Women T20 World Cup, IND vs PAK:  મહિલા ટી20 વર્લ્ડ કપ (Women T20 World Cup) ની શરુઆત 10 ફેબ્રુઆરીથી થઈ છે. સાઉથ આફ્રીકામાં રમાતા આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે 12 ફેબ્રુઆરીના  દિવસે રમશે. આ મહામુકાબલો સાઉથ આફ્રીકાના કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મહા મુકાબલાની શરુઆત સાંજે 6.30 વાગ્યાથી થશે. જાણો ભારત અને પાકિસ્તાન વચ્ચેના આંકડાઓ અને બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે.  



ભારત-પાક હેડ ટુ હેટ


મહિલા ભારતીય ટીમ અને પાકિસ્તાનની ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ ચૂકી છે. જેમાં ભારતીય ટીમે 10 મેચમાં  જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાન માત્ર ત્રણ મેચમાં જ જીત મેળવી શક્યું છે.  આવી સ્થિતિમાં આ મેચમાં પણ ભારતની મહિલા ટીમની જીતની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે.


પિચ રિપોર્ટ


ન્યૂલેન્ડ્સની પિચ બેટ્સમેનો માટે સારી હોવાની અપેક્ષા છે.   અહીં હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા રાખી શકાય નહીં કારણ કે જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ અહીં પિચ બોલરો માટે મદદરૂપ સાબિત થવા લાગે છે. અહીં જીતની ટકાવારી પાછળથી બેટિંગ કરનાર ટીમ માટે ખૂબ જ સારી છે. જેથી પછી બેટિંગ કરનારની જીતની શક્યતા વધી જાય છે. 


મેચ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર છે


ભારત-પાકિસ્તાન મેચ પહેલા મહિલા ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાનાના રૂપમાં એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મંધાના આ મેચમાં આંગળીની ઈજાને કારણે ટીમની બહાર થઈ શકે છે. મંધાના ટીમની મુખ્ય ખેલાડી છે. આવી સ્થિતિમાં તેની બહાર થવાથી ટીમની બેટિંગમાં ઘણો ફરક પડી શકે છે. ભારતીય મહિલા ટીમ માટે આ ખૂબ જ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 


બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે છે


ભારત - હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), રાધા યાદવ, યાસ્તિકા ભાટિયા, સ્મૃતિ મંધાના, અંજલિ સરવાણી, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, સ્નેહ રાણા અને શિખા પાંડે. (નોંધ સ્મૃતિ મંધાના વિશે કંઈ સ્પષ્ટ નથી.)


પાકિસ્તાન - સિદરા અમીન, જાવેરિયા ખાન, બિસ્માહ મારૂફ (કેપ્ટન), મુનીબા અલી, નિદા ડાર, આયેશા નસીમ, સદફ શમાસ, આલિયા રિયાઝ, સિદરા નવાઝ, એમાન અનવર અને નાશરા સંધુ.