T20 World Cup 2022, IND vs PAK: ભારતે પાકિસ્તાનને 4 વિકેટથી હરાવી વર્લ્ડ કપની શરુઆત કરી, કોહલી-પંડ્યા મેચના હીરો

IND vs PAK T20 World Cup 2022 LIVE: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 Oct 2022 05:24 PM
ભારતની શાનદાર જીત

ભારતે પાકિસ્તાનને 4 વિકેટથી હરાવ્યું.

હાર્દિક પંડ્યા આઉટ

19મી ઓવરનાં પ્રથમ બોલ પર હાર્દિક પંડ્યા 40 રન બનાવી આઉટ થયો છે. હાલ ભારતને જીત માટે 5 બોલમાં 16 રનની જરુર છે.

અંતિમ ઓવરમાં 16 રનની જરુર

19 ઓવરના અંતે ભારતનો સ્કોર 144 રન પર છે. 6 બોલમાં 16 રનની જરુર છે.

ભારતનો સ્કોર 100 રનને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટ પર 15 ઓવરના અંતે 100 રને પહોંચી ગયો છે. હાર્દિક પંડ્યા 33 રન અને વિરાટ કોહલી 42 રન બનાવીને રમતમાં છે.

10 ઓવર બાદ સ્કોર

ભારતનો સ્કોર 10 ઓવર બાદ 45 રન પર પહોંચ્યો છે. હાલ વિરાટ કોહલી 12 રન અને હાર્દિક પંડ્યા 7 રન સાથે રમતમાં છે.

અક્ષર પટેલ આઉટ

અક્ષર પટેલ 2 રન બનાવી આઉટ થયો છે. હાલ 6.1 ઓવરના અંતે ભારતનો સ્કોર 31 રન પર 4 વિકેટ છે. 

સૂર્યકુમાર યાદવ પણ થયો આઉટ

સૂર્યકુમાર યાદવ 15 રન બનાવી આઉટ થયો છે. હાલ અક્ષર પટેલ અને વિરાટ કોહલી રમતમાં છે. 

ભારતની નબળી શરૂઆત

ભારત શરૂઆત નબળી રહી છે. રાહુલ અને રોહિત શર્મા 4-4 રન બનાવીને આઉટ થયા છે. 10 રનમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી છે

પાકિસ્તાને બનાવ્યા 159 રન

પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. શાન મસૂદે સર્વાધિક 52 રન બનાવ્યા હતા. ઈફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. શાહિન આફ્રિદી 7 બોલમાં રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી અર્શદીપે 32 રનમાં 3, હાર્દિક પંડ્યાએ 30 રનમાં 3 અને મોહમ્મદ શમીએ 25 રનમાં 1, ભુવનેશ્વર કુમારે વિકેટ લીધી હતી.





પાકિસ્તાનને 7મો ફટકો

16.4 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 120 રન પર 7 વિકેટ છે. મસૂદ 40 રને રમતમાં છે.  હાર્દિક પંડ્યા અને અર્શદીપે 3-3 વિકેટ લીધી છે. એ શાદાબ ખાન 5 રન અને હૈદર અલીને 2 રને આઉટ કર્યા હતા. હાર્દિકે 14મી ઓવરમાં બંને વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન 100 રનને પાર

14.3 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 101 રન પર 5 વિકેટ છે.   હાર્દિક પંડ્યાએ શાદાબ ખાન 5 રન અને હૈદર અલીને 2 રને આઉટ કર્યા હતા. હાર્દિકે 14મી ઓવરમાં બંને વિકેટ ઝડપી હતી.





ભારતને મળી ત્રીજી સફળતા

મોહમ્મદ શમીએ ભારતને ત્રીજી સફળતા અપાવી છે. આક્રમક બેટિંગ કરી રહેલો ઈફ્તિખાર અહેમદ 51 રન બનાવી એલબીડબલ્યુ આઉટ થયો છે. 13 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 96 રન છે.

ઈફ્તિખારની આક્રમક બેટિંગ

12 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 91 રન પર 2 વિકેટ છે.  મસૂદ 30 અને ઈફ્તિખાર  વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ છે.

પાકિસ્તાનને પૂરા કર્યા 50 રન

9 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 50 રન પર 2 વિકેટ છે.  મસૂદ 28 અને ઈફ્તિખાર અહમદ 15 રન બનાવી રમતમાં છે.

અહમદ-મસૂદે સંભાળી ઈનિંગ

7 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 41 રન પર 2 વિકેટ છે.  મસૂદ 24 અને ઈફ્તિખાર અહમદ 11 રન બનાવી રમતમાં છે.

અર્શદીપે લીધી બીજી વિકેટ

4 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 15 રન પર 2 વિકેટ છે.  રિઝવાન 4 રન બનાવી અર્શદીપની ઓવરમાં ભુવનેશ્વર કુમારને કેચ આપી બેઠો હતો. આ પહેલા બાબર આઝમને અર્શદીપે ખાતું ખોલવા દીધું નહોતું.

અર્શદીપે ટી-20 વર્લ્ડકપના પ્રથમ બોલે જ લીધી વિકેટ

પાકિસ્તાનની કંગાળ શરૂઆત થઈ છે. પ્રથમ ટી20 વર્લ્ડકપ રમી રહેલા અર્શદીપે તેની પ્રથમ ઓવરના પ્રથમ બોલે જ બાબર આઝમને એલબીડબલ્યુ આઉટ કરી ભારતને સફળતા અપાવી હતી. પાકિસ્તાનનો સ્કોર 1.3 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 1 રન છે.

બંને ટીમો આ પ્માણે છે

ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ




પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, હૈદર અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાહીન આફ્રિદી, હરિસ રૌફ, નસીમ શાહ

ભારતે ટોસ જીતી બોલિંગ લીધી

ટી20 વર્લ્ડકપના મહા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ લીધી છે. 





ભારતીય ફેંસથી મેલબર્નની શેરીઓ ઉભરાઈ

ભારતીય ફેંસથી મેલબર્નની શેરીઓ ઉભરાઈ

સ્ટેડિયમમાં ક્રિકેટ ફેંસનો પ્રવેશ થયો શરૂ

મેલબર્નમાં મુંબઈ જેવો માહોલ

ભારતના કોઈ શહેરમાં હોવાનો અહેસાસ થાય છેઃ ટીમ ઈન્ડિયાના ફેન

ટીમ ઈન્ડિયાના ફેંસે કહ્યું, અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અહીંનું વાતાવરણ કોઈ ભારતીય શહેરમાં હોવાનો અહેસાસ કરાવે છે. અમે 3 દિવસ પહેલા અહીં આવ્યા છીએ. અમે ભારતીય ટીમની જર્સી પહેરીને ફરતા હોઈએ છીએ. દુનિયાભરમાંથી ચાહકો આવ્યા છે. આ મુકાબલો તમામ મેચનો બાપ છે.





ભારત વિ પાકિસ્તાન હેડ ટુ હેડ

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 11 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે આઠ મેચ જીતીને પોતાના નામે કરી છે. પાકિસ્તાન માત્ર ત્રણ મેચ જીત્યું છે. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો બંને વચ્ચે છ મેચ રમાઈ છે. ભારતે આમાં પાંચમાં જીત મેળવી છે, એકમાં પાકિસ્તાનનો વિજય થયો છે.

મેલબોર્નની સડકો પર ભારતીય ખેલાડીઓના ચિત્રો

મેલબોર્નના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેલબોર્નની સડકો પર ભારતીય ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવ્યા છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા મુખ્ય છે.





બ્રેકગ્રાઉન્ડ

T20 World Cup 2022 India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે.


ભારત માટે શું છે ચિંતાની વાત


જોકે પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે. જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમક બેટિંગ નિર્ણાયક બનશે. ભારતને ડેથ ઓવરમાં 15 થી 25 રન આપતું હોઈ ચિંતા છે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કે કાર્તિક કોને રમાડવા પ્રશ્ન છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવે છે. 


મેચનું પ્રસારણ કઈ ટીવી ચેનલ પર થશે?


સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે T20 વર્લ્ડ કપના પ્રસારણના અધિકારો છે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, તમે સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર દેશની અન્ય ભાષાઓમાં કોમેન્ટ્રી સાથે ભારત અને પાકિસ્તાનની મેચ જોઈ શકો છો.


ફ્રીમાં મેચ કેવી રીતે જોવી?


આ મેચ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ડીડી ફ્રી ડીશમાં ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. ડીડી સ્પોર્ટ્સ ચેનલ માટે કોઈ ચાર્જ નથી. આવી સ્થિતિમાં, તમે કોઈપણ પૈસા ચૂકવ્યા વિના આ મેચ જોઈ શકો છો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.