Indian Cricketers Wishes On Republic Day: દેશ આજે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. 26 જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ વખત ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ભારતને તેનું બંધારણ મળ્યું હતું. દેશનું બંધારણ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું, જેને બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. 74માં ગણતંત્ર દિવસના અવસર પર વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને હાર્દિક પંડ્યા સહિત ઘણા ક્રિકેટરોએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.


ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 74માં ગણતંત્ર દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી હતી. ટ્વિટર પર ભારતીય ત્રિરંગો પોસ્ટ કરતા લખ્યું હતું કે હેપ્પી રિપબ્લિક ડે.'





પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ટ્વીટ કરીને લખ્યું હતું કે તમને બધાને ગણતંત્ર દિવસની શુભકામનાઓ.'










ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે આ અદ્ભુત રાષ્ટ્રનો હિસ્સો બનેલા તમામ લોકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા.'






ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે 'હેપ્પી રિપબ્લિક ડે જય હિંદ.' પૂર્વ ક્રિકેટર VVS લક્ષ્મણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ભારતના 74માં ગણતંત્ર દિવસ પર અભિનંદન. આપણા મહાન રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપનાર તમામના બલિદાનને યાદ કરવાનો દિવસ.