Ind vs NZ Champions Trophy 2025 Final: ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની બીજી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું અને દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવ્યું. પરંતુ જીતના આનંદ વચ્ચે, ટીમને મોટો આંચકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચ દરમિયાન મુખ્ય ફાસ્ટ બોલર મેટ હેનરીને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારત સામેની અંતિમ મેચમાં તેના માટે રમવું મુશ્કેલ બનશે.
મેચ દરમિયાન પહોંચી હતી ઇજા
સેમિફાઇનલ દરમિયાન હેનરી ખતરનાક હેનરિક ક્લાસેનને પકડવા માટે ડાઇવ મારતો હતો ત્યારે તેને ઇજા થઈ હતી. ડાઇવ દરમિયાન તે તેના ખભા પર બેડોળ રીતે પડી ગયો, જેના કારણે તેને ભારે દુખાવો થયો. ફિઝિયો દ્વારા તાત્કાલિક તેની સારવાર કરવામાં આવી, પરંતુ તે મેદાન પર અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને તેને મેદાન છોડીને જવું પડ્યું. આ ઈજાને કારણે હેનરી પોતાની પૂરી 10 ઓવર નાખી શક્યો નહીં. તેણે ફક્ત 7 ઓવર ફેંકી, જેમાં 42 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટો લીધી.
સેન્ટનરે આપી મેટ હેનરી પર આપી મોટી પ્રતિક્રિયા
મેચ પછી ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે હેનરીની ઈજા અંગે અપડેટ આપતા કહ્યું, "આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે હેનરીના ખભાની હાલત કેવી છે. તેમને અત્યારે દુખાવો થઈ રહ્યો છે, પરંતુ આગામી થોડા દિવસોમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
ભારતને મોટી રાહત
ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં ટીમ ઈન્ડિયાની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે તેની બધી મેચ જીતી છે અને 9 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાનારી ફાઇનલમાં તેનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થશે. જો હેનરી ફાઇનલમાંથી બહાર થઈ જાય છે, તો તે ભારતીય ટીમ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. હેનરીએ ગ્રુપ સ્ટેજ મેચમાં ભારત સામે શાનદાર બોલિંગ કરી, 5 વિકેટ (5/42) લીધી અને ચેમ્પિયન્સ ટ્રૉફીના ઇતિહાસમાં ભારત સામે પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો.
બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -
ભારતીય ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.
ન્યૂઝીલેન્ડ ટીમ -
મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, વિલ ઓ'રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીઅર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ, જેકબ ડફી.
આ પણ વાંચો