Champions Trophy 2025 Hosting Issue: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 2023માં રમાયેલા ODI વર્લ્ડકપમાં થયો હતો, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. હવે બંને વચ્ચે આગામી મુકાબલો T20 વર્લ્ડકપ 2024માં થશે, પરંતુ તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખુલાસો થયો છે કે ભારતીય ટીમ 2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.


પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની યજમાની કરી રહ્યું છે. અગાઉ આપણે એશિયા કપ 2023 માં પણ આવું જ જોયું છે, જ્યાં ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ટીમ ઇન્ડિયાએ તેની મેચો શ્રીલંકામાં હાઇબ્રિડ મૉડલ હેઠળ રમી હતી. એશિયા કપ માટે ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. પાકિસ્તાનની મુલાકાત ન લેવા માટે ભારત દ્વારા સુરક્ષાનો હવાલો આપવામાં આવ્યો હતો.


હવે ચેમ્પિયન્સ ટ્રૉફીના સંદર્ભમાં BCCIના એક સૂત્રએ સમાચાર એજન્સી IANSને કહ્યું, "દ્વિપક્ષીય સીરીઝને ભૂલી જાઓ, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે પણ પાકિસ્તાનનો પ્રવાસ ના કરી શકે. સ્થળ બદલી શકાય છે અથવા હાઇબ્રિડ મૉડલનો ઉપયોગ કરી શકાય છે."


વર્લ્ડકપ માટે ભારત પ્રવાસ પર આવી હતી પાકિસ્તાન ટીમ 
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2023ના ODI વર્લ્ડકપ માટે ભારતની મુલાકાતે આવી હતી. જોકે, વર્લ્ડકપ માટે ભારત આવતા પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણી માંગણીઓ કરી હતી, ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાન પણ વર્લ્ડકપ માટે ભારત નહીં આવે જાઓ.


હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ચેમ્પિયન્સ ટ્રૉફીને લઈને શું પરિણામ આવે છે. જો ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય તો જોવાનું એ રહે છે કે સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે પછી હાઈબ્રિડ મોડલનો ઉપયોગ કરવામાં આવશે.