IND vs NZ T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે સીરીઝની બીજી ટી20 મેચ રમાઇ રહી છે. આજે બન્ને ટીમો લખનઉના અટલ બિહારી વાજપેયી ક્રિકેટ ગ્રાઉન્ડમાં સીરીઝની મહત્વની મેચ રમવા માટે ઉતરશે. હાર્દિક પંડ્યા એન્ડ કંપની માટે આજની મેચ કરો યા મરો છે, તો બીજી બાજુ કીવી ટીમને લાંબા સમય બાદ ભારતીય જમીન પર ટી20 સીરીઝ જીતવાનો મોકો છે. જાણો અહીં બન્ને ટીમોમાંથી અત્યાર સુધી ટી20માં કોણ કોના પર પડ્યું છે ભારે..... 
 
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20માં હેડ ટૂ હેડ રેકોર્ડ્સ - 
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી કુલ 23 વાર ટી20 મેચોમાં આમને સામને ટકરાઇ ચૂકી છે, કુલ 22 મેચમાંથી ભારતીય ટીમે 12માં જીત મેળવી છે, તો 10 મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમે બાજી મારી છે. એક મેચ ટાઇ રહી છે. પોતાના ઘરમાં રમાયેલી મેચોમાં ભારતીય ટીમે 5 વાર અને ન્યૂઝીલેન્ડ ટીમે 4 વાર જીત હાંસલ કરી છે. વળી, ઘરની બહાર ભારતે 7 વાર જીત મેળવી છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 4 મેચમાં જીત હાંસલ કરી છે. 


11 વર્ષથી ટી20 સીરીઝ નથી જીતી ન્યૂઝીલેન્ડ - 
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય જમીન પર છેલ્લા 11 વર્ષથી ટી20 સીરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે, વર્ષ 2012માં કીવીઓએ ભારતની ધરતી પર છેલ્લીવાર સીરીઝ જીતી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડે બે મેચોની સીરીઝમાં ભારતને 1-0થી હરાવ્યુ હતુ. તે પછી ક્યારેય ન્યૂઝીલેન્ડ ટીમ ભારત પ્રવાસ પર ટી20 સીરીઝ રમવા છે ત્યારે હારનો જ સામનો કરવો પડ્યો છે. વર્ષ 2017માં ન્યૂઝીલેન્ડે ભારતીય જમીન પર ત્રણ ટી20 મેચોની સીરીઝ રમી જેને ભારતે 2-1 થી જીતી, વળી, 2021ની સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ કીવીઓને 3-0 થી વ્હાઇટ વૉશ કર્યુ હતુ. 


ટી20 સીરીઝ શિડ્યૂલ - 
- પ્રથમ ટી20, JSCA આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, રાંચી, ઝારખંડ 
- બીજી ટી20, ઇકાના સ્પૉર્ટ્સ સીટી સ્ટેડિયમ, લખનઉ, ઉત્તરપ્રદેશ 
- ત્રીજી ટી20, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, ગુજરાત


બન્નેની સંભવિત પ્લેઇંગ XI: - 
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન - હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગીલ, ઇશાન કિશન (વિકેટકીપર), પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, વૉશિંગટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.


ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન - મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ડેવૉન કૉન્વે (વિકેટકીપર), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, માઇકલ બ્રાસવેલ, ઇશ સોઢી, લૂકી ફર્ગ્યૂસન, જેકબ ટફી, બ્લેયર ટિકનેર.









ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પર પણ મેચનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જે યૂઝર્સની પાસે હૉટસ્ટારનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મેચ જોવાનો આનંદ ઉઠાવી શકશે. આ ઉપરાંત મેચનુ પળે પળનુ અપડેટ https://gujarati.abplive.com/ પર ઉપલબ્ધ રહેશે.