Mohammad Nawaz No ball: ટી20 વર્લ્ડકપ 2022માં રવિવારે થયેલા ભારત-પાકિસ્તાન (IND vs PAK) મેચની છેલ્લી ઓવર ખુબ દિલચસ્પી વાળી રહી. ભારતને જીત માટે 6 બૉલ પર 16 રનની જરૂર હતી, પાકિસ્તાનના સ્પિન ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ (Mohammad Nawaz) આ છેલ્લી ઓવર નાંખી રહ્યો હતો, આ ઓવરમાં બે વિકેટ પણ પડી અને 16 રન પણ બની ગયા. 


નવાઝે શરૂઆતના ત્રણ બૉલમાં માત્ર રન આપ્યા હતા, અને એક વિકેટ ઝડપી હતી, આ મેચ પાકિસ્તાનની પકડમાં આવી ગઇ હતી, પરંતુ ચોથો બૉલ મેચનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો, અને હવે આ ચોથા બૉલ પર જ ચર્ચાએ જોર પકડ્યુ છે. ખરેખરમાં નવાઝે ઓવરના ચોથા બૉલને ફૂલટૉસ ફેંક્યો હતો, અને એમ્પાયરે તેને નૉ બૉલ જાહેર કરી દીધો હતો. એમ્પાયરના આ ડિસીઝન બાદ મેચ પલટાઇ ગઇ અને ભારત મેચ જીતી ગયુ હતુ.  


હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ, વકાર યૂનિસ, શોએબ અખ્તર અને મોઇન અલીએ એમ્પાયરના આ ડિસીઝન પર સવાલો ઉભા કરી દીધા છે. બેટરન પ્લેયર શોએબ મલિકે પણ આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.  






શું બોલ્યા પાકિસ્તાની ક્રિકેટર્સ ?
વસીમ અકરમ અનુસાર, મેદાની એમ્પયારને નૉ બૉલ આપતા પહેલા થર્ડ એમ્પાયરની મદદ લેવી જોઇતી હતી, તેમને કહ્યું- બૉલ નીચે આવતો દેખાઇ રહ્યો છે, બેટ્સમેને તો નૉ બૉલની માંગ કરશે જ પરંતુ તમારી પાસે ટેકનોલૉજી છે, તો તેનો ઉપયોગ કરવો જોઇતો હતો.  


વકાર યૂનિસ બોલ્યો- સ્ક્વેર લેગ એમ્પાયરને પહેલા મુખ્ય એમ્પાયર સાથે આના પર વાત કરવી જોઇતી હતી. આ પછી તે થર્ડ એમ્પાયર પાસે જઇ શકતા હતા. થર્ડ એમ્પાયર એટલા માટે તો બેસ્યા છે, આ ફેંસલો તેમના પર છોડવો જોઇતો હતો.  


શોએબ અખ્તરે આ બૉલ પર ટ્વીટ કરતા એમ્પાયરને વિચારવાની સલાહ આપી છે. તેમને લખ્યું- એમ્પાયર ભાઇઓ, આ આજ રાત માટે વિચારવાનો વિષય છે.