Ind vs NZ 3rd T20 : ટીમ ઈન્ડિયાએ અંતિમ ટી-20માં ન્યૂઝીલેન્ડને 73 રને હરાવી સીરીઝ પર કર્યો કબજો

Ind vs NZ 3rd T20 International, Eden Garden: ટીમ ઈન્ડિયાએ અંતિમ ટી 20માં ન્યૂઝીલેન્ડને 73 રને હરાવી સીરીઝ પર કર્યો કબજો

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Nov 2021 10:44 PM
ઈન્ડિયાએ ટી20 સિરીઝમાં ન્યુઝીલેન્ડને હરાવી ક્લીન સ્વીપ કર્યું

ભારત (IND) એ ત્રીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડ (NZ) ને 73 રને હરાવી શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ તમામ વિકેટ ગુમાવીને 111 રન જ બનાવી શકી હતી.

અક્ષર પટેલે ત્રીજી વિકેટ ઝડપી

ટીમ ઈન્ડિયાની શાનદાર શરુઆત થઈ છે.   અક્ષર પટેલે ભારતીય ટીમને ત્રીજી સફળતા અપાવી છે. 

ઝીલેન્ડને ટીમને શરુઆતમાં બે ઝટકા

ભારતીય ટીમે શાનદાર શરુઆત કરી છે. ન્યૂઝીલેન્ડને ટીમને શરુઆતમાં બે ઝટકા આપ્યા છે. અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી છે. મિચેલ અને ચપમેનને આઉટ કર્યા છે. 

ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો

ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન રોહિત શર્માએ બનાવ્યા છે. રોહિત શર્માએ આક્રમક ઈનિંગ રમતા 56 રન બનાવ્યા હતા. ઈશાન કિશને પણ શાનદાર શરુઆત અપાવતા 29 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 25 અને વેંકટેશ અય્યરે 20 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં હર્ષલ પટેલે 18 રન અને દિપક ચહરે 21 રન બનાવ્યા હતા.  

રોહિત શર્મા 56 રન બનાવી આઉટ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો  છે.  રોહિત શર્મા 56 રન બનાવી આઉટ થયો છે. ભારતીય ટીમનો સ્કોર 11.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 105 રન છે. 

ભારતનો સ્કોર 100 રનને પાર

રોહિત શર્માએ આક્રમક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. ભારતીય ટીમનો સ્કોર 11 ઓવરમાં 100 રનને પાર પહોંચ્યો છે. 

ઋષભ પંત 4 રન બનાવી આઉટ

ઋષભ પંત 4 રન બનાવી આઉટ થયો છે. શ્રેયસ અય્યર અને રોહિત શર્મા રમતમાં છે. ભારતીય ટીમનો સ્કોર 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 90 રન થયો છે. 

ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો

ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો છે. સૂર્યકુમાર યાદવ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો છે. હાલ રોહિત શર્મા રમતમાં છે. 

ઈશાન કિશન આઉટ

ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન 29 રન બનાવી આઉટ થયો છે. ભારતીય ટીમે 6.4 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 71 રન બનાવી લીધા છે. 

ભારતીય ટીમનો સ્કોર 50 રનને પાર

ભારતીય ટીમનો સ્કોર 50 રનને પાર થયો છે. ટીમ ઈન્ડિયાની શાનદાર શરુઆત થઈ છે. રોહિત શર્મા અને ઈશાન કિશન હાલ રમતમાં છે. 

ટીમ ઈન્ડિયાની શાનદાર શરુઆત

ટીમ ઈન્ડિયાની શાનદાર શરુઆત થઈ છે.  રોહિત-ઈશાન કિશન રમતમાં છે. ભારતીય ટીમે 5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 49 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 24 અને ઈશાન કિશન 24 રને રમતમાં છે. 

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકિપર), વેંકટેશ અય્યર, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ.

ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન

ટિમ સાઉથી (C), માર્ટિન ગુપ્ટિલ, ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેફર્ટ (wk), જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ.

ભારતે ટોસ જીત્યો

ભારત (IND) અને ન્યુઝીલેન્ડ (NZ) વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ કોલકાતામાં રમાઈ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમની નજર આ મેચ 3-0થી જીતીને ક્લીન સ્વીપ કરવા પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ જીત સાથે શ્રેણીનો અંત કરવા ઈચ્છશે.

કોને કોને મળી શકે છે તક

અવેશ ખાનને દીપક ચાહર કે ભુવનેશ્વર કુમારને સ્થાને તક મળી શકે છે. યઝવેન્દ્ર ચહલ પણ પુનરાગમન માટે દાવેદાર મનાય છે. સતત ક્રિકેટ રમતાં રહેલા પંતને આરામ આપીને મુંબઈ ઈન્ડિયન્સના યુવા વિકેટકિપર બેટસમેન ઈશાન કિશનને તકમ ળી શકે છે. આઇપીએલમાં ઓરેન્જ કેપ મેળવનારા ઋતુરાજ ગાયકવાડને તક આપવા અંગે દ્વિધાની સ્થિતિ છે. રાહુલ અને રોહિતની ઓપનિંગ જોડીમાંથી કોઈએ એકને આરામ આપીને ગાયકવાડને સમાવી શકાય તેમ છે. આ સિવાય તેને વન ડાઉન તરીકે પણ તક મળી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

ભારત (IND) એ ત્રીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડ (NZ) ને 73 રને હરાવી શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ તમામ વિકેટ ગુમાવીને 111 રન જ બનાવી શકી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.