નવી દિલ્હીઃ ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃતિની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયન ઓપન રમવા પહોંચેલી સાનિયાએ કહ્યું કે 2022 તેમની અંતિમ સિઝન હશે એટલે કે આ વર્ષમાં તે છેલ્લી વખત કોર્ટમાં રમતી જોવા મળશે. બુધવારે તેમણે મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડની મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે મહિલા ડબલ્સની પ્રથમ મેચમાં હારીને સાનિયા મિર્ઝા ટુનામેન્ટની બહાર થઇ ગઇ છે. જોકે, ઓસ્ટ્રેલિયન ઓપનમાં હજુ સાનિયા મિક્સ્ડ ડબલ્સની મેચ રમશે. તેણે અમેરિકાના રાજીવ રામ સાથે જોડી બનાવી છે.


સાનિયાએ કહ્યું કે 2022 મારી અંતિમ સિઝન હશે. હું આગળની તૈયારી કરી રહી છું પરંતુ એ નક્કી નથી કે હું આગળની સીઝન રમી શકીશ કે નહીં. પ્રથમ તબક્કામાં હાર બાદ સાનિયાએ કહ્યું કે મને લાગે છે કે હું સારુ રમી શકું છુ પરંતુ હવે શરીર સાથ નથી આપી રહ્યું. આ મારા માટે સૌથી મોટું દુખ છે.


સાનિયા મિર્ઝાએ મહિલા ડબલ્સમાં 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2015માં વિમ્બલડન અને યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. જ્યારે મિક્સ્ડ ડબલ્સમાં તે 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2012માં ફ્રેન્ચ ઓપન અને 2015માં યુએસ ઓપનનું ટાઇટલ જીતી ચૂકી છે.



સાનિયાએ પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત 2003માં કરી હતી. છેલ્લા 19 વર્ષથી સતત ટેનિસ રમી રહી છે અને અનેક ઇન્ટરનેશનલ ટુનામેન્ટમાં ભારતને જીત અપાવી છે. તે પોતાના કરિયરમાં ડબલ્સમાં નંબર-1 પણ રહી ચૂકી છે. સાનિયા મિર્ઝા સિંગલ્સમાં ટોચના 100 માં પહોંચનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે. સાનિયાએ 2010માં પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.


Budget 2022: પગારદાર વર્ગને બજેટમાં નાણામંત્રી પાસેથી આ અપેક્ષાઓ છે, 80Cમાં કર મુક્તિ વધવાની આશા


ઓમિક્રોનના લો રિસ્ક અને હાઈરિસ્ક દર્દીને કેવી રીતે આપવાની રહેશે સારવાર? આરોગ્ય વિભાગે આપી મોટી માહિતી


બજારમાંથી બનાવેલ સ્માર્ટ આધાર કાર્ડ માન્ય નહીં રહે, જાણો UIDAI એ શું કહ્યું.....


માત્ર ધુમ્રપાનના કારણે વીમા કંપની કેન્સરનો દાવો નકારી શકે નહીં, જાણો કોણે આપ્યો ચુકાદો