ગ્લેન ફિલિપ્સ પેવેલિયન ભેગો થયો છે, ગ્લેન ફિલિપ્સને યુજવેન્દ્ર ચહલે 12 રનના સ્કૉર પર આઉટ કરી દીધો છે, આ પહેલા ફિન એલન શૂન્ય રન અને ડેવૉન કૉન્વે 25 રન બનાવીને પેવેલિયન ભેગ થઇ ચૂક્યા છે. ટીમનો સ્કૉર 100 રનની નજીક પહોંચ્યો છે.
ન્યૂઝીલેન્ડને ટીમને ત્રીજી ઝટકો લાગ્યો છે, ગ્લેન ફિલિપ્સ પેવેલિયન ભેગો થયો છે, ગ્લેન ફિલિપ્સને યુજવેન્દ્ર ચહલે 12 રનના સ્કૉર પર આઉટ કરી દીધો છે, આ પહેલા ફિન એલન શૂન્ય રન અને ડેવૉન કૉન્વે 25 રન બનાવીને પેવેલિયન ભેગ થઇ ચૂક્યા છે. ટીમનો સ્કૉર 100 રનની નજીક પહોંચ્યો છે.
ભારત તરફથી મળેલા 192 રનાનો વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી કીવી ટીમ ફરી એકવાર મુશ્કેલીમાં દેખાઇ રહી છે. 6 ઓવરનો પાવરપ્લે પુરો થઇ ગયો છે, પાવરપ્લેમાં કીવી ટીમે ધીમી રમત બતાવી છે, ટીમનો સ્કૉર 6 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 32 રન પર પહોંચ્યો છે. કેન વિલિયમસન અને કૉન્વે ક્રીઝ પર છે.
192 રનોના પીછો કરવા ઉતરેલી કીવી ટીમને પ્રથમ ઓવરમાં જ ઝટકો લાગ્યો છે. ભુવનેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન ફિન એલનને શૂન્ય રને અર્શદીપ સિંહના હાથમાં ઝીલાવી દીધો હતો. ફિન એલન 0 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. અત્યારે ટીમનો સ્કૉર 3 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 13 રન પર પહોંચ્યો છે, ડેવૉન કૉન્વે 1 રન અને કેન વિલિયમસન 7 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારતીયી ટીમે બીજી ટી20માં કીવી ટીમને જીતવા માટે નિર્ધારિત 20 ઓવરમાં 192 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતા 111 રનની ઇનિંગ રમી હતી, જોકે, બીજીબાજુ છેલ્લી ઓવરમાં ટિમ સાઉથીએ શાનદાર બૉલિંગ કરતા 3 વિકેટ ઝડપીને ટીમ ઇન્ડિયાને 200ની અંદર રાખી હતી.
ફરી એકવાર સૂર્યકુમાર યાદવે પોતાનો બેટથી ધમાલ મચાવી છે, સૂર્ય કુમારે માત્ર 49 બૉલમાં 101 રન બનાવીને ધમાલ મચાવી દીધી છે. સૂર્યાની આ બીજી ટી20 સદી છે. આ પહેલા ઇંગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારી હતી, આજની ઇનિંગમાં સૂર્યાએ 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.
ફરી એકવાર સૂર્યકુમાર યાદવાની તાબડતોડ ફિફ્ટી જોવા મળી છે. ટી20 વર્લ્ડકપ બાદ ફરી એકવાર સૂર્યાએ ન્યૂઝીલેન્ડમાં પણ કેર વર્તાવ્યો છે. સૂર્યાએ 32 બૉલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે આક્રમક 50 રન પુરા કર્યા છે. 15.3 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટે 122 રન પર પહોંચ્યો છે. સૂર્યા સાથે હાર્દિક પંડ્યા ક્રિઝ પર છે.
ફરી એકવાર સૂર્યકુમાર યાદવાની તાબડતોડ ફિફ્ટી જોવા મળી છે. ટી20 વર્લ્ડકપ બાદ ફરી એકવાર સૂર્યાએ ન્યૂઝીલેન્ડમાં પણ કેર વર્તાવ્યો છે. સૂર્યાએ 32 બૉલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે આક્રમક 50 રન પુરા કર્યા છે. 15.3 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટે 122 રન પર પહોંચ્યો છે. સૂર્યા સાથે હાર્દિક પંડ્યા ક્રિઝ પર છે.
ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે, શ્રેયસ અય્યર લૉકી ફર્ગ્યૂસનની બૉલિંગ દરમિયાન વિચિત્ર રીતે હિટવિકેટ આઉટ થઇ ગયો છે. શ્રેયસે 1 ચોગ્ગો અને 1 છગ્ગાની મદદથી 9 બૉલમાં 13 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે અને કેપ્ટન હાર્દિક ક્રિઝ પર છે.
ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે, શ્રેયસ અય્યર લૉકી ફર્ગ્યૂસનની બૉલિંગ દરમિયાન વિચિત્ર રીતે હિટવિકેટ આઉટ થઇ ગયો છે. શ્રેયસે 1 ચોગ્ગો અને 1 છગ્ગાની મદદથી 9 બૉલમાં 13 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે અને કેપ્ટન હાર્દિક ક્રિઝ પર છે.
વર્લ્ડકપ બાદ કીવી ટીમ સામે પણ સૂર્યકુમાર યાદવનું શાનદાર ફોર્મ યથાવત છે. સૂર્યાએ 24 બૉલ રમીને 44 રન બનાવી લીધા છે. તેને આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગો પણ ફટકાર્યો છે. સૂર્યા ફરી એકવાર કીવી બૉલરોને ચારેય બાજુ ફટાકરી રહ્યો છે.
ભારતીય ટીમના 100 રન પુરા થઇ ગયા છે. ટીમ ઇન્ડિયા 13 ઓવરના અંતે 2 વિકેટના નુકશાને 110 રન પર પહોંચી છે, અત્યારે ક્રિઝ પર સૂર્યકુમાર યાદવે 44 રન અને હાર્દિક પંડ્યા 2 રન બનાવીને રમી રહ્યાં છે.
બીજી ટી20 મેચ દરમિયાન અત્યારે બે ઓવલમાં વરસાદી વિઘ્ન આવી ચઢ્યુ છે. 6.4 ઓવરની રમત બાદ હાલમાં મેચ અટકાવાઇ દેવાઇ છે. ભારતીય ટીમનો સ્કૉર અત્યારે 1 વિકેટના નુકશાને 50 રન પર પહોંચ્યો છે. જ્યારે કીવી ટીમમાંથી એકમાત્ર લૉકી ફર્ગ્યૂસનને 1 વિકેટ મળી છે.
ભારતીય ટીમે 6.4 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 50 રનનો સ્કૉર બનાવી લીધો છે, ટીમ ઇન્ડિયાએ એક વિકેટ ઋષભ પંતના રૂપમાં ગુમાવી છે. પંતે 13 બૉલમાં 1 ચોગ્ગા સાથે માત્ર 6 રન જ બનાવ્યા હતા, અને લૉકૂ ફર્ગ્યૂસનના બૉલ પર આઉટ થઇ ગયો હતો. અત્યારે ક્રિઝ પર ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ છે.
ભારતીય ટીમમાં આ વખતે બેટિંગ ઓર્ડરમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઓપનિંગમાં પહેલીવાર ઇશાન કિશન અને ઋષભ પંતને બેટિંગ માટે મોકલવામાં આવ્યા છે. 4 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાને સ્કૉર વિના વિકેટે 30 રન પર પહોંચ્યો છે. ઇશાન કિશન 15 રન અને ઋષભ પંત 5 રન બનાવીને ક્રિઝ પર છે.
ઇશાન કિશન, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વૉશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ.
ફિન એલન, ડેવૉન કૉન્વે (વિકેટકીપર), કેન વિલિયમસન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી, એડમ મિલ્ને, લૉકી ફર્ગ્યૂસન.
બે ઓવલમાં બીજી ટી20માં કીવી ટીમના કેપ્ટન કેન વિલિમસને ટૉસ જીત્યો છે, અને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે, તેમને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે. મેદાન પર ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા અને કીવી કેપ્ટન કેન વિલિયમસન એકબીજાને હાથ મીલાવ્યા હતા. જોકે હજુ પણ વરસાદની સંભાવના પુરેપુરી રીતે વર્તાઇ રહી છે.
ઇશાન કિશન, શુભુમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ.
ફિન એલન, ડેવૉન કૉન્વે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઇશ સોઢી, એડમ મિલ્ને, લૉકી ફર્ગ્યૂસન.
ભારત અને ન્યૂઝીલેન્ડની બીજી ટી20 મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ માટે ટૉસનો સિક્કો અડધા કલાક પહેલા એટલે કે સવારે 11:30 વાગ્યાથી ઉછાળવામાં આવશે. સીરીઝની બીજી ટી20 મેચ માઉન્ટ મોંગનાઇના બે ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આ સીરીઝને ડિજીટલ પ્રસારણના અધિકાર અમેઝૉનની પ્રાઇમ વીડિયોની પાસે છે, આવામાં તમામ મેચોનું ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્રાઇમ વીડિયો પર જોઇ શકાશે. જોકે આ માટે ફેન્સને પૈસા પણ ખર્ચવા પડશે અને અમેઝૉનની આ ઓટીટી એપ માટે સબ્સક્રિપ્શન લેવુ પડશે.
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી20 સીરીઝના પ્રસારણના અધિકાર કોઇ ટીવી ચેનલ પાસે નથી, પરંતુ ગયા બુધવારે મોડી સાંજે ભારતીય ફેન્સ માટે આની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ સીરીઝની તમામ મેચોને હવે ભારતમાં ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઇ શકાશે. આ વિશે ડીડી સ્પોર્ટ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર આની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, આ સીરીઝનો આનંદ તમે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ અને બીજા ડિશ નેટવર્ક) પરથી ઉઠાવી શકો છો.
ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત વિરુદ્ધ ઇશ સોઢીનુ પ્રદર્શન સતત સારુ થઇ રહ્યું છે. તેને ભારત વિરુદ્ધ 15 મેચોમાં 19.25 ની શાનદાર એવરેજથી 20 વિકેટો ઝડપી ચૂક્યો છે. આ ફોર્મેટમાં તે ભારત વિરુદ્ધ સૌથી વધુ વિકેટો લેનારો કીવી બૉલર પણ છે. તેની ઇકોનૉમી પણ માત્ર 7.26ની રહી છે. ભારત વિરુદ્ધ 18 રન આપીને ત્રણ વિકેટ લેવાનું તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ઇશ સોઢી આઇપીએલમાં પણ રમી રહ્યો છે, અને તેને કેટલાય ભારતીય બેટ્સમેનોની કમજોરી પારખી લીધી છે.
2020માં ભલે જ કીવી ટીમને 5-0 થી ક્લિન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઇશ સોઢીનું પ્રદર્શન ઠીક રહ્યું હતુ, તેને પાંચ મેચોમાં 24.33 ની એવરેજથી છ વિકેટ ઝડપી હતી. 26 રન આપીને તેને ત્રણ વિકેટો લેવાનુ તેનું સર્વશ્રેષ્ઠ રહ્યું હતુ. ભારત પ્રવાસ પર ગયા વર્ષે જ્યારે બન્ને ટીમોની વચ્ચે છેલ્લી ટી20 સીરીઝ રમાઇ હતી, તો ઇશ સોઢીએ માત્ર એક જ વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમોનુ વર્લ્ડકપ 2022માં પરફોર્મન્સ સારુ રહ્યું હતુ, સુપર 12માં રાઉન્ડમાં બન્ને ટીમો ટૉપ પર હતી, જોકે, સેમિ ફાઇનલમાં કીવી ટીમને પાકિસ્તાની ટીમે માત આપી અને ભારતીય ટીમને ઇંગ્લિશ ટીમે હરાવી હતી. બાદમાં ઇંગ્લિશ ટીમ પાકિસ્તાની ટીમને ફાઇનલમાં હારાવીને નવી ટી20 ચેમ્પીયન બની ગઇ હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 11 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 6 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે.
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી20 મેચ રમાઇ રહી છે, પ્રથમ વેલિંગટન ટી20 વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, આજે ફરી એકવાર બન્ને ટીમો સીરીઝમાં જીત સાથે શરૂઆત કરવા માઉન્ટ મોંગનાઇના બે ઓવલ મેદાનમાં ઉતરશે. બન્ને ટીમોનો વર્લ્ડકપ સારો રહ્યો હતો પરંતુ ચેમ્પીયન બનવામાં નિષ્ફળ રહી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ ચૂકી છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs NZ 2nd T20 LIVE Updates: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી20 મેચ બે ઓવલમાં રમાઇ રહી છે, પ્રથમ વેલિંગટન ટી20 વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, હવે આજે બન્ને ટીમો જીત માટે મેદાનમાં ઉતરશે. હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ભારતીય ટીમ અહીં ન્યૂઝીલેન્ડના પ્રવાસ છે, ભારત હાલમાં ત્રણ મેચોની ટી20 સીરીઝ રમી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -