RR vs PBKS: ગુવાહાટીમાં રમાયેલી IPL 2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરીને 144 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 8 ઓવરમાં માત્ર 48 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે રાજસ્થાન આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ સેમ કરેને 41 બોલમાં 63 રનની અણનમ ઈનિંગ રમીને મેચ પોતાના તરફ કરી દીધી. પંજાબે સાત બોલમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો હતો. રાજસ્થાનની આ સતત ચોથી હાર છે.


 





IPL-2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબે સિઝનમાં પાંચમી મેચ જીતી છે. ટીમે 10 પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ પ્લેઑફમાં પહોંચી ગયેલું રાજસ્થાન સતત ચોથી મેચ હારી ગયું હતું.


રાજસ્થાને પંજાબને 145 રનનો ટાર્ગેટ આપ્યો



IPL 2024ની 65મી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં માત્ર 144 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી રિયાન પરાગે 34 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય રવિચંદ્રન અશ્વિને 19એ 28 રન બનાવ્યા હતા. આ બે સિવાય રોયલ્સના એકપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યા નથી. પંજાબ કિંગ્સ તરફથી સેમ કરન, હર્ષલ પટેલ અને રાહુલ ચહરે બે-બે વિકેટ લીધી હતી. હર્ષલ પટેલ પાસે હવે પર્પલ કેપ છે.


હર્ષલ પટેલને પર્પલ કેપ મળી હતી
રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા હર્ષલ પટેલે 12 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. હવે આરઆર સામેની મેચમાં 2 વિકેટ લઈને તે પર્પલ કેપની રેસમાં ટોચ પર આવી ગયો છે. સિઝનમાં તેના નામે હવે 22 વિકેટ છે અને તેના પછી મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રિત બુમરાહ બીજા સ્થાને છે. બુમરાહે IPL 2024માં અત્યાર સુધી 20 વિકેટ લીધી છે. હર્ષલ પટેલ ઉપરાંત પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહ પણ ટોપ-5માં છે, જેમના નામે હાલમાં 17 વિકેટ છે.


પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન



પ્રભસિમરન સિંહ, જોની બેરસ્ટો, રિલે રોસો, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કરન (કેપ્ટન), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, નાથન એલિસ, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.




રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન



યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, આવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ.