IND vs NZ: ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાંથી બહાર થઇ ગયેલી બન્ને દમદાર ટીમો ફરી એકવાર ટી20 સીરીઝમાં ટકરાઇ રહી છે, એકબાજુ ભારતીય ટીમ છે, તો બીજીબાજુ કીવી ટીમ છે. હાલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, પ્રથમ મેચ રમાય તે પહેલા બન્ને ટીમોના કેપ્ટનો ટ્રૉફીનુ અનાવરણ કરી રહ્યાં હતા, આ સમયે એક અનહોની ઘટના ઘટી, જેનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જુઓ....
વાવાઝોડુ આવ્યુ ને ટ્રૉફી પડી ગઇ.....
ખરેખરમાં, બન્ને ટીમોના કેપ્ટન ટ્રૉફીનુ અનાવરણ કરી રહ્યાં હતા, ફોટશૂટ સેશન ચાલી રહ્યું હતુ, ત્યારે એકબાજુ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા હતો, તો બીજીબાજુ કીવી કેપ્ટન કેન વિલિયમસન હતો. આ વીડિયો કીવી ટીમ મેનેજમેન્ટે પોતાના સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.
બન્ને આ સમયે ફોટો ખેંચાવી રહ્યાં હતા, અને અચાનક ઝડપથી હવા આવી, વાવાઝોડુ આવ્યુ અને બન્ને વચ્ચે રહેલી ટ્રૉફી પડી જવાની તૈયારીમાં હતી, તે સમયે જ અચાનક કીવી કેપ્ટન કેન વિલિયમસને ટ્રૉફીને એક હાથે જબરદસ્ત રીતે કેચ કરી લીધી હતી. જોકે, હાર્દિક પંડ્યા માત્ર ટેબલ સંભાળતો દેખાઇ રહ્યો હતો. બાદમાં બન્ને કેપ્ટનો હંસવા લાગ્યો, આ વીડિયોને શેર કરતા ન્યૂઝીલેન્ડે કેપ્શન આપ્યુ છે- ‘કેચ ઓફ ધ સમર માટે શરૂઆતી દાવેદાર ’
ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પુરેપુરી રીતે તૈયાર છે. આ પ્રવાસમાં પહેલી મેચ 18મી ઓક્ટોબર, શુક્રવારે રમાશે. ખાસ વાત છે કે, ભારતીય ટીમમાં આ સીરીઝમાં ટી20માં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, ભારતીય ટીમ અને કીવી ટીમ પોતાની પ્રથમ ટી20 વેલિંગટનમાં રમશે.
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે-
હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. જ્યારે શિખર ધવન વનડે શ્રેણીમાં કેપ્ટન રહેશે. રોહિત શર્મા સહિત અન્ય દિગ્ગજ ખેલાડીઓ આવતા મહિને બાંગ્લાદેશ પ્રવાસથી ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. જે 4 ડિસેમ્બરથી શરૂ થશે. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતીય ખેલાડીઓએ વાપસી શરૂ કરી દીધી છે. કોહલી એડિલેડથી રવાના થઈ ચૂક્યો છે. સાથે જ રોહિત અને રાહુલ પણ ટૂંક સમયમાં ભારત જવા રવાના થશે.
ન્યુઝીલેન્ડ સામેની ભારતની T20I ટીમઃ -
ભારતીય ટીમ - હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.
ક્યારે રમાશે વન ડે અને ટી20 સિરીઝઃ -
ભારત અને ન્યૂઝિલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે.
ભારત સામે કીવી ટીમ -
ન્યૂઝીલેન્ડની T20 ટીમ: - કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, બ્લેર ટિકનર.
ન્યૂઝીલેન્ડની ODI ટીમ: - કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી.