Women's Premier League Mithali Raj: વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લીગની પાંચેય ટીમો આ માટે તૈયાર થઈ રહી છે. તાજેતરમાં દિલ્હીએ ઝુલન ગોસ્વામીને બોલિંગ કોચની ઓફર કરી હતી. એક રિપોર્ટ અનુસાર, ગુજરાતે મિતાલી રાજને મેન્ટર તરીકે પસંદ કરી છે. મિતાલી ટીમ ઈન્ડિયાની અનુભવી ખેલાડી રહી ચુકી છે.






વાસ્તવમાં અદાણી ગ્રુપે સૌથી મોટી બોલી લગાવીને વુમન્સ પ્રીમિયર લીગની ટીમ અમદાવાદને ખરીદી હતી. ક્રિકબઝના અહેવાલ મુજબ, અમદાવાદ (ગુજરાત) ટીમે પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજને મેન્ટર અને એડવાઇઝર તરીકે પસંદ કરી છે. અહેવાલો અનુસાર, વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માર્ચમાં શરૂ થશે. એવું માનવામાં આવે છે કે તે 4 માર્ચથી શરૂ થઈ શકે છે.






રિપોર્ટ અનુસાર, મિતાલીએ કહ્યું, "વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન મહિલા ક્રિકેટ માટે ફાયદાકારક સાબિત થશે." અદાણી ગ્રુપનું આ પગલું રમતને આગળ લઈ જશે. મિતાલી વિશે અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “મિતાલી રાજ નવી પેઢી માટે રોલ મોડલ છે. આવી રમતવીર અમારી મહિલા ટીમની મેન્ટર બનશે, તે અમારા માટે આનંદની વાત છે.


મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ઓપનિંગ સિઝન માટે ખેલાડીઓની હરાજી ફેબ્રુઆરીના બીજી અઠવાડિયામાં થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 અને 11 ફેબ્રુઆરીએ નવી દિલ્હીની એક હૉટલમાં આ ઓક્શન (WPL Auction) રાખવાનું લગભગ નક્કી કરવામાં આવ્યુ છે. આ ઓક્શનમાં 5 ફ્રેન્ચાઇઝીઓ પોત-પોતાની સ્ક્વૉડને પસંદ કરશે


ઉલ્લેખનીય છે કે મિતાલી રાજની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી છે. તેણે 211 વનડે ઇનિંગ્સમાં 7805 રન બનાવ્યા છે. મિતાલીએ આ દરમિયાન 7 સદી અને 64 અડધી સદી ફટકારી છે. તેણે 12 ટેસ્ટ મેચ પણ રમી છે. જેમાં 699 રન બનાવ્યા છે. મિતાલીએ 89 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2364 રન બનાવ્યા છે. આમાં તેણે 17 અડધી સદી ફટકારી છે. મિતાલીએ વન-ડેમાં પણ 8 વિકેટ ઝડપી છે.