Ahmedabad Hotel Charges, Cricket World Cup: ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપ 2023માં 14 ઓક્ટોબરે એકબીજા સામે ટકરાશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો કે આ મેચ પહેલાના શિડ્યૂલ મુજબ 15 ઓક્ટોબરે રમાવાની હતી, પરંતુ બાદમાં કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે બાદ ભારત-પાકિસ્તાન મેચની તારીખ 14 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. જો કે, શું તમે પણ ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે અમદાવાદ જવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં, ભારત-પાકિસ્તાન મેચને કારણે અમદાવાદમાં હોટલના રૂમના ભાડામાં ભારે વધારો થયો છે.


અમદાવાદની હોટલોમાં એક રાતનું ભાડુ લગભગ 60 હજાર રૂપિયા 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં જે હોટલો એક રાત્રિના આશરે રૂ. 4,000નો ચાર્જ વસૂલતી હતી તે હવે 60 રૂપિયાની આસપાસ ચાર્જ વસૂલી રહી છે.  આ રીતે અમદાવાદમાં હોટલો રૂમના ભાવ લગભગ 15 ગણા વધી ગયા છે. ભારત-પાકિસ્તાન મેચના કારણે અમદાવાદમાં ડબલ શેરિંગ હોટલમાં રૂ.60,000 સુધીનો ખર્ચ થયો છે. ભારત-પાકિસ્તાન મેચને કારણે હોટલ સિવાય ઘણી મૂળભૂત વસ્તુઓના ભાવમાં વધારો થવાના સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત-પાકિસ્તાન મેચ માટે ક્રેઝ અને મોટી સંખ્યામાં પ્રશંસકોના કારણે કિંમતોમાં વધારો થયો છે.


અમદાવાદથી આવતી ફ્લાઈટ માટે ટિકિટના ભાવમાં ભારે વધારો


વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ માટે ટિકિટ માટે ચાહકો વચ્ચે લડાઈ ચાલી રહી છે. ક્રિકેટ ચાહકો કોઈપણ રીતે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ મેળવવા માંગે છે, પરંતુ ટિકિટ મળ્યા પછી પણ તેમણે અમદાવાદની હોટલોમાં પૈસા ખર્ચવા પડશે. આટલું જ નહીં અમદાવાદની હોટલોના ભાવ ઉપરાંત અમદાવાદથી આવતી-જતી ફ્લાઈટની ટિકિટના ભાવમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે વર્લ્ડકપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. જો કે ટીમ ઈન્ડિયા તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં મેચ રમાશે.                                                                                          


14 ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાન એકબીજાનો સામનો કરશે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. ICC એ ભારત-પાકિસ્તાન મેચ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગની તારીખ જાહેર કરી છે. ક્રિકેટ ચાહકો 15 સપ્ટેમ્બરથી ભારત-પાકિસ્તાન મેચ માટે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. આ સિવાય સેમિફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ પણ 15 સપ્ટેમ્બરથી ઓનલાઈન ઉપલબ્ધ થશે.