Prithvi Shaw vs Shubman Gill: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યારે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે. હાલમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે, અને આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અંતિમ અને ફાઇનલ ટી20 મેચ રમાવવાની છે, આ પહેલા ભારતીય ટીમમાં ફેરફારના કોઇ ચાન્સ નથી, છતાં કેટલાક દિગ્ગજો ટીમ ઇન્ડિયાની આજની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવાની વાત કહી રહ્યાં છે.
આ કડીમાં પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ સ્પીનર દાનિશ કાનેરિયાનું નામ પણ જોડાઇ ગયુ છે. દાનિશ કાનેરિયાએ ટીમ ઇન્ડિયાને આજેની ત્રીજી અંતિમ ટી20 માટે ખાસ સલાહ આપી છે.
દાનિશ કનેરિયાએ કહ્યું કે, પૃથ્વી શૉને રમાડો, ગીલને બહાર કરો -
પાકિસ્તાનના પૂર્વ ખેલાડી દાનિશ કેનેરિયાનું માનવું છે કે, આજની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20માં શુભમન ગીલની જગ્યાએ પૃથ્વી શૉનો મોકો મળવો જોઇએ. પૃથ્વી શૉ એક શાનદાર યુવા બેટ્સમેન છે, તે પોતાની આક્રમક બેટિંગના કારણે બધાને ચોંકાવી શકે છે. આ ઉપરાંત તેને કહ્યું કે પૃથ્વી શૉ સતત સારી બેટિંગ કરવાની કાબેલિયત રાખે છે.
શુભમન ગીલથી સારે બેટ્સમેને છે પૃથ્વી શૉ પરંતુ....
દાનિશ કનેરિયા કહે છે કે એ વાતમાં કોઇ બેરાય નથી કે શુભમની ગીલ બેસ્ટ બેટ્સમેન છે, પરંતુ આ ખેલાડીને પોતાની બેટિંગમાં ફ્લૉને સારો બનાવવો પડશે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશે કહ્યું કે, શુભમન ગીલને ખાસ કરીને સ્પીન બૉલરો વિરુદ્ધ પોતાની બેટિંગ પર કામ કરવું જોઇએ.
જોકે, સાચી વાત છે કે ભારત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરીઝ જીતી ગયુ, છતાં ટીમમાં હજુ પણ સારુ કરવાની જરૂર છે. આ પહેલા ભારતીય પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું હતુ કે, શુભમન ગીલની રમવાની રીત વનડે ક્રિકેટ માટે સારી છે, પરંતુ ટી20 ફૉર્મેટમાં તેને ખુદ પર કામ કરવુ પડશે.