Ruturaj Gaikwad Ruled Out: હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ભારતીય ટીમ આવતીકાલથી એટલે કે 27 જાન્યુઆરી, 2023થી ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ રમવા માટે મેદાનમાં ઉતરવાની છે, આ પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર યુવા ઓપનર બેટ્સમેને ઋતુરાજ ગાયકવાડ ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાથી ઇજાના કારણે બહાર થઇ ગયો છે. ખાસ વાત છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાવવાની છે, આ પહેલા ટીમ ઇન્ડિયા કીવીઓને ત્રણ મેચોની વનડે સીરીઝમાં ક્લિન સ્વિપ કરી ચૂકી છે. 


હાલમાં રિપોર્ટ છે કે, ટીમ ઇન્ડિયાના તોફાની બેટ્સમેને ઋતુરાજ ગાયકવાડ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. ઋતુરાજ ગાયકવાડને ઇજા પહોંચી છે. ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયામાં યુવા તોફાની બેટ્સમેન પૃથ્વી શૉને મોકો મળી  શકે છે. કેમ કે પૃથ્વી શૉને આના ઓપ્શન તરીકે જોવામાં આવી રહ્યો છે, અને પૃથ્વી શૉએ હાલમાં જ રમાયેલી રણજી ટ્રૉફીમાં કમાલનું પ્રદર્શન કર્યુ છે. 


ખાસ વાત છે કે, હાલમાં ભારતીય ટીમની ઓપનિંગ જોડી ટી20માં સ્થિર નથી, કેમ કે રેગ્યૂલર ઓપનર રોહિત શર્માને ટી20માં બીસીસીઆઇએ બાકાત કરી દીધો છે, અત્યારે ટી20માં શુભમન ગીલ અને ઇશાન કિશન ઓપનિંગ જોડી માટે ફેવરેટ છે, પરંતુ આ સિવાય પણ પૃથ્વી શૉ ઓપ્શન બની શકે છે. 


ટી20 સીરીઝ શિડ્યૂલ - 
- પ્રથમ ટી20, JSCA આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, રાંચી, ઝારખંડ 
- બીજી ટી20, ઇકાના સ્પૉર્ટ્સ સીટી સ્ટેડિયમ, લખનઉ, ઉત્તરપ્રદેશ 
- ત્રીજી ટી20, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, ગુજરાત


પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન


શુભમન ગિલ, ઇશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, યુઝર્વેન્દ્ર ચહલ