IND vs PAK Score : મહામુકાબલામાં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત, કોહલીની અણનમ સદી
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે દુબઈમાં મેચ રમાશે. આ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની હાઈ વોલ્ટેજ મેચ હશે.
ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. ભારત તરફથી વિરાટ કોહલી 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની આ સતત બીજી જીત છે. પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરીને 241 રન જ બનાવી શકી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ 42.3 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો.
ભારતની ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર 56 રન બનાવી આઉટ થયો છે. હાલમાં વિરાટ કોહલી 85 રન બનાવી રમતમા છે. ભારતને હવે જીતવા માટે માત્ર 28 રનની જરુર છે.
ભારતનો સ્કોર બે વિકેટે 185 રન પર પહોંચી ગયો છે. હવે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 90 બોલમાં 57 રન બનાવવાના છે. વિરાટ કોહલી 84 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 69 રન બનાવીને રમતમાં છે. શ્રેયસ અય્યર 53 બોલમાં 46 રન બનાવીને રમતમાં છે. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે.
ખુશદિલ શાહે ફેંકેલી 30મી ઓવરમાં ભારતીય ટીમે 10 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે આ ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ સઈદ શકીલે ઓવરના છેલ્લા બોલ પર અય્યરનો આસાન કેચ છોડ્યો હતો. અય્યર હાલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે.
23 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર બે વિકેટે 123 રન છે. વિરાટ કોહલી 53 બોલમાં 44 રન બનાવીને રમતમાં છે. તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે. શ્રેયસ અય્યર 18 બોલમાં એક ચોગ્ગા સાથે 10 રન બનાવી રહ્યો છે. ભારતે હવે જીતવા માટે વધુ 119 રન બનાવવાના છે.
19 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર બે વિકેટે 107 રન છે. વિરાટ કોહલી 44 બોલમાં બે ચોગ્ગાની મદદથી 35 રન બનાવીને રમતમાં છે. શ્રેયસ અય્યર ચાર બોલમાં ત્રણ રન પર છે. ભારતે હવે જીતવા માટે 135 રનની જરુર છે.
17.3 ઓવરમાં ભારતનો સ્કોર 2 વિકેટે 100 રન છે. શુભમન ગિલ 46 રન બનાવી આઉટ થયો છે. વિરાટ કોહલી હાલ 31 રન બનાવી મેદાનમાં છે. શ્રેયસ અય્યર બેટિંગ કરવા માટે આવ્યો છે.
11 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 67 રન છે. હરિસ રઉફની આ ઓવરમાં શુભમન ગિલનો કેચ છૂટ્યો હતો. શુભમન ગિલ 38 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 35 રન બનાવી રમી રહ્યો છે. વિરાટ કોહલી 13 બોલમાં 9 રન બનાવીને રમતમાં છે. ભારતે હવે જીતવા માટે 175 રન બનાવવાના છે.
શુભમન ગિલે શાહીન આફ્રિદીની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. 7 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 46 રન છે. શુભમન ગિલ 27 બોલમાં 25 રન બનાવીને રમતમાં છે. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા છે. વિરાટે હજુ ખાતું ખોલ્યું નથી.
ભારતીય ટીમને પ્રથમ ઝટકો રોહિત શર્માના રુપમાં લાગ્યો છે. રોહિત શર્મા 20 રન બનાવી આઉટ થયો હતો. હાલમાં વિરાટ કોહલી અને ગિલ મેદાનમાં છે.
ભારતીય ટીમે શાનદાર શરુઆત કરી છે. રોહિત શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે, રોહિતે એક સિક્સ અને એક ફોર ફટકારી છે. રોહિત સાથે શુભમન ગિલ પણ મેદાનમાં છે.
પાકિસ્તાને ભારતને 242 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ODIમાં સતત પાંચમી મેચમાં વિપક્ષી ટીમને 50 ઓવરમાં ઓલઆઉટ કરી દીધી છે. હર્ષિત રાણાએ ખુશદિલ શાહને કોહલીના હાથે કેચ કરાવી પાકિસ્તાનની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. ખુશદિલે 39 બોલમાં બે છગ્ગાની મદદથી 38 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી કુલદીપે સૌથી વધુ ત્રણ અને હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી.
કુલદીપ યાદવે વધુ એક વિકેટ ઝડપી છે. નસીમ શાહ 14 રન બનાવી આઉટ થયો છે. પાકિસ્તાને 47 ઓવર બાદ 8 વિકેટ ગુમાવી 222 રન બનાવ્યા છે. ખુશદીલ શાહ 27 રન બનાવી રમતમાં છે.
42મી ઓવરમાં પાકિસ્તાનની ટીમને એક પછી એક બે ઝટકા લાગ્યા છે. કુલદિપ યાદવે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. ખુશદીલ શાહ અને નદીમ શાહ હાલ રમતમાં છે. પાકિસ્તાને 7 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા છે.
37 ઓવરમાં પાકિસ્તાનની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. રવિંદ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાને પાંચમી સફળતા અપાવી હતી. તૈયબ તાહિર 4 રન બનાવી આઉટ થયો છે. પાકિસ્તાને 37 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા છે. સલમાન આગા અને ખુશદિલ શાહ રમતમાં છે.
33 મી ઓવરમાં ભારતીય ટીમને ત્રીજી સફળતા મળી છે. અક્ષર પટેલે રિઝવાનને પેવેલિયન પરત મોકલ્યો છે. રિઝવાન 47 રન બનાવી આઉટ થયો છે. પાકિસ્તાનની શકીલ-રિઝવાનની ભાગીદારીને અક્ષરે તોડી હતી.
31 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 137 રન છે. રિઝવાન 71 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 41 રન બનાવી રમી રહ્યો છે. સઈદ શકીલ પોતાની અડધી સદી પૂરી કરી છે. બંને વચ્ચે સારી ભાગીદારી થઈ છે. ટીમ ઈન્ડિયાને વિકેટની તલાશ છે.
કુલદીપ યાદવની ઓવરમાં સઉદ શકીલે બે ફોર ફટકારી છે. પાકિસ્તાનનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. 27 ઓવરમાં ટીમે 2 વિકેટ ગુમાવી 116 રન બનાવ્યા છે. મોહમ્મદ રીઝવાન અને શકીલ રમતમાં છે.
25 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 99 રન છે. કેપ્ટન મોહમ્મદ રિઝવાન 53 બોલમાં બે ફોર સાથે 24 રન બનાવીને રમતમાં છે. સઈદ શકીલ 45 બોલમાં એક ફોર સાથે 29 રન બનાવીને રમતમાં છે. ભારતીય ટીમ વિકેટની તલાશમાં છે.
21 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 82 રન છે. કેપ્ટન મોહમ્મદ રિઝવાન 40 બોલમાં એક ફોર સાથે 16 રન બનાવીને રમતમાં છે. સઈદ શકીલ 39 બોલમાં એક ફોર સાથે 16 રન બનાવીને રમતમાં છે.
16 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 70 રન છે. કેપ્ટન મોહમ્મદ રિઝવાન 19 બોલમાં એક ફોર સાથે 9 રન બનાવીને રમતમાં છે. સઈદ શકીલ 25 બોલમાં એક ફોર સાથે 16 રન બનાવીને રમતમાં છે. ભારતીય બોલરો યોગ્ય લાઇન લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે.
14 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 61 રન છે. કેપ્ટન મોહમ્મદ રિઝવાન 13 બોલમાં એક ફોર સાથે સાત રન પર છે. સઈદ શકીલ પણ 19 બોલમાં આઠ રન બનાવીને રમતમાં છે. ભારતીય બોલરો યોગ્ય લાઇન લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે.
પાકિસ્તાનને ઇનિંગ્સની 10મી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો છે. અક્ષર પટેલના ડાયરેક્ટ થ્રૉ પર ઇમામ ઉલ હક રન આઉટ થયો છે. ઇમામ 26 બોલમાં ફક્ત 10 રન બનાવી શક્યો હતો. પાકિસ્તાનને સતત બીજી ઓવરમાં ઝટકો લાગ્યો છે. નવમી ઓવરમાં હાર્દિકે બાબરને વિકેટકીપર રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. તે ફક્ત 23 રન જ બનાવી શક્યો.
હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી છે. બાબર આઝમ 23 રન બનાવી આઉટ થયો છે. હાર્દિકને ખૂબ જ મોટી વિકેટ મળી છે. સાઉદ શકીલ હાલ મેદાન પર આવ્યો છે. ઉમામ ઉલ હક 10 રન બનાવી મેદાનમાં છે.
5 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટ વિના 25 રન છે. બાબર આઝમ 14 બોલમાં 10 રન બનાવીને રમતમાં છે. જ્યારે ઈમામ ઉલ હક 16 બોલમાં 9 રન બનાવીને રમતમાં છે. મોહમ્મદ શમી સંપૂર્ણપણે ફિટ દેખાતો નથી. હવે તે મેદાનની બહાર ગયો છે.
5 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટ વિના 25 રન છે. બાબર આઝમ 14 બોલમાં 10 રન પર છે. જ્યારે ઈમામ ઉલ હક 17 બોલમાં 9 રન બનાવીને રમતમાં છે.
3 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટ વિના 14 રન છે. બાબર આઝમ સાત બોલમાં બે રન પર છે. જ્યારે ઈમામ ઉલ હક 11 બોલમાં 6 રન બનાવીને રમતમાં છે. શમી યોગ્ય લાઇન લેન્થ પર બોલિંગ કરી શક્તો નથી.
બે ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટ ગુમાવ્યા વગર 10 રન છે. બાબર આઝમ સાત બોલમાં બે રન પર છે. જ્યારે ઈમામ ઉલ હક પાંચ બોલમાં બે રન પર છે.
ભારતે પહેલી ઓવર મોહમ્મદ શમીને આપી હતી. શમીએ પહેલી જ ઓવરમાં પાંચ વાઈડ બોલ ફેંક્યા હતા. પાકિસ્તાને પ્રથમ ઓવરમાં 6 રન બનાવ્યા છે. ઈમામ ઉલ હક 1 રન બનાવીને રમી રહ્યો છે. બાબર આઝમ હજુ સુધી પોતાનું ખાતું ખોલાવી શક્યો નથી.
પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને ઈમામ ઉલ હક ઓપનિંગ માટે પહોંચ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ હાઈ વોલ્ટેજ બનવા જઈ રહી છે.
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
ઈમામ-ઉલ-હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ, અબરાર અહેમદ.
ભારત સામેની શાનદાર મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ માટે બપોરે 2 વાગ્યે ટોસ થશે. આ મેચમાં ટોસની ભૂમિકા પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ભારત-પાક મહામુકાબલાની ફેન્સ આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs PAK Score Live Updates Dubai: ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે દુબઈમાં મેચ રમાશે. આ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની હાઈ વોલ્ટેજ મેચ હશે. ભારત અને પાકિસ્તાન તેમજ અન્ય ઘણા દેશોના ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો છેલ્લો મુકાબલો લગભગ 8 મહિના પહેલા પાકિસ્તાન સામે થયો હતો. T20 વર્લ્ડ કપ 2024માં આ બંને ટીમો સામસામે આવી હતી. હવે તે ફરી એકવાર મેદાનમાં ઉતરશે.
ભારતીય ટીમે પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. શુભમન ગિલે ટીમ ઈન્ડિયા માટે ઓપનર તરીકે સદી ફટકારી હતી. રોહિત શર્માએ પણ મહત્વની ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓ પાકિસ્તાન સામે પણ ટીમને સારી શરૂઆત અપાવી શકે છે. વિરાટ કોહલી ત્રીજા નંબર પર અને શ્રેયસ અય્યર નંબર ચાર પર બેટિંગ કરવા આવી શકે છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવી શકે છે.
શુભમન ગીલે ODI ફોર્મેટમાં ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. તેણે 51 મેચમાં 2688 રન બનાવ્યા છે. ગિલે 8 સદી અને 15 અડધી સદી ફટકારી છે. ગિલે બેવડી સદી પણ ફટકારી છે. શુભમન પાકિસ્તાન પર ભારે પડી શકે છે.
મોહમ્મદ રિઝવાનની કપ્તાની હેઠળની પાકિસ્તાની ટીમ ફાસ્ટ બોલરોની સેના સાથે દુબઈમાં મેદાનમાં ઉતરી શકે છે. શાહીન આફ્રિદી અને નસીમ શાહ ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. બાબર આઝમ અને ઇમામ-ઉલ-હક પાકિસ્તાન તરફથી ઓપનિંગ માટે આવી શકે છે. બાબરે ન્યુઝીલેન્ડ સામે મહત્વની ઇનિંગ રમી હતી. જો કે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારત-પાકિસ્તાનની ટીમ -
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.
પાકિસ્તાન: બાબર આઝમ, ઇમામ-ઉલ-હક, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ, અબરાર અહમદ, કામરાન ગુલામ, ફહીમ અશરફ, મોહમ્મદ હસનૈન, ઉસ્માન ખાન.
- - - - - - - - - Advertisement - - - - - - - - -