IND vs PAK: કરોડો રૂપિયાની વૉચ પહેરીને ઉતર્યો હાર્દિક પંડ્યા, આખી પાકિસ્તાનની ટીમ મળીને પણ નથી કમાતી આટલા રૂપિયા

Hardik Pandya: ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને હરાવીને સતત બીજી જીત મેળવી હતી

Continues below advertisement

Hardik Pandya:  ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને હરાવીને સતત બીજી જીત મેળવી હતી. આ સાથે ભારતે લગભગ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમ ઈન્ડિયાએ શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. હાર્દિક પંડ્યાએ બાબર આઝમને આઉટ કરીને પાકિસ્તાનને શરૂઆતમા ઝટકો આપ્યો હતો. આઉટ કર્યા પછી પંડ્યા એક કારણસર ચર્ચાનો વિષય બન્યો હતો.

Continues below advertisement

બાબરને આઉટ કર્યા પછી પંડ્યાએ ઉજવણી કરી અને આ દરમિયાન બધાએ તેની ઘડિયાળ જોઈ હતી.  પંડ્યાની આ ઘડિયાળ કોઈ સામાન્ય ઘડિયાળ નથી પણ એક અમૂલ્ય ઘડિયાળ છે જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. જો 11 પાકિસ્તાની ખેલાડીઓની આખી મેચ ફી એકસાથે ઉમેરવામાં આવે તો પણ આ ઘડિયાળની કિંમત બરાબરી કરી શકાતી નથી.

પંડ્યા 7 કરોડની ઘડિયાળ પહેરે છે

જ્યારે પંડ્યા વિકેટ લીધા પછી ઉજવણી કરી રહ્યો હતો ત્યારે તેના હાથમાં સફેદ ડાયલ અને નારંગી પટ્ટાવાળી વૉચ જોવા મળી હતી. આ ઘડિયાળ લોકોના ધ્યાનમાં આવતાની સાથે જ તેની તપાસ શરૂ થઈ ગઈ હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પંડ્યાએ રિચાર્ડ મિલની ઘડિયાળ પહેરી છે. આ ઘડિયાળ ARAM 27-02 છે. ઓનલાઈન લક્ઝરી ઘડિયાળ વેચતી સાઇટ જેમ નેશન અનુસાર, આ ઘડિયાળની કિંમત 8 લાખ યુએસ ડોલર એટલે કે આશરે સાત કરોડ ભારતીય રૂપિયા છે.

પંડ્યાની ઘડિયાળ ખૂબ જ લિમિટેડ એડિશનમાં ઉપલબ્ધ છે. અત્યાર સુધી આવી ફક્ત 50 ઘડિયાળ બનાવવામાં આવી છે. પંડ્યા તેમની વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે. તેની પાસે વૉચ, કારનું સારુ કલેક્શન છે. આ ઘડિયાળ પણ તેમાંથી એક છે.

પંડ્યાની ઘડિયાળ આખી પાકિસ્તાન ટીમ પર પ્રભુત્વ ધરાવે છે

પંડ્યાની એક ઘડિયાળની કિંમત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે રમનાર પાકિસ્તાન ટીમના 11 ખેલાડીઓની વન-ડે મેચ ફી કરતાં ઘણી વધારે છે. 2 નવેમ્બર, 2024ના રોજ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, પાકિસ્તાન ટીમના એક ખેલાડીને એક મેચ માટે 6 લાખ 44 હજાર પાકિસ્તાની રૂપિયા મળે છે. જો ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો તે આશરે 1.5 લાખ રૂપિયા થશે. એટલે કે, બધા 11 ખેલાડીઓ માટે કુલ રકમ પાકિસ્તાની રૂપિયામાં લગભગ ૭૦ લાખ અને ભારતીય રૂપિયામાં લગભગ સાડા સોળ લાખ થશે.

હવે તમે પોતે જ અંદાજ લગાવી શકો છો કે પંડ્યાની ઘડિયાળ કેટલી મોંઘી છે અને તેની સરખામણીમાં પાકિસ્તાનની ટીમ ક્યાં છે. પંડ્યાના પ્રદર્શનની વાત કરીએ તો, બાબર ઉપરાંત, તેણે પાકિસ્તાન સામે સઉદ શકીલને પણ આઉટ કર્યો હતો, જેણે પાકિસ્તાન માટે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. પંડ્યાએ આઠ ઓવર ફેંકી અને 31 રન આપીને બે વિકેટ લીધી હતી.

ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચી શકે છે, જાણો ક્વોલિફાય થવાનું ગણિત

Continues below advertisement
Sponsored Links by Taboola