T20 World Cup 2024 IND vs PAK: T20 વર્લ્ડકપ 2024ની સૌથી હાઈ-પ્રૉફાઈલ મેચ આજે એટલે કે થોડા કલાકોમાં શરૂ થશે. ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ બંને ટીમો 2022 પછી પ્રથમ વખત T20 ફોર્મેટમાં આમને સામને ટકરાઇ રહી છે. ટી20માં ભારતનો અત્યાર સુધી પાકિસ્તાન સામે શાનદાર રેકોર્ડ રહ્યો છે. આ વખતે પણ ખેલાડીઓના ફોર્મ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર હોય તેમ જણાય છે. રોહિત શર્માની ટીમ બાબર આઝમની સેનાને પછાડી શકે છે. આ મેચ રવિવારે સાંજે ન્યૂયોર્કમાં રમાશે.


ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 12 T20 મેચ રમાઈ છે. આમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર રહ્યો છે. ભારતે 8 મેચ જીતી છે અને 3 હારી છે. આ વખતે પણ ટીમ ઈન્ડિયા ઘણી મજબૂત છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની સાથે જસપ્રીત બુમરાહ પણ ટીમ માટે કમાલ કરી શકે છે.


કેવો રહેશે પીચનો આજે મિજાજ -
ન્યૂયોર્કમાં ભારત-પાક મેચ રમાવાની છે. અહીંની પિચ એકદમ ધીમી છે. મેચ પહેલા જ આને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એ જ પીચ પર જ્યાં ભારત-પાકિસ્તાનની મેચ રમાવવાની છે, ત્યાં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચ પણ છે. આ મેચમાં નેધરલેન્ડની ટીમ 103 રન જ બનાવી શકી હતી. આ પહેલા પણ ઓછા સ્કોરવાળી મેચો બની છે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ લૉ સ્કોરિંગ બની શકે છે.


ટીમ ઇન્ડિયાના ગેમચેન્જર ખેલાડીઓ - 
જો ટીમ ઈન્ડિયા પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે છે તો કુલદીપ યાદવને તક મળી શકે છે. જો કુલદીપ પ્લેઈંગ ઈલેવનમાં રહેશે તો તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તે ધીમી પીચ પર કમાલ કરી શકે છે. આ સાથે રોહિત અને કોહલી પણ કમાલ કરી શકે છે. રોહિતે આયરલેન્ડ સામે અડધી સદી ફટકારી હતી. વિરાટ 1 રન બનાવીને આઉટ થયો હતો. જોકે તેનો પાકિસ્તાન સામે મજબૂત રેકોર્ડ છે.


પાકિસ્તાન સામેની મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: - 
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.