IND vs PAK Ticket Booking: 14 ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાન એકબીજાનો સામનો કરશે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. ICC એ ભારત-પાકિસ્તાન મેચ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગની તારીખ જાહેર કરી છે. ક્રિકેટ ચાહકો 15 સપ્ટેમ્બરથી ભારત-પાકિસ્તાન મેચ માટે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. આ સિવાય સેમિફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ પણ 15 સપ્ટેમ્બરથી ઓનલાઈન ઉપલબ્ધ થશે.






કેવી રીતે ટિકિટ બુક કરાવી શકાશે?


ICCએ એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે વર્લ્ડકપ 2023ની ટિકિટ ક્યારે મળશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ પહેલા વોર્મ-અપ મેચો રમાશે. ચાહકો વોર્મ અપ મેચનો આનંદ માણી શકશે. જોકે, આ માટે ટિકિટ લેવી જરૂરી રહેશે. ICCએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે વર્લ્ડકપ મેચો સિવાય પ્રશંસકો વોર્મ-અપ મેચની ટિકિટ ક્યારે અને કેવી રીતે ઓનલાઈન બુક કરાવી શકે છે.


ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે.


ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડકપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. જ્યારે આ ટુર્નામેન્ટની ટાઈટલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડકપ 2023ની પ્રથમ અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે મેચ રમાશે. ચેન્નઈમાં બંને ટીમો આમને-સામને થશે.  ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો કે આ મેચ પહેલાના શિડ્યૂલ મુજબ 15 ઓક્ટોબરે રમાવાની હતી, પરંતુ બાદમાં કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે બાદ ભારત-પાકિસ્તાન મેચની તારીખ 14 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં જે હોટલો એક રાત્રિના આશરે રૂ. 4,000નો ચાર્જ વસૂલતી હતી તે હવે 60 રૂપિયાની આસપાસ ચાર્જ વસૂલી રહી છે.  આ રીતે અમદાવાદમાં હોટલો રૂમના ભાવ લગભગ 15 ગણા વધી ગયા છે. ભારત-પાકિસ્તાન મેચના કારણે અમદાવાદમાં ડબલ શેરિંગ હોટલમાં રૂ.60,000 સુધીનો ખર્ચ થશે.