IND vs PAK Asia Cup 2023: ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ્દ

આજથી એશિયા કપમાં બે મોટી અને કટ્ટર હરિફ ટીમો વચ્ચે જંગ જામશે, એશિયા કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન આમને સામને વનડે ક્રિકેટમાં ટકરાઇ રહ્યાં છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 Sep 2023 10:02 PM
મેચ વરસાદના કારણે રદ

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતીય ટીમે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વરસાદને કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી. જે બાદ બન્ને ટીમને એક એક પોઈન્ટ આપવામાં આવ્યો છે.


 





જો ઓવર કાપવામાં આવે તો કેટલા રનનો ટાર્ગેટ મળશે પાકિસ્તાનને

જો વરસાદના કારણે 40 ઓવર રમાય તો પાકિસ્તાનને 239 રનનો ટાર્ગેટ મળશે. જ્યારે પાકિસ્તાનને 30 ઓવરમાં 203 રન બનાવવા પડશે. જો પાકિસ્તાનને માત્ર 20 ઓવર મળે તો 155 રનનો લક્ષ્યાંક રહેશે.

ફરી વરસાદ શરૂ થયો

કેન્ડીમાં સતત વરસાદ ચાલુ છે. જોકે, સારી વાત એ છે કે પલ્લેકેલે સ્ટેડિયમના આખા મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વરસાદ બંધ થતાં જ મેચ શરૂ કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયા 266 રનમાં ઓલ આઉટ

ટીમ ઈન્ડિયાની ઈનિંગ 266 રનમાં સમેટાઈ ગઈ છે. 48.5 ઓવરમાં ભારતની ટીમ ઓલ આઉટ થઈ ગઈ છે. ભારત તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડ્યાએ 87 અને ઈશાન કિશને 82 રન કર્યા હતા. પાકિસ્તાન તરપથી શાહિન આફ્રીદીએ 4 અને રઉફ અને નસીમ શાહે 3-3 વિકેટ લીધી હતી.

ભારતની ઉપરા ઉપરી 3 વિકેટ પડી

ટીમ ઈન્ડિયા ફરી મુશ્કેલીમાં આવી ગઈ છે. ઉપરાઉપરી 3 વિકેટ પડી છે. પહેલા હાર્દિક પંડ્યા 87 રને,  જાડેજા 14 રને અને શાર્દુલ ઠાકુર 3 રન બનાવી આઉટ થયા છે.

ઈશાન કિશન સદી ચૂકી ગયો

ભારતની પાંચમી વિકેટ 38મી ઓવરમાં 204ના સ્કોર પર પડી. શાનદાર બેટિંગ કરી રહેલો ઈશાન કિશન 82 રન બનાવીને આઉટ થયો હતો.  ઈશાને 81 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 82 રનની ઈનિંગ રમી હતી.

હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી

ઇશાન કિશન પછી, હાર્દિક પંડ્યાએ પણ અડધી સદી ફટકારી છે. હાર્દિકે 62 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યા હતા. બંને વચ્ચે 112 રનની ભાગીદારી થઈ છે.

ઇશાન કિશનની શાનદાર ફિફ્ટી 

બિહારના લાલ ઈશાન કિશને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં કમાલ કર્યો છે. ઈશાન કિશન પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા માટે સંકટમોચક બન્યો હતો. તેને 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી શાનદાર ફિફ્ટી ફટકારી હતી. વનડેમાં આ તેની સતત ચોથી અડધી સદી છે. 29 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર 4 વિકેટના નુકશાને 147 રન થઈ ગયો છે. ઈશાન 58 બૉલમાં 55 અને હાર્દિક પંડ્યા 48 બૉલમાં 37 રને રમતમાં છે.


 

25 ઓવર બાદ ભારતીય ટીમ 

પાકિસ્તાન વિરુદ્ધ ભારતે 25 ઓવરની રમત પુરી કરી લીધી છે, 25 ઓવરના અંતે ભારતીય ટીમે વિકેટો ગુમાવીને 127 રન બનાવી લીધા છે. ઈશાન કિશન 43 રન અને હાર્દિક પંડ્યા 30 રન બનાવીને ક્રિઝ પર છે. બંનેએ 61 રનની ભાગીદારી કરી છે.

કિશન-હાર્દિક વચ્ચે 50 રનની પાર્ટનરશીપ

શરૂઆતની ચાર વિકેટો ઝડપથી ગુમાવ્યા બાદ ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાએ ટીમને સ્થિરતા આપવાનું કામ કર્યુ છે. બન્ને ખેલાડીઓએ ટીમના સ્કૉરમાં ઉપયોગી 50 રન જોડ્યા છે. ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા બન્ને વચ્ચે 50 રનની પાર્ટનરશીપ પુરી થઇ ગઇ છે. ઇશાન કિશન 43 બૉલમાં 41 રન અને હાર્દિક પંડ્યા 24 બૉલમાં 21 રન બનાવીને રમી રહ્યાં છે.

ભારતના 100 રન પુરા

ભારતના 100 રન પુરા થઈ ગયા છે. શરૂઆતની 4 વિકેટો ઝડપથી ગુમાવ્યા બાદ બાદ ઈશાન કિશન અને વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ જવાબદારી સંભાળી હતી. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં ચાર વિકેટે 102 રન બનાવી લીધા છે. ઈશાન કિશન 32 અને હાર્દિક પંડ્યા 16 રન બનાવીને ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાને બંને ખેલાડીઓ પાસેથી મોટી પાર્ટનરશીપની અપેક્ષા છે.

15 ઓવર બાદ ટીમ ઇન્ડિયા

પાકિસ્તાન સામે અત્યારે ભારતીય ટીમની હાલત નાજુક સ્થિતિમાં છે, 15 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 4 વિકેટના નુકશાને 72 રન પર પહોંચ્યો છે, અત્યારે ક્રિઝ પર હાર્દિક પંડ્યા 5 રન અને ઇશાન કિશન 14 રન બનાવીને રમી રહ્યાં છે. આ પહેલા ભારતે પોતાની શરૂઆતી ચારેય વિકેટો 100 રનની અંદર ગુમાવી દીધી હતી.

ભારતીય ટીમને ચોથો ઝટકો

ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી છે, શરૂઆતની ચારેય વિકેટો ઝડપથી ગુમાવી દીધી છે. ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલને હેરિસ રાઉફે માત્ર 11 રને પેવેલિયન મોકલી દીધો છે. ગીલે આ મેચમાં 32 બૉલમાં 1 ચોગ્ગા સાથે 10 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઇન્ડિયા 15 ઓવરના અંતે 4 વિકેટોના નુકશાને 71 રન પર પહોંચી છે, અત્યારે ક્રિઝ પર ઇશાન કિશન 13 રન અને હાર્દિક પંડ્યા 5 રન બનાવીને રમી રહ્યાં છે.

ફરી વરસાદ બન્યો વિઘ્ન 

ફરી એકવાર મેચમાં વરસાદી વિઘ્ન નડ્યુ છે, વરસાદના કારણે બીજીવાર મેચ અટકાવવામાં આવી છે. ભારતે 11.2 ઓવરમાં 3 વિકેટો ગુમાવીને 51 રન બનાવ્યા છે. શુભમન ગીલ સાથે ઈશાન કિશન ક્રિઝ પર રમી રહ્યાં છે. ગીલ 24 બૉલમાં 6 રન અને ઈશાને 6 બોલમાં 2 રન બનાવીને ક્રિઝ પર છે.

ભારતના 50 રન પુરા

ટીમ ઇન્ડિયાએ મુશ્કેલ પરિસ્થિતિ બાદ 50 રન પુરા કરી લીધા છે. 11 ઓવર બાદ ભારતે 3 વિકેટો ગુમાવીને 51 રન કર્યા છે. અત્યારે ક્રિઝ પર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલ 6 અને ઇશાન કિશન 0 રન પર છે. 

રાઉફે શ્રેયસ અય્યરને પેવેલિયન મોકલ્યો 

ભારતને ત્રીજો ઝટકો લાગ્યો છે, પાકિસ્તાન ફાસ્ટ બૉલર હેરિસ રાઉફે શ્રેયસ અય્યરને પવેલિયન મોકલ્યો છે. શ્રેયસ અય્યર 9 બૉલમાં 2 ચોગ્ગા સાથે 14 રન બનાવીને આઉટ થયો હતો. હેરિસ રાઉફે શ્રેયસ અય્યરને ફખર જમાનના હાથમાં ઝીલાવી દીધો હતો. ટીમનો સ્કૉર 10.2 ઓવરના અંતે 3 વિકેટના નુકસાને 49 રન પર પહોચ્યો છે. 

ભારતને બીજો ઝટકો, કોહલી આઉટ

ભારતીય ટીમને બીજ ઝટકો લાગ્યો છે, મીડિલ ઓર્ડર બેટ્સમેન વિરાટ કોહલીને પણ શાહીન શાહ આફ્રિદીએ પેવેલિયન મોકલ્યો છે, 6.3 ઓવરમાં શાહીન આફ્રિદીએ વિરાટ કોહલીને પણ બૉલ્ડ કરીને આઉટ કરી દીધો હતો. કોહલી 7 બૉલમાં 1 ચોગ્ગાની મદદથી 4 રન બનાવી શક્યો હતો. હાલમાં ક્રિઝ પર શુભમન ગીલ 1 રન અને શ્રેયસ અય્યર રમી રહ્યાં છે.

ભારતને પ્રથમ ઝટકો, રોહિત આઉટ

ભારતીય ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. વરસાદ રોકાયા બાદ મેચ શરૂ થતાંની સાથે જ ભારતને મોટો ઝટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો, પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શાહીન શાહ આફ્રિદીએ પાંચમી ઓવરના છેલ્લા બૉલ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માને ક્લિન બૉલ્ડ કરીને પેવેલિયન ભેગો કરી દીધો હતો. આ સમયે ભારતીય ટીમનો સ્કૉર 5 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 15 રન પર પહોંચ્યો હતો, કેપ્ટન રોહિત શર્માએ 22 બૉલમાં 2 ચોગ્ગા સાથે 11 રનની ઇનિંગ રમી હતી.

વરસાદના કારણે મેચ અટકી

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદી વિઘ્ન નડ્યુ છે, પ્રથમ બેટિંગ કરી રહેલી ટીમ ઇન્ડિયાએ 4.2 ઓવર રમીને વિના વિકેટે 15 રન બનાવી લીધા હતા, આ દરમિયાન અચાનક વરસાદી વિઘ્ન આવ્યુ, અત્યારે ઓપનિંગ જોડી ક્રિઝ પર છે, કેપ્ટન રોહિત શર્મા 18 બૉલમાં બે ચોગ્ગાની મદદથી 11 રન બનાવ્યા છે, તો શુભમન ગીલ 8 બૉલમાં 0 રન બનાવીને રમી રહ્યાં છે.

પ્રથમ ઓવર, ભારત વિના વિકેટે 6 રન

ભારતીય ટીમ ક્રિઝ પર છે, પ્રથમ ઓવરના અંતે ભારતીય ટીમે વિના વિકેટે 6 રન બનાવી લીધા છે. અત્યારે ક્રિઝ પર ઓપનિંગ જોડી કેપ્ટન રોહિત શર્મા 5 રન અને શુભમન ગીલ 0 રન બનાવીને ક્રિઝ પર છે.

ભારતની બેટિંગ શરૂ, રોહિત-ગીત ઓપનિંગમાં

ભારતીય ટીમની બેટિંગ શર થઇ ચૂકી છે, કેપ્ટન રોહિત શર્મા અને યુવા બેટ્સમેન શુભમન ગીલ ઓપનિંગમાં છે, પહેલી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા કેચ આઉટ થતાં બચ્યો હતો

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કરાયો

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્લેઈંગ ઈલેવન: ફખર જમાન, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિનરોને જગ્યા

ભારતે પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિન બોલરોનો સમાવેશ કર્યો છે. પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઇન ધ ઝૉન

ભારતે ટૉસ જીત્યો, પહેલા બેટિંગ કરશે 

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની શાનદાર મેચ આજે શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. લાંબા સમય બાદ ભારતીય ટીમ પોતાની પુરી તાકાત સાથે રમવા મેદાનમાં આવી રહી છે. પાકિસ્તાને આ મેચ માટે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

6 ટીમો, 3-3 ટીમોના બે ગૃપો 

આ વખતે એશિયા કપમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. આ માટે 3-3 ટીમોના બે જૂથ બનાવવામાં આવ્યા છે. ભારત, પાકિસ્તાન અને નેપાળને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે જ્યારે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને બીજા ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ગ્રુપ સ્ટેજ પછી દરેક ગ્રુપમાંથી ટોપ 2-2 ટીમો સુપર 4માં પહોંચશે, જ્યારે 2 ટીમોનું અભિયાન અહીં સમાપ્ત થશે.

ભારત-પાકિસ્તાન આમને સામને 

એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ પહેલી મેચ જીતીને અહીં પહોંચી છે. તેણે એશિયા કપની શરૂઆતની મેચમાં નેપાળને 238 રનથી હરાવ્યું હતું, જ્યારે ભારત આજે આ મેચથી તેના અભિયાનની શરૂઆત કરી રહ્યું છે. વનડે ફોર્મેટમાં બંને ટીમો 4 વર્ષ પછી આમને-સામને છે. આ પહેલા બંને ઈંગ્લેન્ડમાં રમાયેલા 2019 વર્લ્ડ કપમાં એકબીજાનો સામનો કરી ચુક્યા હતા, જ્યાં ટીમ ઈન્ડિયાએ તેમને હરાવ્યા હતા. આ પછી, T20 ફોર્મેટમાં બંને ટીમો કેટલાક પ્રસંગોએ ટકરાયા છે.

વન ડે ફોર્મેટમાં રમાઈ રહ્યો છે એશિયા કપ

એશિયા કપ 2023 ODI ફોર્મેટમાં રમાઈ રહ્યો છે અને આ ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ ચાર વર્ષ બાદ મેચો રમાશે. અગાઉ વનડેમાં, વર્લ્ડ કપ 2019માં બંને ટીમો સામસામે આવી હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. તે મેચમાં રોહિત શર્માએ 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આજે રમાનારી મેચનું પરિણામ જોવાનું રસપ્રદ રહેશે.

મેચમાં વરસાદ પડશે ?

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન મેચના દિવસે કેન્ડીમાં વરસાદની સાથે વીજળી પડવાની સંભાવના છે. Weather.com ના અહેવાલ મુજબ, બપોરે 2.30 વાગ્યે લગભગ 55 ટકા વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 27ની આસપાસ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડાની પણ શક્યતા છે. આના લગભગ એક કલાક પછી, વરસાદની સંભાવના થોડી ઓછી થઈ શકે છે અને 50 ટકાની નજીક પહોંચી શકે છે. જો કે, ભવિષ્યમાં વરસાદની શક્યતાઓ ઘટી રહી છે. આ દરમિયાન 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભેજ લગભગ 85 ટકા હોઈ શકે છે.

કેવો છે બંને દેશોનો રેકોર્ડ  

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 132 વનડે રમાઈ છે, જેમાં પાકિસ્તાને 73 અને ભારતે 55માં જીત મેળવી છે. આ સાથે જ બંને વચ્ચે કુલ 4 વનડે મેચ અનિર્ણિત રહી છે.

આ ખેલાડી રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શુભમન ગીલ પાકિસ્તાન સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરશે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરશે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન મિડલ ઓર્ડરમાં જ રમશે. એવું પણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કિંગ કોહલી 2023 એશિયા કપમાં ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. ઇશાન કિશન ઇનિંગની શરૂઆત કરી શકે છે. જોકે હવે મેચ પહેલા જ ભારતની પ્લેઈંગ ઈલેવન અને બેટિંગ ઓર્ડર લગભગ સ્પષ્ટ થઈ ગયો છે.

ભારતીય ટીમ  – 

ભારતીય ટીમ  – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાની ટીમ -

પાકિસ્તાની ટીમ - ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.  

ટીમમાં થઇ શકે છે ફેરફાર

પાકિસ્તાન સામે રમાનારી મેચમાં ભારતના ટોપ ઓર્ડરમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેએલ રાહુલની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાનનું રમવું લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ઈશાન કિશન કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે અને શુભમન ગિલ વિરાટ કોહલીની જગ્યાએ નંબર પર આવી શકે છે. શુભમન ગિલ અને ઈશાન કિશન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી શકે છે.

મેચનું લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ફ્રીમાં ક્યાં જોઈ શકો છો ?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ફ્રી-ડીશ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.  આ મેચની ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે.  જેને  યૂઝર્સ મોબાઇલ પર મફતમાં જોઈ શકશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યાં રમાશે મેચ ?

એશિયા કપ 2023 ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યાં રમાશે મેચ ?

એશિયા કપ 2023 ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યાં રમાશે મેચ ?

એશિયા કપ 2023 ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત-પાક મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને પાકિસ્તાનની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટોસ બપોરે 2.30 કલાકે થશે.

બોલિંગ વિભાગ આવો દેખાઈ શકે છે

ટીમમાં મુખ્ય સ્પિનર ​​કુલદીપ યાદવને તક મળશે તે લગભગ નિશ્ચિત છે. કુલદીપ આઠમા નંબર પર રહેશે. આ પછી ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો સમાવેશ લગભગ નિશ્ચિત છે. સિરાજ પહેલીવાર પાકિસ્તાન સામે પણ મેદાનમાં ઉતરી શકે છે.

વિરાટ કોહલી મિડલ ઓર્ડરમાં ઉતરી શકે છે






ભારત-પાકિસ્તાન મહામુકાબલામાં વરસાદ વિલન બની શકે છે

ક્રિકેટના ચાહકો માટે ખરાબ સમાચાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ શકે છે.  બાલાગોલા વાવાઝોડું શનિવારે ભારે વરસાદ લાવશે. આવી સ્થિતિમાં ભારત-પાક મેચ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. હવામાન અહેવાલ અનુસાર, મેચ શરૂ થાય તે પહેલા કેન્ડીમાં વરસાદની 68 ટકા સંભાવના છે. મેચ દરમિયાન  દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને વચ્ચે-વચ્ચે વરસાદ પડશે.

શાહીન આફ્રિદી સંપૂર્ણ રીતે ફિટ છે

પાકિસ્તાન માટે સારા સમાચાર છે. સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ભારત સામેની મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ છે. પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પાકિસ્તાન એ જ ટીમ સાથે ભારત સામે મેદાનમાં ઉતારી રહ્યું છે.


ભારત સામે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન- ફખર ઝમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સલમાન આગા, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હરિસ રઉફ, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી.

મેચ પહેલા વિરાટ કોહલીની મસ્તી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિરાટ કોહલી અને હરિસ રઉફ એકબીજાને સ્નેહપૂર્વક જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફ અને ભારતીય ખેલાડી વિરાટ કોહલીએ એકબીજાને ગળે લગાવ્યા હતા. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટ ચાહકોને બંને ખેલાડીઓની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.





એશિયા કપ 2023માં આજે મોટી મેચ

આજથી એશિયા કપમાં બે મોટી અને કટ્ટર હરિફ ટીમો વચ્ચે જંગ જામશે, એશિયા કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન આમને સામને વનડે ક્રિકેટમાં ટકરાઇ રહ્યાં છે, આજની મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. એકબાજુ રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ છે, તો વળી બીજી બાજુ બાબર આઝમની આગેવાની વાળી પાકિસ્તાની ટીમ છે. જાણો આજની મેચની પ્લેઇંગ ઇલેવન, પીચ રિપોર્ટથી લઇને હવામાન રિપોર્ટ અંગે.....

બ્રેકગ્રાઉન્ડ

IND vs PAK Asia Cup 2023 LIVE: આજથી એશિયા કપમાં બે મોટી અને કટ્ટર હરિફ ટીમો વચ્ચે જંગ જામશે, એશિયા કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન આમને સામને વનડે ક્રિકેટમાં ટકરાઇ રહ્યાં છે, આજની મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. એકબાજુ રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ છે, તો વળી બીજી બાજુ બાબર આઝમની આગેવાની વાળી પાકિસ્તાની ટીમ છે. જાણો આજની મેચની પ્લેઇંગ ઇલેવન, પીચ રિપોર્ટથી લઇને હવામાન રિપોર્ટ અંગે.....

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.