India vs New Zealand: ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ત્રણ મેચોની ટી20 સીરીઝની આજે બીજી ટી20 મેચ રમાશે. યુપીની લખનઉમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ સીરીઝનો કરો યા મરો મુકાબલો રમાશે. એકબાજુ હાર્દિક પંડ્યાની ટીમ સીરીઝ બચાવવા માટે ઇકાના સ્ટેડિયમમાં ઉતરશે, તો બીજીબાજુ મિશેલ સેન્ટરની ટીમ પહેલીવાર ભારતીય જમીન પર ટી20 સીરીઝ જીતવા માટે મેદાનમાં આવશે. જોકે આજની મેચમાં બન્ને ટીમોમાં ફેરફાર જોવા મળી શકે છે. 


અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ રમાશે. આજની મેચમાં હાર્દિક પંડ્યા ટીમમાં એક કે બે ફેરફાર કરી શકે છે. 


રિપોર્ટ છે કે, આજની મેચમાં ભારતીય ટીમમાં ગીલને બહાર રાખીને પૃથ્વી શૉને મોકો આપવામાં આવી શકે છે. આ ઉપરાંત બીજી સંભાવના છે કે, આજની મેચમાંથી અર્શદીપ સિંહ કે ઉમરાન મલિક બહાર રહી શકે છે. જો આ બેમાંથી એકને બહાર કરવામાં આવશે તો સ્ટાર સ્પીનર યુજવેન્દ્ર ચહલને મોકો મળી શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી ટી20 મેચનું લાઇવ પ્રસારણ સાંજે 7 વાગ્યાથી કરવામાં આવશે, અને આનુ લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+ હૉટસ્ટાર એપ પરથી જોઇ શકાશે. 


ટીમ ઇન્ડિયા વનડેમાં ન્યૂઝીલેન્ડનું કરી ચૂુકી છે ક્લિન સ્વિપ
ખાસ વાત છે કે, રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ આ પહેલા રમાયેલી વનડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડને ત્રણ મેચોની વનડે સીરીઝમાં 3-0થી ક્લિન સ્વિપ કર્યુ હતુ.


બન્ને ટીમોનો ફૂલ ટી20 સ્ક્વૉડ  -


ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ -
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શૉ, મુકેશ કુમાર.


ન્યૂઝીલેન્ડ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રાસવેલ, ડેન ક્લીવર, ડેવૉન ડૉન્વે, શેન ડફી, લૂકી ફર્ગ્યૂસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપ્લી, ઇશ સોઢી, બ્લેયર ટિકનેર.