IND vs NZ T20 Series: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં વરસાદી વિઘ્ન નડ્યુ હતુ, બીજી ઇનિંગમાં ભારતીય ટીમ મેદાન બેટિંગ માટે ઉતરી અને 9 ઓવરની રમત પુરી થઇ હતી ત્યારે મેદાન પર ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો, આ પછી આઉટફિલ્ડ અને ગ્રાઉન્ડ રિપોર્ટ ખરાબ રહ્યો હતો, એમ્પાયરે આનુ ધ્યાન રાખતા ત્રીજી અને અંતિમ ટી20ને ટાઇ જાહેર કરી હતી. 

 

ટાઇ થઇ મેચ - 

વરસાદના કારણે મેચ ફરીથી શરૂ ન હતી થઇ શકી. આ કારણે એમ્પાયરે ડકવર્થ લૂઇસના નિયમો પ્રમાણે આ મેચને ટાઇ જાહેર કરી હતી. આમ પણ સીરીઝની પહેલી મેચ વરસાદને ભેટ ચઢી ચૂકી હતી, અને આ બીજી મેચ પણ વરસાદના કારણે અડધેથી ધોવાઇ ગઇ હતી. 

 

શું હતી મેચની સ્થિતિ






ત્રીજી ટી20 મેચમાં કીવી ટીમના કેપ્ટન ટિમ સાઉથીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. જ્યારે ભારતીય ટીમને પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ  હતુ, આજની મેચમાં કીવી ટીમની કમાન ટિમ સાઉથની હાથમાં હતી. જ્યારે બીજી ઇનિંગમાં કીવી ટીમ તરફથી આપવામાં આવેલા 161 રનોના ટાર્ગેટનો પીછો કરવા ભારતીય ટીમ ઉતરી, તે સમયે વરસાદ નહતો, આ મેચમાં ભારતની શરૂઆત એકદમ ખરાબ રહી, અને 9 ઓવરની રમત બાદ વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે મેચ 9 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 75 રન પર પહોચી હતી, અને બાદમાં મેચ ફરી શરૂ થઇ શકી ન હતી, આ દરમિયાન ક્રિઝ પર કેપ્ટન હાર્દિક પંડ્યા 18 બૉલમાં 30 રન અને દીપક હુડ્ડા 9 બૉલમાં 9 રન બનાવીને રમી રહ્યાં હતા. 







 





વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની આ પહેલી દ્વીપક્ષીય ટી20 સીરીઝ હતી, જેને 1-0થી હાર્દિક એન્ડ કંપનીએ સીલ કરી લીધી હતી. 

 




ન્યૂઝીલેન્ડે ભારતને આપ્યો 161 રનોનો ટાર્ગેટ






ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમે 20 ઓવર પણ ન હતી રમી, માત્ર 19.4 ઓવરમાં 160 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કીવી ટીમ તરફથી સૌથી વધુ ડેવૉન કૉન્વેએ 59 રન અને ગ્લેન ફિલિપ્સે 54 રનની ઇનિંગ રમી હતી. 


અર્શદીપ અને સિરાજનો કેર



ભારતીય ફાસ્ટ બૉલરોએ નેપિયરની પીચ કેર વર્તાવ્યો છે, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે તાબડતોડ બૉલિંગ કરતા 4-4 વિકેટો ઝડપીને કિવી ટીમને માત્ર 160 રન પર રોકી લીધી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટો ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટો પોતાના નામે કરી હતી. આ બન્ને બૉલરો સામનો કરવામાં કિવી બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા.


 ભારતની પ્લેઇંગ ઇલેવન





ઇશાન કિશન, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ.







ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન

ફિન એલન, ડેવૉન કૉન્વે, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જિમી નિશામ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી, એડમ મિલ્ને, લૉકી ફર્ગ્યૂસન.