IND vs SA, 1st ODI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝની પ્રથમ મેચ બોલેન્ડ પાર્ક ખાતે રમાઈ રહી છે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 297 રન બનાવ્યા છે.


ચોથી વિકેટ માટે 204 રનની પાર્ટનરશિપ


સાઉથ આફ્રિકાએ એક સમયે 68 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. ત્યાંથી બાવુવા અને ડુસેન ટીમને સંભાળી હતી અને ભારતીય બોવર્સને મચક આપ્યા વગર મકકમ બેટિંગ કરી હતી. બાવુમાએ 110  રન અને ડુસેને 96 બોલરમાં અણનમ 129 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 204 રનની પાર્ટનરશિપ કરી હતી. જે ભારત સામે સાઉથ આફ્રિકાની બીજી સર્વોચ્ચ પાર્ટનરશિપ છે. ભારત તરફથી બુમરાહે 48 રનમાં 2 વિકેટ, અશ્વિનને 53 રનમાં 1,  લીધી હતી.


મેચમાં કોણે કોણે કર્યુ ડેબ્યૂ


આ મેચમાંથી ત્રણ ડેબ્યુ છે. એક ડેબ્યૂ કેપ્ટનશિપમાં છે જ્યાં કેએલ રાહુલનું નામ છે. જ્યારે બાકીના બે ડેબ્યૂ ખેલાડીઓ ODI ફોર્મેટમાં છે. વેંકટેશ ઐયર ભારત માટે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ફિનિશર અને છઠ્ઠા બોલરની ભૂમિકામાં જોવા મળશે. માર્કો યાનસન સાઉત આફ્રિકા માટે ડેબ્યૂ કરી રહ્યો છે. યાનસન એક ઓલરાઉન્ડર છે અને તેને કાગીસો રબાડાની બહાર થવા સાથે તક મળી. યાનસને પણ તાજેતરમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને ભારત સામેની ત્રણ ટેસ્ટમાં 19 વિકેટ લીધી હતી.


ભારતની પ્લેઇંગ ઈલેવન


શિખર ધવન, કેએલ રાહુલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.


સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન


ક્વિન્ટન ડી કોક, જાનેમન મલાન, ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડન માર્કરામ, રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, માર્કો જેન્સન, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી.