IND vs PAK Live Streaming Telecast: T20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 19મી મેચ રમાશે. બંને વચ્ચેની આ શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. મેચનો દિવસ ખૂબ નજીક છે, પરંતુ તે પહેલા ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠતો જ હશે કે તેઓ આ મેચ લાઈવ ક્યાંથી જોઈ શકશે ? તેથી અમે તમને ફક્ત તે વિશે જ જણાવીશું કે તમે ભારત-પાકિસ્તાન મેચ 'ફ્રી' કેવી રીતે લાઈવ જોઈ શકશો.


ક્યાં રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ ?
T20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.


ક્યારે રમાશે IND vs PAK T20 મેચ ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં રમાનારી મેચ 09 જૂન, રવિવારે સવારે 10:30 વાગ્યે શરૂ થશે. જોકે, ભારતીય સમય અનુસાર આ મેચ ભારતમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે.


ટીવી પર ક્યાંથી જોઇ શકશો India vs Pakistan Match લાઇવ ?
ભારતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી T20 વર્લ્ડકપ 2024 મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.


મોબાઇલ પર 'ફ્રી' માં ક્યાંથી જોઇ શકશો IND vs PAK લાઇવ સ્ટ્રીમિંગ ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર 'ફ્રી' હશે. જો કે, માત્ર મોબાઈલ યૂઝર્સ જ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકશે.


ભારતે જીતી પહેલી મેચ, પાકિસ્તાને ગુમાવી શરૂઆત મેચ 
T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પોતાની બીજી મેચ રમવા માટે આમને-સામને ટકરાશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ આયરલેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 8 વિકેટે જીત મેળવી હતી. બીજી તરફ, પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ યજમાન અમેરિકા સામે રમી હતી. આ મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પહેલી મેચ હારી ગયેલી પાકિસ્તાનની ટીમ ભારત સામે કેવું પ્રદર્શન કરે છે. નોંધનીય વાત એ છે કે અત્યાર સુધી પાકિસ્તાન T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામે માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે.