India vs Australia: રોહિત શર્માએ નાગપુર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી છે. તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયા છે.


ભારતીય કેપ્ટન રોહિત શર્માએ નાગપુર ટેસ્ટમાં સદી ફટકારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. રોહિતે આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. રોહિતે સદી ફટકારતાની સાથે જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. તે ત્રણેય ફોર્મેટ (ODI, ટેસ્ટ અને T20)માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા છે. વિશ્વ ક્રિકેટમાં માત્ર ચાર ખેલાડીઓ જ આવું કરી શક્યા છે. રોહિત પહેલા બાબર આઝમ, દિલશાન અને ફાફ ડુ પ્લેસિસ આ  જ રીતે સદી ફટકારી ચૂક્યા  છે.


નાગપુર ટેસ્ટના પહેલા દિવસે ગુરુવારે ઓસ્ટ્રેલિયાની ટીમ 177 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. ભારત માટે મેચના બીજા દિવસે શુક્રવારે રોહિતે સદી ફટકારી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં તેણે 180 બોલનો સામનો કરીને 105 રન બનાવ્યા હતા. રોહિતની ઇનિંગમાં 14 ફોર અને 2 સિક્સ સામેલ હતી. રોહિતની સદી બાદ સમગ્ર ડ્રેસિંગ રૂમે ઉભા થઈને તાળીઓ પાડી હતી.






રોહિત શર્મા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. તેના પહેલા વિશ્વ ક્રિકેટના ત્રણ ખેલાડીઓ આ કરી ચુક્યા છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, દક્ષિણ આફ્રિકાના ખેલાડી ફાફ ડુ પ્લેસિસ અને દિલશાન પણ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે.


દાવમાં સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતે પાંચ વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે રોહિત સાથે રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હાજર છે.


Women's T20 WC: ભારત-પાકિસ્તાન વચ્ચે 12 ફેબ્રુઆરીએ રમાશે મેચ, જાણો શું કહી રહ્યા છે આંકડાઓ?


મહિલા ટી20 વર્લ્ડ કપ આજથી (10 ફેબ્રુઆરી) શરૂ થઈ રહ્યો છે. યજમાન દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા પ્રથમ મેચમાં આમને-સામને થશે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 12 ફેબ્રુઆરીથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દિવસે ભારત સામે પાકિસ્તાનનો પડકાર હશે. બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે.









ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ-બીમાં છે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, આયરલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો પણ છે. પાંચ ટીમોના આ ગ્રુપની ટોપ-2 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. એ જ રીતે ગ્રુપ-એમાં પણ 5 ટીમો છે જેમાંથી બે ટીમોને સેમિફાઈનલની ટિકિટ મળશે.


ભારત-પાકિસ્તાન વચ્ચે 12 ફેબ્રુઆરીએ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. આ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર પણ ઉપલબ્ધ હશે.