India vs New Zealand 2nd ODI Weather Report: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી વનડે મેચ રમાશે, આજની મેચ છત્તીસગઢના રાયપુર ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે, આ મેચ માટે આજે બન્ને ટીમો જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. 


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આજની બીજી વનડે મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયયમમાં રમાશે. રાયપુરમાં પહેલીવાર કોઇ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યારે સીરીઝની વાત કરીએ તો ભારતીય ટીમે પહેલી વનડે જીતીને ત્રણ મેચોની સીરીઝમા પહેલાથી 1-0ની લીડ બનાવી ચૂકી છે. આજે ભારત માટે સીરીઝ જીતવાનો મોકો છે, તો સામે કીવી ટીમ માટે આજે સીરીઝ બચાવવા કરો યા મરોની રમત છે. 


જાણો કેવું રહેશે આજે રાયપુરનું હવામાન -
રાયપુરના હવામાનની વાત કરીએ તો, હવામાન વિભાગ અનુસાર, આજે એટલે કે 21 જાન્યુઆરી 2023ના દિવસે રાયપુરમાં ઠંડી રહેશે. અહીં દિવસમાં તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાનુ અનુમાન છે. રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો નોંધાશે અને પારો ઘટીને 19 ડિગ્રીની અંદર જઇ શકે છે.


જોકે, આજે રાયપુરના વાતાવરણને લઇને કહેવાશે કે આજે અહીં વરસાદની સંભાવના નહીંવત છે, એટલે કે વરસાદી વિઘ્ન નહીં રહે. આનાથી આશા રાખી શકાય કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે પુરેપુરી રીતે રમાશે. 


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, ઉમરાન મલિક, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.


ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (C & WK), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલે, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર