IND vs PAK New York Stadium Update: તમામ દેશોની ટીમો 2 જૂનથી શરૂ થઈ રહેલા ICC T20 વર્લ્ડકપ 2024ની (T20 World Cup 2024) તૈયારીમાં વ્યસ્ત છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે સ્ટેડિયમ પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. કોઈપણ ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ચર્ચિત મેચ ભારત વિરુદ્ધ પાકિસ્તાન (IND vs PAK) છે. આવી સ્થિતિમાં આ વર્ષે પણ આ બંને દેશો વચ્ચે રમાનારી હાઇ વૉલ્ટેજ મેચને લઈને એક અપડેટ સામે આવ્યું છે.


વાસ્તવમાં, ન્યૂયોર્કના સ્ટેડિયમમાં (New York Stadium) જ્યાં 9 જૂને ભારત અને પાકિસ્તાનની (IND vs PAK) મેચ રમાવવાની છે, તે ICC દ્વારા સંપૂર્ણ રીતે તૈયાર અને લૉન્ચ કરવામાં આવ્યું છે, ત્યારબાદ મેચ પહેલા ફરી એકવાર ભારત-પાકિસ્તાન મેગા-મેચની ચર્ચા શરૂ થઈ ગઈ છે.


લૉન્ચ થયું ન્યૂયોર્કનું નવું સ્ટેડિયમ 
હાલમાં જ ન્યૂયોર્કમાં બનેલું નવું સ્ટેડિયમ "નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ" જૂનમાં રમાનારા ટી20 વર્લ્ડકપનો રોમાંચ વધારવા માટે તૈયાર છે. 34,000 દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ માત્ર અદભૂત જ નહીં પણ ખાસ પણ છે. તેની ડિઝાઇનમાં લાસ વેગાસના ફૉર્મ્યૂલા વન રેસ ટ્રેક જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત મેદાન માટે ફ્લૉરિડાથી ખાસ તૈયાર કરેલી પીચો પણ લગાવવામાં આવી છે.


દિગ્ગજ ક્રિકેટરો અને ઉસેન બૉલ્ટની હાજરીમાં લૉન્ચ થયું સ્ટેડિયમ
આ ખાસ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે ન્યૂયોર્કના દિગ્ગજ ખેલાડીઓની સાથે ક્રિકેટ જગતના દિગ્ગજોનો મેળાવડો જામ્યો હતો. વિશ્વનો સૌથી ઝડપી દોડવીર ઉસેન બૉલ્ટ પણ સ્ટેડિયમની પહેલી ઝલક મેળવનારાઓમાં સામેલ હતો. ક્રિકેટ જગતના દિગ્ગજ- સર કર્ટલી એમ્બ્રૉઝ (વેસ્ટ ઈન્ડિઝ), શોએબ મલિક (પાકિસ્તાન) અને લિયામ પ્લંકેટ (ઈંગ્લેન્ડ) પણ તેમની સાથે હાજર હતા. આ ખાસ અવસર પર અમેરિકન ક્રિકેટર કૉરી એન્ડરસન અને મોનાંક પટેલે પણ પોતાની હાજરી નોંધાવી હતી.






આ દેશો વચ્ચે રમાશે ન્યૂયોર્કના સ્ટેડિયમમાં મેચો 
3 જૂન, 2024 - શ્રીલંકા vs દક્ષિણ આફ્રિકા
5 જૂન, 2024 - ભારત vs આયર્લેન્ડ
7 જૂન, 2024 – કેનેડા vs આયર્લેન્ડ
8 જૂન, 2024 - નેધરલેન્ડ vs દક્ષિણ આફ્રિકા
9 જૂન, 2024 - ભારત vs પાકિસ્તાન
10 જૂન, 2024 - દક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશ
11 જૂન, 2024 - પાકિસ્તાન vs કેનેડા
12 જૂન, 2024 - અમેરિકા vs ભારત