નવી દિલ્હીઃ આગામી 21 ફેબ્રુઆરીએ શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારત સામે મજબૂત પક્કડ જમાવવા માટે ન્યૂઝીલેન્ડની ટીમે કસરત ચાલુ કરી દીધી છે. કિવી ટીમે ભારત સામેની ટેસ્ટ સીરીઝ માટે 13 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. ખાસ વાત છે કે, આ ટીમમાં ઘાતક બૉલર ટ્રેન્ટ બૉલ્ટની વાપસી થઇ છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રેન્ટ બૉલ્ટને હાથ પર ગંભીર ઇજા થવાના કારણે છેલ્લા કેટલાક સમયથી તે ક્રિકટથી દુર હતો. ભારત સામેની ટી20 કે વનડે ટીમમાં બૉલ્ટને સામેલ કરવામાં આવ્યો ન હતો, હવે તે ટેસ્ટ સીરીઝ માટે એકદમ ફીટ છે.
13 સભ્યોની જાહેર કરેલી કિવી ટીમમાં ટ્રેન્ટ બૉલ્ટ ઉપરાંત સ્પિનર એઝાઝ પટેલને પણ સ્થાન મળ્યુ છે, તેની વાપસી ઇજાગ્રસ્ત લૉકી ફર્ગ્યૂસનની જગ્યાએ થઇ છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાવવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ 21 ફેબ્રુઆરીથી અને બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી શરૂ થશે.
ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), ટૉમ બ્લંડેલ, ટ્રેન્ટ બૉલ્ટ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, કાઇલી જેમીસન, ટૉમ લાથમ, ડેરલ મિશેલ, હેનરી નિકોલસ, એઝાઝ પટેલ, ટિમ સાઉથી, રૉસ ટેલર, નીલ વેગનર, બીજે વાટલિંગ.
ભારતને ટેસ્ટ સીરીઝમાં હરાવવા માટે ન્યૂઝીલેન્ડીની ટીમમાં સામેલ થયો દુનિયાનો આ ઘાતક બૉલર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2020 08:43 AM (IST)
13 સભ્યોની જાહેર કરેલી કિવી ટીમમાં ટ્રેન્ટ બૉલ્ટ ઉપરાંત સ્પિનર એઝાઝ પટેલને પણ સ્થાન મળ્યુ છે, તેની વાપસી ઇજાગ્રસ્ત લૉકી ફર્ગ્યૂસનની જગ્યાએ થઇ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -