Washington Sundar Viral Video : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ઓકલેન્ડ ખેતી 3 વન ડે શ્રેણીની પહેલી વન ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 307 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી આ મેચમાં કેપ્ટન શિખર ધવન (72), શુભમન ગિલ (50) અને શ્રેયસ અય્યરે (80) રન બનાવ્યા હતા. ભારતના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે મેચની ડેથ ઓવર્સમાં ધમાકેદાર ઇનિંગ રમતા 16 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. સુંદરે પોતાની ઈનિંગ દરમિયાન એવો શોટ બનાવ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સુંદર શોટ જોઈને આંખો થઈ જશે પહોળી
ન્યુઝીલેન્ડ સામેની મેચની 49મી ઓવરના પાંચમા બોલ પર સુંદરે એવો શોટ રમ્યો કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. મેટ હેનરીએ આ ઓવરમાં એક સુંદર સ્કૂપ શોટ રમ્યો હતો, આ શોટ દરમિયાન તેનું સંતુલન બગડી ગયું હતું અને તે પડી ગયો હતો પરંતુ બોલ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો.
સુંદરની બેટિંગ અદભૂત હતી. તેણે તેની ટૂંકી પરંતુ ઝંઝાવાતી ઇનિંગ રમી આખા મેદાનમાં ચારેકોર ફટકાબાજી કરી હતી. સુંદરે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં 16 બોલનો સામનો કર્યો અને 37 રન બનાવ્યા હતાં.
ઉમરાને યાદગાર પદાર્પણ કર્યું હતું
ભારતનો યુવા સ્પીડ ગન તરીકે ઓળખાતા ઉમરાન મલિક તેની ડેબ્યૂમાં જ શાનદાર બોલિંગ કરી હતી. પોતાની પહેલી જ મેચમાં તેણે કિવી ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ કોનવેને ડૅજ કરીને પેવેલિયનનો રસ્તો ભેગો કરી દીધો હતો. કોનવે ઉમરાનની ઝંઝાવાતી સ્પીડ સામે જાણે ઘૂંટણીયે પડી ગયો હતો અને ઋષભ પંતનો કેચ આપી બેઠો હતો. ડેવિડ કોનવે ઉમરાન મલિકની વનડે કારકિર્દીનો પહેલો શિકાર બન્યો હતો.