નવી દિલ્હીઃ રમતગમત મંત્રાલયે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ સહિત અન્ય રાષ્ટ્રીય મહાસંઘોને સ્પષ્ટ કહી દીધું છે કે કોરોના  વાયરસના ખતરા વચ્ચે જો દેશમાં કોઇ પણ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવશે તો તેને બંધ દરવાજા વચ્ચે કરવી પડશે.  સરકારના આ ચુકાદા બાદ હવે સ્પષ્ટ થઇ ચૂક્યું છે બીસીસીઆઇ જો આઇપીએલનું આયોજન કરવા માંગે છે તો તેને આ ટુનામેન્ટ દર્શકો વિના જ આયોજીત કરવી પડશે અને એવામાં આ ટુનામેન્ટ હવે બંધ દરવાજા પાછળ જ રમાડવી પડશે.


ખેલ સચિવ રાધે શ્યામ જુલાનિયાએ આઇએએનએસ સાથેની વાતચીતમાં કહ્યું કે જો કોઇ ટુનામેન્ટને ટાળી શકાય તેમ ના હોય તો તેને બંધ દરવાજા વચ્ચે આયોજીત કરવી જોઇએ અને આ સુનિશ્વિત કરવું જોઇએ કે તેમાં દર્શકો ના આવે.

તેમણે કહ્યું કે, બીસીસીઆઇ સહિત તમામ રાષ્ટ્રીય સંઘોને કહેવામાં આવ્યું છે કે તે સ્વાસ્થ્ય મંત્રાલય દ્ધારા દિશા નિર્દેશો અને સલાહનું પાલન કરે. અમે તમામને કોઇ સાર્વજનિક સભાથી બચવાનું કહ્યું છે અને જો કોઇ સ્પોર્ટ્સ ટુનામેન્ટનું આયોજન થશે તો તેને બંધ દરવાજા વચ્ચે ખાલી સ્ટેડિયમમાં કરવું જોઇએ.

તેમણે કહ્યું કે, આ રાજ્ય સરકાર ઉપર છે જેને દર્શકોનું મેનેજમેન્ટ કરવું અને તેમની પાસે તેને રોકવા માટે મહામારી રોગ અધિનિયમ હેઠળ શક્તિ પ્રાપ્ત છે. જો આ ટુનામેન્ટ ટાળી શકાય તેમ ના હોત તો તેને દર્શકો વિના જ બંધ દરવાજા વચ્ચે આયોજીત કરવી જોઇએ.